અમદાવાદમાં મોરપીંછ પ્રસ્તુત “શુભ મંડળી” દ્વારા પ્રીમિયમ મંડળી ગરબા

અમદાવાદ શહેરમાં નવરાત્રિના આગમન પૂર્વે પ્રીમિયમ મંડળી ગરબા અંગે મોટી જાહેરાત કરવામાં આવી રહી છે. ” મોરપીંછ ” પ્રસ્તુત શુભ મંડળી દ્વારા આયોજિત આ વિશિષ્ટ ગરબા 22મી સપ્ટેમ્બરથી 1લી ઓક્ટોબર 2025 દરમિયાન ફ્લોરેટ પાર્ટી પ્લોટ, સરદાર પટેલ રિંગ રોડ, ઓગણજ યોજાશે.

ગરબા પ્રત્યેનો યુવાઓનો વધતો ઉત્સાહ અને પરંપરાગત લોકસંગીતને આધુનિક રંગ આપવા માટે “શુભ મંડળી” પોતાની આગવી ઓળખ ઉભી કરી ચૂકી છે. ગોપાલ ભરવાડ, દેવરાજ ગઢવીગિર, કૌશિક ભરવાડ, પર્થદાન ગઢવી અને લકી મીર જેવા પ્રતિભાશાળી કલાકારો તેમના સંગીત અને સ્વરોથી આ નવરાત્રિને યાદગાર બનાવશે.

ગરબા પૂર્વે મીડિયા મિત્રો માટે ખાસ પ્રિ-એનાઉન્સમેન્ટ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રી વિશાલ મીર, શ્રી પર્થ ગામરા, શ્રી વેદાંશ શર્મા, શ્રી ભાવ્યા લોધુયા તથા શ્રી સચિન સિંધવ ઉપસ્થિત રહીને મીડિયા સાથે આ ભવ્ય ગરબા વિષે માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે આયોજક શ્રી વિશાલ મીર દ્વારા જણાવામાં આવ્યું હતું  કે, “અમદાવાદની જનતા ગરબાને હૃદયપૂર્વક પ્રેમ કરે છે. અમારી ‘શુભ મંડળી’ દ્વારા આ વર્ષે અમે પરંપરા, સંસ્કૃતિ અને આધુનિકતા ત્રણેયનો સુંદર મેલ કરીને એક અદ્ભુત અનુભવ આપવા પ્રતિબદ્ધ છીએ. યુવાઓ માટે આ નવરાત્રિ ખાસ બની રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.”

આ વર્ષે અમદાવાદના પ્રીમિયમ ગરબા અનુભવ માટે “શુભ મંડળી” સંગીત, પરંપરા અને સાંસ્કૃતિક ભાવનાનું અનોખું સંયોજન રજૂ કરવા તત્પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *