અમદાવાદ, સપ્ટેમ્બર 2025 – અમદાવાદમાં નૃત્ય, સંગીત અને સંસ્કૃતિના સૌથી મોટા ઉત્સવમાંથી એક, “નવરંગી નવરાત્રી 2025”, આ વર્ષે કર્ણાવતી ક્લબ & રિસોર્ટ, મુલસાણા ખાતે 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ભવ્ય રીતે યોજાશે. આ નવરાત્રિમાં પરંપરા અને વૈભવનો અદ્ભુત સંગમ જોવા મળશે. આ ભવ્ય ગરબા આયોજનના અનુસંધાને 9મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે પ્રિ- નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સફાયર ઈવેન્ટ & એન્ટરટેઇન્મેન્ટના કેતન પટેલ અને પ્રીત પટેલ, ગુજરાતી ઈવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા (જીઈએ) & જીઈએમ ઇવેન્ટના ઉત્પલ પટેલ તથા પલક પટેલ અને રાગરંગ ઈવેન્ટ્સના નિમેશ પટેલ અને કેવિન પટેલ દ્વારા આયોજિત આ ગરબા ઉત્સવમાં, આત્મીય સંગીત, સાંસ્કૃતિક વાતાવરણ અને આધુનિક સુવિધાઓ સાથે ગુજરાતીઓ માટે એક અનોખો સાંસ્કૃતિક અનુભવ લાવવામાં આવશે. “લિગસી બિહાઈન્ડ ધ લાઈટ્સ”ની ભાવના સાથે આ મહોત્સવ વૈશ્વિક ઉજવણીની ઝલકને ગુજરાતી મૂળ સુધી લઈ આવે છે.

આ વર્ષે ગરબાની રાતોને ઉજ્જવળ બનાવવા માટે જાણીતા ગાયકો જેવી કે વ્યાસ બ્રધર્સ, નિશાંત ઉપાધ્યાય, પ્રહેર વોરા, ડિમ્પલ પંચોલી, અક્ષત પરીખ, પ્રિયંકા બારોટ, જોજો દવે, કૌશલ પિઠડીયા, આર્ચિત પાટડીયા અને જોજો દવે પોતાના સુરીલા અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેશે. તેમના અવાજમાં ભક્તિ, તાલ અને ઉત્સાહનો સંગમ દરેક રાતને ઝગમગાવી દેશે.
પાછલા વર્ષોની ઉજવણીમાં 65,000થી વધુ લોકોએ ઉપસ્થિતિ આપી હતી, જેમાં 12 થીમ આધારિત સજાવટ, 12થી વધુ ગાયકોના પરફોર્મન્સ અને મહા આરતી જેવા આકર્ષણો દર્શકોને યાદગાર અનુભવ આપી ચૂક્યા છે. આ વર્ષની ઉજવણીમાં પણ અનેક નવા રંગો અને નવતર કાર્યક્રમો ઉમેરવામાં આવ્યા છે.
કર્ણાવતી ક્લબ & રિસોર્ટ ખાતે વિશાળ જગ્યા, પાર્કિંગ સુવિધા, લક્ઝુરિયસ એમ્બિયન્સ, ફૂડ કોર્ટ અને ટોપ-ટિયર સાઉન્ડ સેટઅપ સાથે સિક્યોર અને વેલ-મેઈન્ટેઈન્ડ પરિસર ઉપલબ્ધ છે. આથી, દરેક મહેમાનને આરામદાયક અને યાદગાર અનુભવ થશે.

નવરંગી નવરાત્રી 2025 સંગીત, નૃત્ય અને સંસ્કૃતિનો એવો ઉત્સવ છે, જે સમગ્ર ગુજરાતના ગરબા રસિકો માટે યાદગાર ક્ષણો સર્જશે.
તો તૈયાર થઈ જાઓ, કારણ કે આ વર્ષે નવરંગી નવરાત્રી 2025 આપને આમંત્રિત કરી રહ્યું છે એક એવી ઉજવણી માટે, જ્યાં પરંપરા, લય અને ભવ્યતા એક સાથે મળી ને રંગે ચંગે ઝગમગી ઉઠશે.
You may also like
-
ગ્રોથ એવોર્ડ્સ 2025માં સેતુ મીડિયા મેનેજમેન્ટ પ્રા. લિ.ને મળ્યો “બેસ્ટ પીઆર એજન્સી ઑફ ગુજરાત”નો પ્રતિષ્ઠિત એવોર્ડ
-
રિયા મર્ચન્ટની ડિજી ડ્રીમ કન્સલ્ટન્સી ને બિગ એવોર્ડ્સ 2025 માં બેંગલોર ખાતે પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત
-
ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર રાજ મોદીની મુલાકાત: સનાતન સંસ્કૃતિ પ્રચાર, નારી સશક્તિકરણ અને આંતરરાષ્ટ્રીય સહકાર પર ચર્ચા
-
દેવિન ગવારવાલાની “ગ્લોબલ ટ્રેઝર્સ” શ્રેણી: વારસો અને સંસ્કૃતિનું પ્રતિબિંબ
-
ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી – ધ મંડળી ગરબા 2025” ભવ્યતા, સંગીત અને ઉત્સાહ સાથે અમદાવાદમાં