અમદાવાદ, મે 2025 – અર્થ મન્થ (Earth Month) અને અર્થ ડે (Earth Day) ની ઉજવણી અંતર્ગત, બિસ્પોક આર્ટ ગેલેરી ખાતે “પુરુષ પ્રકૃતિ” નામક એક વિશેષ કલાપ્રદર્શન રજુ કરવામાં આવ્યું છે.. આ પ્રદર્શનનું આયોજન જાણીતા કલા ઇતિહાસકાર ઉમા નાયરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. આ શો ડિરેક્ટર, કલેક્ટર અને સ્થાપક દેવિન ગવારવાલા દ્વારા રજૂ અને હોસ્ટ કરવામાં આવ્યો હતો.
આ અંગે બિસ્પોક આર્ટ ગેલેરીના સ્થાપક શ્રી દેવિન ગાવરવાલાએ જણાવ્યું હતું કે, “પુરુષ પ્રકૃતિ” જેવી વિશેષ કલાકૃતિઓથી ભરપૂર પ્રદર્શનનું આયોજન કરવું આપણા માટે મહાન સન્માન છે. આ પ્રદર્શન ભારતની આધુનિક કળામાં વિવિધ માધ્યમો અને સામગ્રીના મહત્વને ઉજાગર કરે છે. આ પહેલીવાર છે કે અનેક જાણીતા અને ઓળખ ધરાવતા માસ્ટરો એક સાથે આવી રહ્યા છે. બિસ્પોક માટે આ એક ગૌરવની બાબત છે અને ભવિષ્યમાં આવા વધુ પ્રદર્શનો કરવા માટે અમને આતુરતા છે.”
‘પુરુષ પ્રકૃતિ’ ભારત તેમજ આંતરરાષ્ટ્રીય પાયાના પ્રસિદ્ધ કલાકારોથી બનાવેલ શિલ્પો, સિરામિક આર્ટ, રેખાચિત્રો, પ્રિન્ટમેકિંગ અને પેઈન્ટિંગ્સનું અનોખું સંકલન રજૂ કરે છે. આ પ્રદર્શન ભારતના આધુનિક કલાના મહાન ગુરુ હિંમત શાહને ભાવપૂર્વકની શ્રદ્ધાંજલિ રૂપે યોજવામાં આવ્યું છે, જેમનું અવસાન માર્ચ 2025માં થયું હતું. આ આર્ટ એક્ઝિબિશનમાં જાણીતા આર્ટિસ્ટ નિલેશ વેડે, કાર્લ એન્ટાઓ, અરઝાન ખંભાતા ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રદર્શન કાંસ્ય, ટેરાકોટા, લાકડું અને અપસાયકલ્ડ સામગ્રીમાં બનાવેલ જાણીતા શિલ્પોનું અનોખું સમાવેશ કરે છે, જેમાં હિંમત શાહ, અરઝાન ખંભાતા, ધનંજય સિંહ, અંકોન મીત્રા અને કાર્લ એન્ટાઓ જેવા ખ્યાતનામ કલાકારોની કૃતિઓ છે. બહારના ઇન્સ્ટોલેશનમાં દેવાશિષ બેરા અને અંકિત પટેલ જેવા કલાકારોની કૃતિઓ રજૂ થઈ રહી છે, જે ભારતીય સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરે છે.
સિરામિક આર્ટ ક્ષેત્રે વિપુલકુમાર, વિનેત કક્કડ અને લીના બત્રા જેવા પ્રખર કલાકારોની કૃતિઓનો સમાવેશ થયો છે, જ્યારે આધુનિક રેખાંકન વિભાગમાં સંજય ભટ્ટાચાર્ય, કે.જી. સુબ્રમણિયમ અને અરિજોય ભટ્ટાચાર્યની કૃતિઓ જોવા મળે છે. પ્રિન્ટમેકિંગ વિભાગ ગુજરાતની સમૃદ્ધ કલાસંભરતીને શ્રદ્ધાંજલિ અર્પે છે, જેમાં કે.જી. સુબ્રમણિયમ, જ્યોતિ ભટ્ટ, રિની ધુમાલ અને સુભ્રત કુમાર બહેરાની કૃતિઓ શામેલ છે.
પેઈન્ટિંગ વિભાગમાં મનુ પારેખ, અર્પિતા રેડ્ડી, પ્રતિઉલ દાશ, પૂનમ ભટનાગર સહિતના કલાકારોની ભાવસભર કૃતિઓનો સમાવેશ છે, જે આધ્યાત્મિક ઊંડાણ, દંતકથાઓ અને સ્ત્રી સ્વરૂપના દર્શન આપે છે. વિશેષરૂપે, પ્રખ્યાત કલાકાર મુઝફ્ફર અલીની નવી કોલિગ્રાફી શ્રેણી પણ રજૂ થાય છે, જેની શરૂઆત 2024માં દિલ્હીમાંથી થઈ હતી.

આ પ્રદર્શન પરંપરાગત કલા તકનીકોને આધુનિક અભિવ્યક્તિઓ સાથે સુંદર રીતે જોડી, માનવતા અને કુદરત વચ્ચેના નાજુક સંબંધોને ઊંડાણપૂર્વક પ્રગટાવે છે. ક્યુરેટર ઉમા નાયરે જણાવ્યું હતું કે, “પુરુષ પ્રકૃતિ માત્ર પ્રદર્શન નહીં, પરંતુ સમય, સ્વરૂપ અને ધરતીની આત્માના મધુર મુસાફર તરીકે અનુભવી શકાય એવું યાત્રાપથ છે.”
૨૨મી એપ્રિલથી શરૂ થયેલ આ પ્રદર્શન મે 2025 દરમ્યાન અમદાવાદની બિસ્પોક આર્ટ ગેલેરી ખાતે યોજાઈ રહ્યું છે.
You may also like
-
નવરંગી નવરાત્રી 2025 : સંગીત, નૃત્ય અને સંસ્કૃતિનો અવિસ્મરણીય મહોત્સવ
-
ગ્રોથ એવોર્ડ્સ 2025માં સેતુ મીડિયા મેનેજમેન્ટ પ્રા. લિ.ને મળ્યો “બેસ્ટ પીઆર એજન્સી ઑફ ગુજરાત”નો પ્રતિષ્ઠિત એવોર્ડ
-
રિયા મર્ચન્ટની ડિજી ડ્રીમ કન્સલ્ટન્સી ને બિગ એવોર્ડ્સ 2025 માં બેંગલોર ખાતે પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત
-
ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર રાજ મોદીની મુલાકાત: સનાતન સંસ્કૃતિ પ્રચાર, નારી સશક્તિકરણ અને આંતરરાષ્ટ્રીય સહકાર પર ચર્ચા
-
દેવિન ગવારવાલાની “ગ્લોબલ ટ્રેઝર્સ” શ્રેણી: વારસો અને સંસ્કૃતિનું પ્રતિબિંબ