રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ ખાતે તાજેતરમાં જ કચ્છના નાના ગામમાંથી એક 14 વર્ષીય બાળકને જન્મથી જ પેશાબની જગ્યાનું કાણું સામાન્ય જગ્યાએ હોવાને બદલે ઘણું નીચે હોઈ , ઉપરાંત પેશાબની નળી સાંકડી થઈ ગઈ હતી, જેથી પેશાબ ઉતરતો ન હતો.તેઓ ઘણી હોસ્પિટલમાં સારવાર માટે ગયા પણ બધેથી હતાશા મળી. પછી તેઓ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યા હતા અને આ બાળકની ડૉ. મૈત્રેય જોશી દ્વારા સર્જરી કરવામાં આવી.
ડૉ. મૈત્રેય જોશી (યુરોલોજિસ્ટ અને લેપોસ્ક્રોપીક સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ) એ જણાવ્યું હતું કે, “આ બાળકની પેશાબની નળી મોઢાના ભાગની ચામડીમાંથી ( buccal mucosal graft)રીકન્સ્ટ્રકશન કરી પેશાબની નળી ની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવ્યું. ત્યારબાદ થોડો સમય તેને હોસ્પિટલમાં રાખી તેનું ડ્રેસિંગ નિયમિત ધોરણે કરવામાં આવ્યું અને પછી તેને રજા આપવામાં આવી.”
ડૉ. મૈત્રેય જોશી આ પ્રકારના કેસો અંગે જણાવે છે કે, મોટેભાગે 300માંથી 1 બાળકને આ પ્રકારની ખામી સર્જાઈ શકે છે. આ પ્રકારની ખામીની સર્જરી બાળક 6-18 મહિનાનું હોય ત્યાં સુધી કરાવી લેવું વધુ હિતાવહ છે. હાયપોસ્પેડિયાસની સર્જરી હાયપોસ્પેડિયાસના પ્રકાર અને મૂત્રમાર્ગની પ્લેટની સ્થિતિ પર આધાર રાખે છે. જો સર્જરી ના થાય તો પેશાબની ધાર આડી- અવળી જવી, લિંગ વાંકુ રહેવું ,અને ભવિષ્યમાં સેક્સ લાઈફમાં તકલીફ વગેરે જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, “મૈત્રેય જોશી એક અત્યંત કુશળ અને અનુભવી કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ, એન્ડ્રોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપિક સર્જન છે, જે યુરોલોજિકલ અને પુરુષ પ્રજનન સ્વાસ્થ્યની વિશાળ શ્રેણી, કિડનીમાં પથરી, પ્રોસ્ટેટ ડિસઓર્ડર, પુરુષ વંધ્યત્વ, ઇરેક્ટાઇલ ડિસફંક્શન અને યુરોલોજિકલ કેન્સર જેવી જટિલ યુરોલોજિકલ સ્થિતિઓના નિદાન, સારવાર અને સંચાલનમાં નિષ્ણાત છે.
You may also like
-
ફોર્ટિસ મુલુંડમાં રક્ષાબંધન પર ભાઈએ બહેનને આપ્યું જીવનદાયી લિવરનું દાન – નવી જીંદગીની ભેટ!
-
ભાગ્યે જ જોવા મળતાં ટ્યુમરનો જીસીએસ હોસ્પિટલમાં સફળ ઈલાજ
-
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, કલર્સ કલાકારો તેમના માટે યોગનો અર્થ શું છે તે જણાવે છે
-
સર્વિયર ઈન્ડિયા ભારતમાં રજૂ કરે છે ‘ઈવોસાઈડેનિબ’ (ટિબસોવો®), વિરલ આઈડીએચ1- મ્યુટેટેડ એએમએલ અને કોલેંગિયોકારસિનોમા માટે ઑન્કોલૉજીમાં પોતાની શ્રેણીમાં પ્રથમ ટાર્ગેટેડ થૅરેપી
-
કન્ઝ્યૂમર ચોઇસ સેન્ટર તરફથી WHOના સંચાલન અને કામગીરીમાં મોટા ફેરફારની માંગ, સભ્યદેશોની ફરજિયાત ફાળવણી વધારવાની મંજૂરી વચ્ચે આવકાર