નવલી નવરાત્રિ હવે શરૂ થઇ ગઈ છે અને અમદાવાદવાસીઓ ઉત્સાહપૂર્વક માઁની ભક્તિમાં લીન થઈને ગરબે ઘૂમી રહ્યાં છે. નવરાત્રિના પ્રથમ દિવસે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. અમદાવાદના ન્યૂ સાયન્સ સીટી રોડ પર આવેલ વાઈબ્રન્ટ મણિયારો ખાતે પણ હજારો ખેલૈયાઓએ ગરબાની રમઝટ માણી. પ્રખ્યાત સિંગર કોમલ પારેખના અવાજે સૌ કોઈને ગરબા રમવા પર મજબૂર કરી દીધા. નવરાત્રિના અન્ય દિવસોએ પણ વાઇબ્રન્ટ મણિયારો ખાતે પ્રખ્યાત સિંગર્સ પરફોર્મ કરશે.
ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ મણિયારો ખાતે ખેલૈયાને શ્રેષ્ઠ અનુભવ મળે છે. ગરબે ઘૂમવા માટે પૂરતી જગ્યા, અવ્વ્લ કક્ષાની સુવિધાઓ, બેસ્ટ મ્યુઝિક સિસ્ટમ, સેફટી સિસ્ટમ વેગેરે સુવિધાઓ થકી તમારો ગરબા રમવાનો પ્લાન વાઇબ્રન્ટ મણિયારો ખાતે બેસ્ટ બની રહેશે.