શક્તિપીઠ અંબાજી ખાતે તા.12થી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળો 2024 યોજાઈ રહ્યો છે. આ મહા મેળામાં ગુજરાત ભરમાંથી ભાવિક ભક્તો પગપાળા ચાલતા મા અંબેના દર્શન કરવા માટે જતા હોય છે. ગુજરાતના ખૂણે ખૂણેથી સંઘો બોલ મારી અંબે જય જય અંબે કરતા જાય છે. ત્યારે છેલ્લા 15 વર્ષથી અમદાવાદના સત્તાધાર વિસ્તારમાંથી પણ “એક્સઝોન” પગપાળા સંઘ નીકળે છે. ઉલ્લેખનીય છેકે સંઘના આયોજક શ્રી પરેશભાઈ શાહ છે અને આ વર્ષે 50થી પણ વધુ લોકો જોડાયા છે.
શક્તિ ભક્તિ અને આસ્થાનો મહાકુંભ સમો ભાદરવી પૂનમનો મેળો ૧૨ સપ્ટેમ્બરથી થશે શરૂ એટલે કે તા. 12થી 18 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરાયું છે. અંબાજી અને અંબાજી જતા તમામ માર્ગો જયઅંબેના નાદથી ગુંજી ઉઠશે. વિવિધ જગ્યાએ સેવા કૅમ્પોનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતના તમામ ખૂણે થી ભાવિક ભક્તો પગપાળા અંબાજી દર્શન કરવા જાય છે.
જેમાં પદયાત્રીઓએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 15 વર્ષથી જગત જનની મા અંબાના દર્શન કરવા જઈએ છીએ. માં અંબા પ્રત્યે અમને અતૂટ શ્રદ્ધા છે. માં અંબા બધાની મનોકામના પૂર્ણ કરે છે.