જાણીતા મોટિવેશનલ સ્પીકર અને લાઈફ કોચ સ્નેહ દેસાઈનો 4 વર્ષ પછી ફરી અમદાવાદમાં તેમનો ટ્રાન્સ્ફોર્મેટિવ “ચેન્જ યોર લાઈફ” વર્કશોપ યોજાયેલ છે. આ અત્યંત અપેક્ષિત 3 દિવસની ઇવેન્ટ 19મી, 20મી અને 21મી એપ્રિલ, 2024ના રોજ ક્લબ O7, અમદાવાદ ખાતે યોજાયેલ છે, જે ઉપસ્થિતોને વ્યક્તિગત વિકાસ અને સ્વ-શોધ તરફ પ્રેરણાદાયી અને જ્ઞાનપ્રદ પ્રવાસનું વચન આપે છે. આ સેમિનાર તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન ઇચ્છતા કોઈપણ વ્યક્તિઓ માટે રચાયેલ છે – જેઓ શીખવા અને તેમના જીવનને આગલા સ્તર પર લાવવા માટે ઉત્સુક છે. આ વર્કશોપના પ્રથમ દિવસે આશરે 1500 જેટલા લોકો એ ભાગ લીધો હતો જેમાં, વ્યક્તિ પોતાના વિચારોને કઈ રીતે બદલી શકે છે અને નવા માર્ગો શોધી શકે છે અને તે ઉપરાંત કોઈપણ ધ્યેયને નક્કી કરીને તેને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.