ભારત ના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મહાન ગાયક કલાકાર મોહમ્મદ રફી સાહેબની ૩૧ જુલાઇએ મરણતિથિ આવી રહી છે તેથી રફી સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શહેરની ગણ્યામાન્ય વર્સેટાઇલ સિંગર ડૉ. મિતાલી નાગ (આર્ક ઇવેન્ટ્સ)એ ભવ્ય શ્રદ્ધાંજલિ સંગીત કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં કર્યું હતું, જેમાં તેમને જાણીતા ગાયક ચિરાગ દેસાઇ એ સાથ આપ્યો હતો જેમાં બન્નેએ મળી ને રફી સાહેબ ના સોલો તથા યુગલ ગીતો પ્રસ્તુત કરી હાજર શ્રોતાઓ ને અભિભૂત કારી દીધા હતા.
ભાવવિભોર આ પ્રસ્તુતિમાં મોટી સંખ્યામાં શહેરની નામાંકિત હસ્તીઓ તથા સંગીત પ્રેમીઓએ હાજર રહી કાર્યક્રમને દિલથી વખાણ્યો હતો અને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉમેશ માખીજાજી કે જેઓ એ વિશ્વનું પ્રથમ રફી મંદિર બનાવ્યું છે અને રફી પ્રેમી તરીકે જાણીતા છે તે હાજર રહ્યા હતા તે સિવાય એચ બી કાપડિયા સ્કૂલના સર્વેસર્વા મુક્તક કાપડિયાજી તેમની પત્ની સાથે તથા બીજા જાણીતા કલાકારો તથા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તથા બધાએ દિલથી રફી સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે યોગેશ ભટ્ટજીએ સેવા આપી હતી.
You may also like
-
અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે ફિલ્મ ‘ગેટ સેટ ગો’ની ‘ટીમ ચિરંજીવી’ માનવતાના કાર્ય માટે આગળ આવી: ગુલબાઈ ટેકરાના પ્રભાવિત પરિવારોને ફૂડ પેકેટ્સ અને પીવાના પાણીનું વિતરણ કર્યું
-
જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું 24 જુલાઈએ કર્ણાવતીમાં અભિનંદનચાતુર્માસ મહોત્સવમાં મળશે પાવન સાન્નિધ્ય
-
ધર્મથી સમાજ પરિવર્તન: પૂજ્ય વિરલબાપુએ જાહેર કર્યો અંતિમધામ ટ્રસ્ટનો રાષ્ટ્રીય સંકલ્પ
-
ગૌશાળામાં પ્રથમ વખત યોજાશે શંકરાચાર્યના ચાતુર્માસ, પથમેડામાં 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ભવ્ય આયોજન
-
જાતીય શિક્ષણ અંગેના મૌનને તોડવા ‘ઝેડ કેડ ગ્રુપ’ પ્રેરિત વિશેષ પેનલ ડિસ્કશન અને ડૉ. ભદ્રાયુ વછરાજાની લિખિત પુસ્તક ‘નો યોરસેલ્ફ’ (Know Yourself) નું ભવ્ય વિમોચન
