• ફિલ્મ 2 ઓગસ્ટ, 2024ના રોજ થશે રિલીઝ
• રાજકોટની જાણીતી કોલેજો અને સ્થળોની પણ લીધી મુલાકાત
રાજકોટ : અપકમિંગ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ “કારખાનું” કે જે દર્શકો માટે કાંઈક અલગ જ સ્વાદ લઈને આવી રહી છે. ફિલ્મનું નામ સાંભળતા જ લોકોને આશ્ચર્ય થાય કે આખરે આ ફિલ્મમાં હશે શું? કાંઈક નવી જ વાર્તા ધરાવતી આ ફિલ્મ પેનોરમા સ્ટુડિયોઝના બેનર હેઠળ “મર્કટ બ્રોસ” પ્રોડક્શન હાઉસ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. તાજેતરમાં જ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું, જે દર્શકોને ઘણું પસંદ આવી રહ્યું છે. ફિલ્મની સ્ટારકાસ્ટ મકરંદ શુક્લા, હાર્દિક શાસ્ત્રી તથા પાર્થ મધુકૃષ્ણ અને ફિલ્મના ડિરેક્ટર ઋષભ થાનકી રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે વિવિધ કોલેજો અને સ્થળોની મુલાકાત લીધી હતી અને ફિલ્મ અંગે ચર્ચા કરી હતી.ઉલ્લેખનીય છે કે ફિલ્મ 2 ઓગસ્ટ , 2024ના રોજ રિલીઝ થઇ રહી છે.
કલાકારોની દમદાર એક્ટિંગ, કોમેડી ટાઈમિંગ, અને અદભૂત બીજીએમના કારણે આ ફિલ્મ દર્શકોને જરૂર પસંદ આવશે. ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીયે તો પ્રખ્યાત લેખિકા અને અભિનેત્રી કાજલ ઓઝા વૈદ્ય, અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લા, રાજૂ બારોટ જેવા પ્રતિભાશાળી કલાકારોની સાથે પાર્થ મધુકૃષ્ણ, હાર્દિક શાસ્ત્રી, હર્ષદીપસિંહ જાડેજા અને દધીચી ઠાકર જેવા યુવા કલાકારો એ પોતાની અદ્ભૂત એક્ટિંગ દ્વારા ફિલ્મમાં ચાર ચાંદ લગાડી દીધા છે. આ ફિલ્મનું નિર્દેશન ઋષભ થાનકી એ કર્યું છે. ગુજરાતી ફિલ્મોને નવા આયામો ઉપર લઈ જવાના સંકલ્પ સાથે મર્કટ બ્રોસની ટીમ આ ફિલ્મ લઈને આવી રહી છે જે પાર્થ મધુકૃષ્ણ, ઋષભ થાનકી તથા પૂજન પરીખ દ્વારા લિખિત છે.

ફિલ્મના ટ્રેલર ઉપરથી સ્પષ્ટ થાય છે કે કારખાનું ખરેખર વિશેષ ફિલ્મ છે. મેકર્સ એ કોલેજ વિઝિટ દરમ્યાન જણાવ્યું કે “ટ્રેલર અથવા પોસ્ટર જોઈને કોઈ ધારણા બાંધતા નહીં, કેમ કે કારખાનું માટે કરેલું દરેક પ્રિડીક્શન ખોટું જ પડશે.” સૌરાષ્ટ્રની તળની કોઈ લોક-વાર્તા ને લઈ ને નવી ટેક્નોલોજી અને હોલીવુડ કક્ષાની ફિલ્મ બની છે. તળપદી ભાષાના ડાયલોગ્સ પણ મજ્જો પડાવી દે તેવા છે. ફિલ્મમાં એક ગામની વાત કરવામાં આવી છે જ્યાં એક કારખાનામાં 3 કારીગરો રાત્રે કામ અર્થે જાય છે અને ત્યાં ભૂત હોવાની વાતની જાણ થતાં આગળ શું થાય છે તે તો આ ફિલ્મ થકી જ જોવું રહ્યું. ટૂંકમાં કહી શકાય કે આ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ છે. તો આવી રહી છે ફિલ્મ “કારખાનું” 2 ઓગસ્ટ, 2024ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં.
You may also like
-
વિજયગીરી બાવાની નવી ગુજરાતી ફિલ્મ ‘અંબા’નું પ્રથમ ભક્તિમય ગરબા ગીત ‘અંબા રમવા આવે’ લોન્ચ
-
અમદાવાદમાં IAF EDI+IONS ની બીજી એડિશનનું આયોજન : શહેરના આર્ટ, ડિઝાઇન અને આર્કિટેક્ચરના સમૃદ્ધ વારસાની ઉજવણી
-
Divine Unveiling of the First Look Poster of the First Gujarati Pan-India Film ‘Shree Kesari Nandan’ at Shree Kashtbhanjan Dev Sarangpur Dham
-
વીકએન્ડ માટે પરફેક્ટ પિક્ચર: પરિવાર સાથે મનોરંજન માણવા માટે અચૂક જુઓ ‘ચટણી’
-
ઈન્ડિયા આર્ટ ફેર (IAF) EDI+IONS ની બીજી એડિશન અમદાવાદમાં લોન્ચ થઈ રહી છે, જે શહેરના આર્ટ, ડિઝાઇન અને સ્થાપત્ય (આર્કિટેક્ચર)ના સમૃદ્ધ વારસાની ઉજવણી કરે છે
