21 જૂન, 2024, અમદાવાદ : ઇન્ટરનેશનલ યોગા દિવસની દેશભરમાં વિશેષ ઉજવણી કરવામાં આવે છે, તે અંતર્ગત અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે આવેલ આશિમા ટાવરના સભ્યો દ્વારા ગ્યાનિશ યોગાના સહયોગથી વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

ગ્યાનિશ યોગાના ફાઉન્ડર પ્રિયા કશ્યપે જણાવ્યું કે, “ઇન્ટરનેશનલ યોગા ડે શરૂ થયા બાદ ગ્લોબલ લેવલ સુધી તેનું મહત્વ ઘણું જ વધ્યું છે. યોગ એઝ અ કરિયરથી લઈને ફિટનેસ વગેરે બાબતે યોગનું મહત્વ વધ્યું છે. અમદાવાદીઓ પણ યોગ પ્રત્યે આકર્ષિત થયા છે. આ યોગાફેસ્ટ દ્વારા લોકોમાં યોગા પ્રત્યે જાગૃતતા આવે અને ફક્ત એક જ દિવસ માટે નહિ પરંતુ પોતાના રોજબરોજના નિત્યક્રમમાં પણ યોગને સમાવે તેનો સંદેશ આપવા માંગીએ છીએ. આશિમા ટાવર્સના સભ્યોનો યોગા પ્રત્યેનો ઉત્સાહ ખરેખર સરાહનીય હતો. આજે યોગા દ્વારા લોકો પોતાની કારકિર્દી પણ ઘડી રહ્યાં છે.યોગાને કારણે ઘણાં રોગો નિવારી શકાય છે. સાયન્સ પણ કહે છે કે યોગાનો સમાવેશ નિત્ય ક્રમમાં કરવો જોઈએ”
You may also like
-
અમદાવાદમાં હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે આર્ટિસ્ટ રાજેન્દ્ર કડિયાનું સોલો એક્ઝિબિશન
-
અમદાવાદમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિત્તે પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઓફ હ્યુમન રાઇટ્સ (PFHR) દ્વારા રાષ્ટ્રીય સંમેલનનું સફળ આયોજન
-
શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ, અમદાવાદના 36માં સમૂહ લગ્નોત્સવ “કન્યાદાન-3” નું ભવ્ય આયોજન
-
મહિલા સશક્તિકરણની ઉજવણી: ‘વી હેલ્પ – પ્રોજેકટ ઉર્જા’ દ્વારા 6 માર્ચે યોજાશે ‘ઊર્જા એવોર્ડ્સ 2026’, અનાર પટેલ મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત
-
વૈશ્ચિક તકોની જાગૃતિ વધારવાના નેમ સાથે સી.એ. રિન્કેશ શાહ ICAI અમદાવાદના ચેરમેન તરીકે નિયુક્ત થયા
