રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નિષ્ણાંત ડોક્ટર હાર્દિક ધમસાણિયા ખભા અને ઘૂંટણ માટેની સારવારના સુપરસ્પેશિયાલિસ્ટ છે. તેઓ પોતાની સૂઝ-બુઝથી દર્દીથી તકલીફ દૂર કરવામાં અગ્રેસર રહે છે. તાજેતરના કેસની વાત કરીયે તો એક 33 વર્ષીય વ્યક્તિ પોતાના બાઇક પરથી લપસી ગયા હતા અને તેમના જમણા ઘૂંટણમાં ઇજા થઈ. આ કારણથી તેમને પગમાં અસહ્ય પીડા અને અસ્થિરતા સર્જાઈ. છતાં પણ તેઓ ચાલી શકતા હતાં પણ સહેજ લંગડાતા હતા. તેથી ચિંતિત થઈને તેઓ ટ્રોમા અને આર્થ્રોસ્કોપીના નિષ્ણાત ડૉ. હાર્દિક ધમસાણિયા પાસે સારવાર અર્થે ગયા.
ડૉ. હાર્દિક ધમસાણિયા (કન્સલ્ટન્ટ, આર્થોસ્કોપી, આર્થ્રોપ્લાસ્ટી અને ટ્રોમા સર્જન. વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ) એ જણાવ્યું હતું કે, “દર્દીના એક્સ-રેમાં કોઈ પ્રકારની સમસ્યા જણાઈ નહિ પરંતુ એમઆરઆઈ કરતાં માલૂમ થયું કે તેમના એસીએલમાં કોમ્પલેટ ટીયર છે અને તેમના મેડિઅલ મેનિસ્કસમાં સર્વર (ગંભીર) ટીયર છે., જેમાં બકેટ હેન્ડલ અને રેડિયલ ટીયર હતી. અમે તેમને એસીએલ ઠીક કરવા અને ઇનસાઇડ-આઉટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મેનિસ્કસને સુધારવા માટે આર્થ્રોસ્કોપિક સર્જરીની ભલામણ કરી.”
સર્જરી યોગ્ય રીતે થઇ અને દર્દીના એસીએલનું સફળતાપૂર્વક પુનઃનિર્માણ કરવામાં આવ્યું, અને તેમના મેનિસ્કસ રિપેર કરવામાં આવ્યા. સર્જરી બાદ, દર્દીએ રિહેબિલિટેશન પ્રોગ્રામને પણ અનુસર્યો, જેમાં તેમના ઘૂંટણમાં સ્ટ્રેન્થ અને મોબિલિટી પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરવા માટેની ફિઝિકલ થેરાપી પણ સમાવિષ્ટ હતી.
ઉલ્લેખનીય છે કે દર્દી એક મહિનાની અંદર, ઘૂંટણની સ્થિરતા અને કાર્યમાં સુધારા સાથે તેમની સામાન્ય પ્રવૃત્તિઓમાં પરત ફર્યા.
You may also like
-
ફોર્ટિસ મુલુંડમાં રક્ષાબંધન પર ભાઈએ બહેનને આપ્યું જીવનદાયી લિવરનું દાન – નવી જીંદગીની ભેટ!
-
ભાગ્યે જ જોવા મળતાં ટ્યુમરનો જીસીએસ હોસ્પિટલમાં સફળ ઈલાજ
-
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, કલર્સ કલાકારો તેમના માટે યોગનો અર્થ શું છે તે જણાવે છે
-
સર્વિયર ઈન્ડિયા ભારતમાં રજૂ કરે છે ‘ઈવોસાઈડેનિબ’ (ટિબસોવો®), વિરલ આઈડીએચ1- મ્યુટેટેડ એએમએલ અને કોલેંગિયોકારસિનોમા માટે ઑન્કોલૉજીમાં પોતાની શ્રેણીમાં પ્રથમ ટાર્ગેટેડ થૅરેપી
-
કન્ઝ્યૂમર ચોઇસ સેન્ટર તરફથી WHOના સંચાલન અને કામગીરીમાં મોટા ફેરફારની માંગ, સભ્યદેશોની ફરજિયાત ફાળવણી વધારવાની મંજૂરી વચ્ચે આવકાર
