અમદાવાદ: સુપ્રસિદ્ધ ગાયક કિશોર અને કુમાર સાનુના અવાજમાં સ્વરબધ્ધ કરાયેલ ગીતો કોને ના ગમે? નાના- મોટા સૌ કોઈને તેમના મેલોડી સોન્ગ્સ સાંભળવા ગમે છે. તેથી તેમના ચાહકો માટે હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમદાવાદના ટાગોર હોલ ખાતે “લેકર હમ દીવાના દિલ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન નીતિન સુમંત શાહ ઉપસ્થિત રહ્યાં હતા. આ સમગ્ર કોન્સેપ્ટ અનિતા પાલા (યુકે)નો હતો.

“લેકર હમ દીવાના દિલ” કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ શ્રોતાઓને આનંદ વિનોદ (બરોડા), ડો. મિતાલી નાગ (ઈન્ટરનેશનલ વર્સેટાઈલ સિંગર) અને આલોક કઠડરે (ઇન્ટરનેશનલ સિંગર, મુંબઈ) જેવાં ટેલેન્ટેડ સિંગર્સે પોતાના મધુર અવાજથી મંત્રમુગ્ધ કર્યા હતા. આ સમગ્ર ઇવેન્ટ આર્ક ઈવેન્ટ્સ દ્વારા સપોર્ટેડ હતી. ઉપરાંત ડિઝાઇન અને મેનેજમેન્ટ સૌરીન જરમારવાલા દ્વારા કરવામાં આવ્યું હતું. કલાકારોની ઓળખ ભૂમિજ ત્રિવેદી દ્વારા કરાવવામાં આવી હતી. આ ઇવેન્ટ દરમિયાન ઓર્કેસ્ટ્રા મિતેષ દેસાઈનું હતું જેઓએ આ ઇવેન્ટને ચાર ચાંદ લગાવી દીધા હતા.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યાં હતા અને મિતાલી નાગ દ્વારા શીશા હો યા દિલ હો, આનંદ વિનોદ દ્વારા પાંચ રૂપૈયા બારા આના અને આલોક કઠડરે દ્વારા એક લડકી કો દેખા તો ઐસા લગા અને અન્ય ઘણાં સુપ્રસિદ્ધ ગીતો સાંભળીને મંત્રમુગ્ધ થઇ ગયા હતા.
You may also like
-
જય સોમનાથ શાળા, મણિનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ૩૦ વર્ષ બાદ રિયુનિયન
-
સરદારધામ દ્વારા ૧,૧૫૦ તેજસ્વી વિદ્યાર્થીઓને રૂ. ૫ કરોડની ઉચ્ચ શિક્ષણ સહાય યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ
-
નયન જૈને રચ્યો ઇતિહાસ: વિશ્વની સૌથી કઠિન ‘NorthCape4000’ સાયકલ ચેલેન્જ ૧૯ દિવસમાં પૂર્ણ કરી અમદાવાદનું નામ રોશન કર્યું
-
“15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટી માર્કનું ભવ્ય સન્માન
-
અટીરાની કોમ્પોઝિટ નવીનતાએ ભરી ઉડાન
