બજારના વિવિધ બિઝનેસ સાયકલમાં ઊભી થતી રોકાણની તકોનો લાભ લેવા બજાજ AMCએ ‘બજાજ ફિનસર્વ બિઝનેસ સાયકલ ફંડ’ લોન્ચ કર્યો

મુખ્ય વિશેષતાઓ:

  • એકબીજા સાથે જોડાયેલા વિવિધ આર્થિક અને બિઝનેસ સાયકલનું વિશ્લેષણ કરીને રોકાણની નવી તકો ઓળખવા પર ધ્યાન.
  • માત્ર અલગ-અલગ સેક્ટર જ નહીં, પરંતુ દરેક સેક્ટરની અંદરના વિવિધ ઉદ્યોગોમાં પણ રોકાણની તકો શોધવાનો અભિગમ.
  • રોકાણના નિર્ણયો માટે બજાજ AMCની ‘ઇનક્યુબ’ (INQUBE) રોકાણ પદ્ધતિનો ઉપયોગ, જેમાં માહિતી આધારિત, આંકડાકીય અને વર્તણૂક આધારિત વિશ્લેષણનો સમાવેશ થાય છે.
  • વિવિધ માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી કંપનીઓ અને રોકાણની અલગ-અલગ શૈલીઓમાં રોકાણ કરવાની સુગમતા. લઘુત્તમ રોકાણ માત્ર ₹500.

મુંબઈ, 20 નવેમ્બર, 2026: બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (બજાજ AMC)એ ‘બજાજ ફિનસર્વ બિઝનેસ સાયકલ ફંડ’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે, જે બિઝનેસ સાયકલ આધારિત થીમમાં રોકાણ કરશે. આ ફંડનો હેતુ બિઝનેસ સાયકલના વિવિધ તબક્કામાં લાભ મેળવી શકે તેવી કંપનીઓને ઓળખવાનો અને બદલાતી પરિસ્થિતિ મુજબ વિવિધ સેક્ટર તથા ઉદ્યોગોમાં રોકાણની ફાળવણીમાં ફેરફાર કરવાનો છે.

આ ફંડનો ન્યૂ ફંડ ઓફર (NFO) 20 નવેમ્બર, 2026ના રોજ ખુલશે અને 4 ડિસેમ્બર, 2026ના રોજ બંધ થશે.

આ ફંડની રોકાણ વ્યૂહરચના એ વિચાર પર આધારિત છે કે રોકાણની તક માત્ર કંપનીની મજબૂતી કે તેના બિઝનેસની ગુણવત્તા પર જ નિર્ભર નથી. કંપની હાલમાં તેના બિઝનેસ સાયકલના કયા તબક્કામાં છે, તે પણ એટલું જ મહત્ત્વનું છે.

આ અભિગમ હેઠળ ફંડ આર્થિક વૃદ્ધિ, વ્યાજદર, ધિરાણની સ્થિતિ, વપરાશ, કોમોડિટી બજાર, કંપનીઓની કમાણી અને મૂડી ખર્ચમાં થતા ફેરફારોનું વિશ્લેષણ કરશે. આ ઉપરાંત કંપનીઓના વેલ્યુએશન અને રોકાણકારોના બજાર પ્રત્યેના વલણને પણ ધ્યાનમાં રાખીને રોકાણની નવી તકો શોધવામાં આવશે.

ફંડના લોન્ચ અંગે બજાજ AMCના મેનેજિંગ ડિરેક્ટર ગણેશ મોહને જણાવ્યું હતું કે, “જ્યારે બિઝનેસ સાયકલ બદલાય છે અને વિવિધ સેક્ટરમાં નવી અગ્રણી કંપનીઓ આગળ આવે છે, ત્યારે ઘણીવાર રોકાણની નવી તકો ઊભી થાય છે. બજાજ ફિનસર્વ બિઝનેસ સાયકલ ફંડનો હેતુ બિઝનેસ સાયકલને સમજીને તૈયાર કરેલી શિસ્તબદ્ધ રોકાણ વ્યૂહરચના દ્વારા આ ફેરફારોનો લાભ લેવાનો છે. આ ફંડ મારફતે અમે રોકાણકારોને ભારતની બદલાતી વિકાસયાત્રામાં ભાગીદાર બનવાની તક આપવા માગીએ છીએ.”

વિવિધ સેક્ટર અને તેની અંદરના ઉદ્યોગોમાં રોકાણની તકોની ઓળખ

બજાજ ફિનસર્વ બિઝનેસ સાયકલ ફંડની રોકાણ વ્યૂહરચના માત્ર સેક્ટરના વ્યાપક વલણો સુધી મર્યાદિત નહીં રહે. એક જ સેક્ટરની અંદર અલગ-અલગ ઉદ્યોગો તેમના બિઝનેસ સાયકલના જુદા-જુદા તબક્કામાં હોઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ફંડ આવા ઉદ્યોગોમાં રહેલી સંભવિત રોકાણની તકો પણ શોધશે.

ઉદાહરણ તરીકે, ઓટોમોબાઇલ સેક્ટરમાં ટુ-વ્હીલર, પેસેન્જર વાહનો અને કોમર્શિયલ વાહનોની માંગ અલગ-અલગ હોઈ શકે છે. તેવી જ રીતે, ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરમાં બેન્કો, નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) અને વીમા કંપનીઓ પર વ્યાજદરમાં થતા ફેરફારોની અસર અલગ રીતે પડી શકે છે.

આ અંગે બજાજ AMCના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર (CIO) નિમેશ ચંદને જણાવ્યું હતું કે, “મોટાભાગના બિઝનેસ કોઈને કોઈ રીતે આર્થિક અથવા ધિરાણ ચક્ર સાથે જોડાયેલા હોય છે. તેથી આ ચક્રોની અસર તેમના કામકાજ અને કામગીરી પર પડે છે. જે રોકાણકારો આ ચક્રોને સારી રીતે સમજે છે, તેઓ બિઝનેસ સાયકલમાં મંદી હોય ત્યારે મજબૂત કંપનીઓના શેર આકર્ષક વેલ્યુએશન પર ખરીદવાની તકો ઓળખી શકે છે.

આ ફંડ દ્વારા અમારો પ્રયાસ વ્યાપક આર્થિક પરિસ્થિતિ પર આધારિત ટોપ-ડાઉન વિશ્લેષણ અને કંપની સ્તરના બોટમ-અપ વિશ્લેષણને એકસાથે ઉપયોગમાં લેવાનો રહેશે. આ રીતે અમે પોર્ટફોલિયોને એવી રીતે ગોઠવવાનો પ્રયાસ કરીશું કે ભવિષ્યમાં વિવિધ બિઝનેસ અને સેક્ટરમાં આવનારી તેજીનો લાભ મળી શકે.

જેમ સમુદ્રમાં આવનારા આગામી મોજાને પકડવા માટે સર્ફર અગાઉથી યોગ્ય જગ્યાએ પોતાને તૈયાર રાખે છે, તેમ અમારો પ્રયાસ પણ સમગ્ર બજારનું ધ્યાન જાય તે પહેલાં જ રોકાણની સંભવિત તકો ઓળખવાનો અને તેનો લાભ લેવાનો રહેશે,” એમ તેમણે ઉમેર્યું હતું.

રોકાણ પ્રક્રિયામાં ‘ઇનક્યુબ’ (INQUBE)ની મહત્ત્વપૂર્ણ ભૂમિકા

આ ફંડની રોકાણ પ્રક્રિયામાં બજાજ AMCની વિશિષ્ટ રોકાણ પદ્ધતિ ‘ઇનક્યુબ’ (INQUBE) નો ઉપયોગ કરવામાં આવશે.

આ રોકાણ પદ્ધતિમાં ત્રણ મુખ્ય બાબતોનો સમાવેશ થાય છે:

  • ઇન્ફોર્મેશન એજ (Information Edge): માહિતીના આધારે મળતો વિશેષ લાભ.
  • ક્વોન્ટિટેટિવ એજ (Quantitative Edge): આંકડાકીય વિશ્લેષણ દ્વારા મળતો વિશેષ લાભ.
  • બિહેવિયરલ એજ (Behavioural Edge): રોકાણકારોના વર્તન અને માનસિકતાની સમજ દ્વારા મળતો વિશેષ લાભ.

આ ત્રણેય બાબતોની મદદથી બિઝનેસની સ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરવું, આંકડા અને માહિતીના આધારે રોકાણના નિર્ણયો લેવામાં શિસ્ત જાળવવી તથા વર્તણૂક સંબંધિત પૂર્વગ્રહોની અસર ઘટાડવી શક્ય બની શકે છે.

ફંડની મુખ્ય વિગતો

બજાજ ફિનસર્વ બિઝનેસ સાયકલ ફંડ વિવિધ માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી કંપનીઓમાં અને રોકાણની અલગ-અલગ શૈલીઓ મુજબ રોકાણ કરી શકશે.

ફંડના ઇક્વિટી રોકાણનું સંચાલન સૌરભ ગુપ્તા અને ભરત હેગડે કરશે, જ્યારે ફિક્સ્ડ ઇન્કમ રોકાણની જવાબદારી સિદ્ધાર્થ ચૌધરી સંભાળશે.

આ સ્કીમનો બેન્ચમાર્ક BSE 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI) રહેશે.

આ સ્કીમમાં રેગ્યુલર અને ડાયરેક્ટ એમ બંને પ્લાન ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત ગ્રોથ અને ઇન્કમ ડિસ્ટ્રિબ્યુશન કમ કેપિટલ વિડ્રોઅલ (IDCW) વિકલ્પો પણ ઉપલબ્ધ રહેશે.

રોકાણકારોની સુવિધા માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP), સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન (SWP) અને સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન (STP) જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.

આ સ્કીમમાં લઘુત્તમ પ્રારંભિક રોકાણ ₹500 રહેશે. ત્યારબાદ ₹1ના ગુણાંકમાં વધારાનું રોકાણ કરી શકાશે. પછીના રોકાણ માટેની અરજીમાં લઘુત્તમ રકમ ₹100 રહેશે અને તે પણ ₹1ના ગુણાંકમાં હોવી જરૂરી છે.

યુનિટની ફાળવણીની તારીખથી ત્રણ મહિનાની અંદર યુનિટ રિડીમ કરવામાં આવે અથવા અન્ય સ્કીમમાં સ્વિચ આઉટ કરવામાં આવે તો લાગુ પડતી નેટ એસેટ વેલ્યુ (NAV)ના 1 ટકા જેટલો એક્ઝિટ લોડ લાગશે. ત્રણ મહિના પછી કોઈ એક્ઝિટ લોડ લાગશે નહીં.

લાંબા ગાળે સંપત્તિ સર્જન પર ધ્યાન

બજાજ ફિનસર્વ બિઝનેસ સાયકલ ફંડ એવા રોકાણકારો માટે તૈયાર કરવામાં આવ્યો છે, જેઓ બિઝનેસ સાયકલના વિવિધ તબક્કામાં રહેલા સેક્ટર અને કંપનીઓના ઇક્વિટી તથા ઇક્વિટી સંબંધિત રોકાણ સાધનોમાં મુખ્યત્વે રોકાણ કરીને લાંબા ગાળે સંપત્તિ સર્જન કરવા માગે છે.

આ સ્કીમનું જોખમ સ્તર ‘અતિ ઊંચું’ (Very High) છે. આ સ્કીમ પોતાની રોકાણ જરૂરિયાતો માટે યોગ્ય છે કે નહીં તે અંગે કોઈ શંકા હોય તો રોકાણકારોએ રોકાણ કરતાં પહેલાં પોતાના નાણાકીય સલાહકારની સલાહ લેવી જોઈએ.

#The above product labelling assigned during the New Fund Offer (NFO) is based on internal assessment of the Scheme Character may vary post NFO when the actual investments are made.

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

About Bajaj Asset Management Limited

(Formerly Bajaj Finserv Asset Management Limited)

Bajaj Asset Management Limited (BAML) is a 100% subsidiary of Bajaj Finserv Limited. Backed by one of India’s most respected brands, BAML offers an array of innovative investment solutions using a differentiated approach to investing, including but not limited to, mutual funds (equity, debt, hybrid). Alsoportfolio management services and alternative investment funds, subject to regulatory approval. With a future-focused investment strategy, it aims to help every Indian achieve life’s financial goals.

  To know more, visit www.bajajamc.com      

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *