‘એક શામ સંગીત કે નામ’માં સંગીતની સૂરમય સંધ્યા

અમદાવાદ: મારુતિ ઈવેન્ટ્સ – ફનકાર ગ્રુપ દ્વારા આયોજિત કરાઓકે સંગીત કાર્યક્રમ ‘એક શામ સંગીત કે નામ’ સંગીતપ્રેમીઓ માટે યાદગાર બની રહ્યો.

આ કાર્યક્રમની વિશેષતા જાણીતા સંગીત નિર્દેશક જોડી સમીર – મના રહ્યા, જેમણે પોતાની વિશેષ ઉપસ્થિતિ દ્વારા કાર્યક્રમની શોભા વધારી અને ઉપસ્થિત ગાયકોને ગાયન અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન, ઉપયોગી સૂચનો અને પોતાના સંગીતના અનુભવો વહેંચ્યા.

આ પ્રતિષ્ઠિત સંગીત નિર્દેશક જોડીને કાર્યક્રમમાં વિશેષ નિમંત્રણ આપવા તેમજ સમગ્ર અતિથિ વ્યવસ્થાપનની જવાબદારી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ટેરોટ રીડર અને જાણીતા કાર્યક્રમ આયોજક પુનીતજી લુલ્લા દ્વારા સંભાળવામાં આવી હતી. પુનીતજી લુલ્લાના પ્રયાસોથી આ પ્રતિષ્ઠિત મહેમાનોની ઉપસ્થિતિ શક્ય બની અને કાર્યક્રમને એક વિશેષ ઊંચાઈ મળી.

સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન અને સફળ સંચાલન ભાવેશ જેસ્વાલ દ્વારા કરવામાં આવ્યું હતું. સંગીતપ્રેમીઓ અને ગાયકોને એક મંચ પર લાવીને ભાવેશ જેસ્વાલે આ સુંદર સંગીતમય સાંજને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

પુનીતજી લુલ્લાના અતિથિ વ્યવસ્થાપન અને ભાવેશ જેસ્વાલના શ્રેષ્ઠ આયોજનથી ‘એક શામ સંગીત કે નામ’ સંગીત, શિક્ષણ અને મનોરંજનનો સુંદર સંગમ બની રહ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *