ઈન્ડિયા આર્ટ ફેર (IAF) EDI+IONS ની બીજી એડિશન અમદાવાદમાં લોન્ચ થઈ રહી છે, જે શહેરના આર્ટ, ડિઝાઇન અને સ્થાપત્ય (આર્કિટેક્ચર)ના સમૃદ્ધ વારસાની ઉજવણી કરે છે

  • ગયા વર્ષે હૈદરાબાદમાં તેની પ્રથમ આવૃત્તિની ભવ્ય સફળતા બાદ, ઈન્ડિયા આર્ટ ફેર ‘IAF EDI+IONS’ ની બીજી આવૃત્તિ અમદાવાદમાં લઈને આવી રહ્યું છે, જે 19-20 સપ્ટેમ્બર 2026 દરમિયાન ધ બેરોનેટ હાઉસ (સંજય એમ.એસ. રાવલ સ્કિલ સેન્ટર) ખાતે યોજાશે.

IAF EDI+IONS અમદાવાદમાં અમદાવાદ સ્થિત 4 ગેલેરીઓ સહિત 18 સહભાગીઓને એકસાથે લાવવામાં આવી રહ્યા છે, જે સમગ્ર ભારતના આધુનિક અને સમકાલીન આર્ટ અને ડિઝાઇનના અગ્રણી અવાજોની સાથે અમદાવાદની આગવી કલાત્મક ઇકોસિસ્ટમ પર પ્રકાશ પાડશે.

18 સપ્ટેમ્બરથી શરૂ થતો શહેર-વ્યાપી કાર્યક્રમ આ પ્રદર્શનથી આગળ વધીને ગેલેરી વૉકથ્રુ, આર્ટિસ્ટ ઓપન સ્ટુડિયો, પ્રદર્શનો, સંગીત, સંવાદો અને સાંસ્કૃતિક પરિસંવાદો સુધી વિસ્તરશે. આ આયોજન ઝાયડસ ફાઉન્ડેશન, કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ, કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ, રો મેંગો અને આર્કિટેક્ચરલ ડાઇજેસ્ટ (AD) જેવા ભાગીદારોના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.

BMW ઇન્ડિયા IAF EDI+IONS ના ‘પ્રેઝન્ટિંગ પાર્ટનર’ તરીકે તેની ભૂમિકા ચાલુ રાખે છે, જે ઈન્ડિયા આર્ટ ફેર સાથેના તેના લાંબા ગાળાના સહયોગને આગળ ધપાવે છે અને આ ટ્રાવેલિંગ ફોર્મેટ સમગ્ર ભારતમાં નવા સાંસ્કૃતિક ક્ષેત્રોમાં વિસ્તરે તે માટે ટેકો આપે છે.

ગયા વર્ષે હૈદરાબાદમાં તેની પ્રથમ આવૃત્તિની સફળતા પછી, ઈન્ડિયા આર્ટ ફેર અમદાવાદમાં IAF EDI+IONS ની બીજી એડિશન લાવી રહ્યું છે. આ પ્રયાસ પ્રાદેશિક ક્ષેત્રે વિસ્તાર વધારવા અને સમગ્ર ભારતમાં આર્ટ ઇકોસિસ્ટમને મજબૂત કરવાની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે – જે સમગ્ર દક્ષિણ એશિયામાંથી શ્રેષ્ઠ આર્ટ અને સંસ્કૃતિની ઉજવણી કરે છે.

19-20 સપ્ટેમ્બર 2026 દરમિયાન ધ બેરોનેટ હાઉસ (સંજય એમ.એસ. રાવલ સ્કિલ સેન્ટર) ખાતે યોજાઈ રહેલ IAF EDI+IONS અમદાવાદ 18 અગ્રણી ગેલેરીઓને એકસાથે લાવે છે – જેમાં અમદાવાદ સ્થિત 4 ગેલેરીઓ, 2 ડિઝાઇન સહભાગીઓ અને 1 સંસ્થાનો સમાવેશ થાય છે. આ આયોજન સમગ્ર ભારતમાંથી અગ્રણી સમકાલીન કલાકારોની સાથે અમદાવાદની વાઇબ્રન્ટ આર્ટ અને ડિઝાઇન ઇકોસિસ્ટમ પર પ્રકાશ પાડે છે.

ઐતિહાસિક શાહીબાગ વિસ્તારમાં આવેલી સદીઓ જૂની ઈન્ડો-ગોથિક લેન્ડમાર્ક ઇમારત ‘ધ બેરોનેટ હાઉસ’માં યોજાનારું આ પ્રદર્શન અમદાવાદની આ વિશિષ્ટ હેરિટેજ ઇમારતને કલાત્મક અને સાંસ્કૃતિક આદાનપ્રદાન માટેના એક જીવંત મંચમાં પરિવર્તિત કરે છે.

ઈન્ડિયા આર્ટ ફેરના ફેર ડિરેક્ટર જયા અશોકને જણાવ્યું હતું કે: “હૈદરાબાદમાં અત્યંત પ્રોત્સાહક પ્રથમ આવૃત્તિ બાદ, અમે અમદાવાદમાં IAF EDI+IONS લાવવા માટે અને આ ફોર્મેટને આગળ ધપાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ, જે દરેક શહેરના વિશિષ્ટ સાંસ્કૃતિક ચરિત્રને અનુરૂપ પ્રતિસાદ આપે છે. અમદાવાદ હંમેશાંથી ભારતના સાંસ્કૃતિક પરિદ્રશ્યમાં એક અસાધારણ સ્થાન ધરાવે છે, જે કલાકારો, આર્કિટેક્ટ્સ, ડિઝાઇનરો, કારીગરો, સંગ્રહકર્તાઓ અને સંરક્ષકોની પેઢીઓ દ્વારા ઘડવામાં આવ્યું છે, જેમણે પ્રયોગો અને નવા વિચારોને પ્રોત્સાહન આપ્યું છે. આ આવૃત્તિ દ્વારા, અમે શહેરના સર્જનાત્મક સમુદાય અને સમગ્ર દેશના કલાકારો વચ્ચે નવા સંબંધો બાંધવાની સાથે તે વારસાની ઉજવણી કરવા માંગીએ છીએ. તેના મૂળમાં, EDI+IONS નો હેતુ લોકોને આર્ટ અને સંસ્કૃતિની આસપાસ એકસાથે લાવવાનો, પ્રાદેશિક ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો અને દિલ્હીમાં યોજાતા અમારા વાર્ષિક ફેર સિવાય પણ અર્થપૂર્ણ આદાનપ્રદાનની તકો ઊભી કરવાનો છે.”

BMW ગ્રુપ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને CEO હરદીપ સિંહ બ્રારે જણાવ્યું હતું કે: “BMW ગ્રુપ ઇન્ડિયા, ‘ઇન્ડિયા આર્ટ ફેર EDI+IONS અમદાવાદ’ના પ્રેઝન્ટિંગ પાર્ટનર તરીકે ઈન્ડિયા આર્ટ ફેર સાથે પોતાની ભાગીદારી ચાલુ રાખતા ખૂબ જ આનંદ અનુભવે છે. જેમ જેમ આ ટ્રાવેલિંગ ફોર્મેટ નવા શહેરોમાં વિસ્તરી રહ્યું છે, તેમ તે અર્થપૂર્ણ સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાની અને પ્રેક્ષકોને મોર્ડન તથા સમકાલીન આર્ટ અને ડિઝાઇન સાથે જોડવા માટે નવી તકો ઊભી કરવાની અમારી સહિયારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અમદાવાદ, તેનો સમૃદ્ધ કલાત્મક અને સ્થાપત્ય વારસો, કારીગરીની ભાવના અને નવીનતાની સંસ્કૃતિ સાથે, આ નવા અધ્યાય માટે એક આકર્ષક પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે. અમારા સતત સહયોગ દ્વારા, અમે ભારત અને દક્ષિણ એશિયામાં સંસ્કૃતિના ભવિષ્યને આકાર આપતા સર્જનાત્મક સંવાદ, આદાનપ્રદાન અને વિચારોને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ રહીએ છીએ.”

આ વિકેન્ડની શરૂઆત શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2026ના રોજ અમદાવાદના સમૃદ્ધ કલાત્મક વારસા અને અગ્રણી ગેલેરીઓની ઉજવણી કરતી ‘ગેલેરી વૉકથ્રુ’ શ્રેણી સાથે થશે. આ વિશેષ શહેર-વ્યાપી ઇવેન્ટ મુલાકાતીઓના જૂથોને 079 | STORIES ART GALLERY, ઇરામ મોર્ડન (Iram Modern) અને આર્ચર આર્ટ ગેલેરી (Archer Art Gallery) ખાતે પ્રદર્શિત પ્રદર્શનો દ્વારા લઈ જાય છે, જે ક્યુરેટોરિયલ આંતરદ્રષ્ટિ અને ગેલરિસ્ટ્સ સાથે વાતચીત કરવાની તક પૂરી પાડે છે.

079 | STORIES ART GALLERY ખાતે, આર્ટિસ્ટ ખંજન દલાલ સિરામિક્સમાં એક સ્કલ્પચરલ સિરીઝ ‘ટ્રુથ ઈઝ સ્ટ્રેન્જર ધેન ફિક્શન’ (Truth is Stranger Than Fiction) રજૂ કરે છે. ઇરામ મોર્ડન ‘ધ લિવિંગ અર્થ’ (The Living Earth) રજૂ કરે છે, જે મોર્ડન માસ્ટર્સની પસંદગીની કૃતિઓને એકસાથે લાવે છે. આર્ચર આર્ટ ગેલેરી ગણેશ ગોહાઈનનું સોલો પ્રદર્શન ‘પરિક્રમા’ રજૂ કરે છે, જે આર્ટિસ્ટના સાઠમા જન્મદિવસની ઉજવણી કરે છે અને તેમની કૃતિઓ ગુજરાત, અરુણાચલ પ્રદેશ અને અસમની વાર્તાઓને વણે છે – જે ત્રણ સ્થળો આર્ટિસ્ટના જીવન અને સફર સાથે ઊંડાણપૂર્વક વણાયેલા છે.

અગ્રણી આર્ટ ગેલેરીઓની સાથે, IAF EDI+IONS અમદાવાદ ભારતના સમકાલીન ડિઝાઇન ક્ષેત્રના બે પ્રખ્યાત નામો પણ રજૂ કરે છે. મુંબઈ સ્થિત જ્વેલરી ડિઝાઇન સ્ટુડિયો ‘સ્ટુડિયો રેન’ (Studio Renn), પહેરી શકાય તેવી કલા (વેરેબલ આર્ટ)ને શિલ્પકળાના પ્રયોગ તરીકે નવો આકાર આપે છે, અને આશિષ શાહ પોતાની પ્રખ્યાત ડિઝાઇન અને આર્કિટેક્ચર પ્રેક્ટિસ લાવે છે જે વાબી-સાબી (wabi-sabi) ફિલસૂફીમાં મૂળ ધરાવે છે, જે લાઇટિંગ, ફર્નિચર અને વસ્તુઓમાં આધુનિક સંવેદનાઓ સાથે દેશી કારીગરીને જોડે છે.

સમગ્ર દક્ષિણ એશિયામાં આર્ટ ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને જોડવાના ઈન્ડિયા આર્ટ ફેરના મિશનને આગળ ધપાવતા, IAF EDI+IONS ફેરની વાર્ષિક ક્યુરેટોરિયલ વિઝનને નવા સટી-સ્પેસિફિક સંદર્ભોમાં વિસ્તારે છે. દરેક આવૃત્તિ તેના સ્થાનિક સર્જનાત્મક વાતાવરણમાં ઊંડેથી જોડાયેલી છે, જ્યારે ક્યુરેટેડ પ્રદર્શનો, વૉકથ્રુ અને સંવાદ-આધારિત પ્રોગ્રામિંગ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોને જોડે છે.

Pulkit-Prajapati-Untitled-2025-Transfered-Enamel-Paint-Acrylic-Transfered-Ink-on-Canvas-60-x-60-in.-Courtesy-of-079-STORIES-and-the-artist

બે દિવસીય પ્રોગ્રામમાં 079 | STORIES ART GALLERY (અમદાવાદ), આકાર પ્રકાર (નવી દિલ્હી), આર્ચર આર્ટ ગેલેરી (અમદાવાદ), અશ્વિતાઝ (ચેન્નઈ), ચેટર્જી એન્ડ લાલ (મુંબઈ), એક્સપેરિમેન્ટર (કોલકાતા / મુંબઈ), ઇરામ મોર્ડન (અમદાવાદ), લેટિટ્યુડ 28 (નવી દિલ્હી), નેચર મોર્તે (નવી દિલ્હી / મુંબઈ), ફોટોઇંક (નવી દિલ્હી), સમરા આર્ટ ગેલેરી (અમદાવાદ), શ્રાઇન એમ્પાયર (નવી દિલ્હી), થ્રેશોલ્ડ આર્ટ ગેલેરી (નવી દિલ્હી), વઢેરા આર્ટ ગેલેરી (નવી દિલ્હી), ઝોકા (અમદાવાદ) તેમજ ડિઝાઇન સહભાગીઓ આશિષ શાહ (મુંબઈ) અને સ્ટુડિયો રેન (મુંબઈ), અને સંસ્થા પટી (PATI – જોધપુર) સહિતની પસંદગીની ગેલેરીઓ સામેલ છે. આ શોકેસને તેના આંતરિક ભાગોથી આગળ વધારીને, સમરા આર્ટ ગેલેરી અને પટી (PATI) આઉટડોર પ્રોજેક્ટ્સ રજૂ કરશે, જે ફેરના આર્ટ, ડિઝાઇન અને આર્કિટેક્ચરલ વાતાવરણ વચ્ચેના સંગમનો વધુ વિસ્તાર કરશે.

IAF EDI+IONS અમદાવાદ, BMW ઇન્ડિયાની ભાગીદારીમાં રજૂ કરવામાં આવ્યું છે, જેનો ઈન્ડિયા આર્ટ ફેર સાથેનો સહયોગ હવે તેના 11મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે – જે આ નવા અધ્યાય સાથે ચાલુ રહે છે. આ સાથે હાઉસ ઓફ ઉમરાવ (House of Umrao) સિગ્નેચર પાર્ટનર તરીકે અને ઝાયડસ, કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ, કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ, રો મેંગો, આર્કિટેક્ચરલ ડાઇજેસ્ટ (AD) અને અન્ય પ્રોગ્રામિંગ પાર્ટનર્સનું વધતું નેટવર્ક સામેલ છે.

સમકાલીન આર્ટ અને ડિઝાઇનમાં અગ્રણી અવાજોને અમદાવાદની ગેલેરીઓ, સંસ્થાઓ, સંરક્ષકો અને સર્જનાત્મક સમુદાયો સાથે એકસાથે લાવીને, IAF EDI+IONS અમદાવાદ ભારતભરમાં શોધ અને આદાનપ્રદાન માટે નવી તકો ઊભી કરવાની ઈન્ડિયા આર્ટ ફેરની પ્રતિબદ્ધતાને ચાલુ રાખે છે, જ્યારે પ્રદેશની આર્ટ ઇકોસિસ્ટમને દક્ષિણ એશિયા અને તે પછીના પ્રેક્ષકો સાથે જોડતા સંબંધોને મજબૂત બનાવે છે.

IAF EDI+IONS અમદાવાદ 19-20 સપ્ટેમ્બર 2026 દરમિયાન ધ બેરોનેટ હાઉસ, અમદાવાદ ખાતે ખુલે છે. ઈન્ડિયા આર્ટ ફેરની 18મી આવૃત્તિ 4-7 ફેબ્રુઆરી 2027 દરમિયાન NSIC ગ્રાઉન્ડ્સ, નવી દિલ્હી ખાતે યોજાશે.

એક્ઝિબિટર્સ (પ્રદર્શકો)

079 | STORIES ART GALLERY (અમદાવાદ) | આકાર પ્રકાર (નવી દિલ્હી) | આર્ચર આર્ટ ગેલેરી (અમદાવાદ) | આશિષ શાહ (મુંબઈ) | અશ્વિતાઝ (ચેન્નઈ) | ચેટર્જી એન્ડ લાલ (મુંબઈ) | એક્સપેરિમેન્ટર (કોલકાતા / મુંબઈ) | ઇરામ મોર્ડન (અમદાવાદ) | લેટિટ્યુડ 28 (નવી દિલ્હી) | નેચર મોર્તે (નવી દિલ્હી / મુંબઈ) | પટી (જોધપુર) | ફોટોઇંક (નવી દિલ્હી) | સમરા આર્ટ ગેલેરી (અમદાવાદ) | શ્રાઇન એમ્પાયર (નવી દિલ્હી) | સ્ટુડિયો રેન (મુંબઈ) | થ્રેશોલ્ડ આર્ટ ગેલેરી (નવી દિલ્હી) | વઢેરા આર્ટ ગેલેરી (નવી દિલ્હી) | ઝોકા (અમદાવાદ)

તંત્રીશ્રી માટે નોંધ (NOTES TO EDITORS)

પ્રેસ સંપર્ક:

અલીના ટીફાને, ઈન્ડિયા આર્ટ ફેર | alina@indiaartfair.in | +91 9717571075

#IndiaArtFair સાથે સોશિયલ મીડિયા પર વાતચીતમાં જોડાઓ:

ફેસબુક | ઇન્સ્ટાગ્રામ: @indiaartfair

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *