સુરત 2026, એલ. પી. સાવાણી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બે દિવસ સુધી રમાયેલ TCL (ટીમ ક્રિકેટ લીગ) સુરત સિઝન 4 સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર ઇવેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ રમત અને ટીમ સ્પિરિટનો સુંદર સમન્વય જોવા મળ્યો.
આ સિઝનમાં ભાગ લેનાર ટીમોમાં ચક દે 1, ધ લેજન્ડ, પોલીસ ટીમ, શક્તિ ટીમ, શાઈનિંગ સ્ટાર્સ, ડોમિનેટર્સ, સ્ટેલર સ્ટ્રાઈકર્સ અને પ્રીતિ જોશી ટીમ જેવી 8 ટીમોએ ઉત્સાહપૂર્વક પોતાની રમત રજૂ કરી.
ટૂર્નામેન્ટના ફાઇનલ મુકાબલામાં “શાઈનિંગ સ્ટાર્સ” ટીમે શાનદાર પ્રદર્શન કરીને ટ્રોફી પોતાના નામે કરી, જ્યારે “લેજન્ડ્સ” ટીમ રનર અપ રહી. બંને ટીમોએ ઉત્તમ રમત દેખાડી અને દર્શકોનું દિલ જીતી લીધું.
આ પ્રસંગે TCL ની સ્થાપક નિમિષા શાહે આ સિદ્ધિને ગૌરવભર્યો ક્ષણ ગણાવ્યો અને જણાવ્યું કે TCL ને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું તેમનું સ્વપ્ન છે. તેમણે ઉમેર્યું કે આ પ્લેટફોર્મ મહિલાઓને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા અને રમતગમતમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે.

ખાસ વાત એ રહી કે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ નોન-પ્રોફેશનલ હોવા છતાં ક્રિકેટ પ્રત્યેનો તેમનો જુસ્સો અદભૂત હતો. ગૃહિણીઓ, ડોક્ટર્સ, એડવોકેટ્સ, વર્કિંગ પ્રોફેશનલ્સ અને વિવિધ ક્ષેત્રોની મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સાબિત કર્યું કે ક્રિકેટ માત્ર રમત નથી, પણ એક જુસ્સો છે.
આ ઇવેન્ટને સફળ બનાવવા માટે વિવિધ પાર્ટનર્સનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો:
Reliance Digital – Electronics Partner
Reliance Smart – Grocery Partner
Swad – Authentic Food Partner
Kushalbhai Jewellers – Gifting Partner
Laserbliss – Gifting Partner
Smoiky Chill – Food Partner
JK Marketing and Events – Marketing Partner
TCL સુરત સિઝન 4 એ મહિલા ક્રિકેટમાં નવી ઉર્જા ભરી છે અને ભવિષ્યમાં આ પ્રકારની સ્પર્ધાઓને વધુ પ્રોત્સાહન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
You may also like
-
યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપ 12 જાન્યુઆરી 2026 ના રોજ અમદાવાદ સિટી ફાઇનલનું આયોજન કરશે
-
ગુજરાતમાં પ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે રાજ્યકક્ષાની જુડો ટુર્નામેન્ટનું સફળ આયોજન
-
બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડેમીના ખેલાડીઓની ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2025 માં તેજસ્વી જીત
-
કલિંગા બ્લેક ટાઇગર્સે તેમની જર્સી અને માસ્કોટનું અનાવરણ કર્યું, જે ઓડિશાના શક્તિશાળી બ્લેક ટાઇગર્સથી પ્રેરિત છે
-
રેકોર્ડબ્રેક ઇનામ અને જુસ્સાથી ભરેલ ‘બ્લેક એન્ડ વન કપ 2025’ બેડમિન્ટન ટુર્નામેન્ટ સફળતાપૂર્વક યોજાઈ
