ગુજરાત: ગુજરાતી મનોરંજન ક્ષેત્રનું અગ્રણી પ્લેટફોર્મ અને ‘જોજો લિમિટેડ’ (JOJO Limited) નો હિસ્સો એવી JOJO APP એ એલજી ઇલેક્ટ્રોનિક્સ (LG) સાથેની વ્યૂહાત્મક ભાગીદારીમાં પોતાની FAST ચેનલ (Free Ad-supported Streaming TV) — ‘JOJO TV’ લોન્ચ કરવાની ઘોષણા કરી છે.
આ સુવિધા LG સ્માર્ટ ટીવી પર ઉપલબ્ધ ‘LG Channels’ પ્લેટફોર્મ પર જોવા મળશે. આ સહયોગ દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગુજરાતી કન્ટેન્ટનું વિશાળ કલેક્શન હવે LG Channels ના માધ્યમથી લાખો પરિવારોના લિવિંગ રૂમ સુધી સીધો પહોંચશે.
ભારતમાં પ્રાદેશિક ભાષાના કન્ટેન્ટની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે જોજો લિમિટેડ (JOJO Limited) ફિલ્મો, ઓરિજિનલ સિરીઝ, નાટકો અને શોની શ્રેષ્ઠ પસંદગી પૂરી પાડીને આ ખાલીપો ભરી રહ્યું છે. આ પગલું દર્શકો માટે વધુમાં વધુ ટચ-પોઈન્ટ્સ ઊભા કરવાના જોજોના નવીન અને પ્રોડક્ટ-લક્ષી અભિગમને વધુ મજબૂત બનાવે છે. આ ઉપરાંત, જોજો આગામી સમયમાં વધુ નવી ચેનલો રજૂ કરીને તેની FAST ચેનલ સેવાનો વિસ્તાર કરવાની પણ યોજના ધરાવે છે.
આ ભાગીદારી LG સ્માર્ટ ટીવીના માલિકોને કોઈ પણ વધારાના હાર્ડવેર અથવા સાઈન-અપની જરૂરિયાત વગર JOJO TVનો 24/7લીનિયર સ્ટ્રીમિંગ અનુભવ માણવાની તક આપે છે. પરંપરાગત રીતે ટીવી ચેનલ્સ બદલવાના “લીન-બેક” અનુભવ અને આધુનિક ડિજિટલ સ્ટ્રીમિંગની વિવિધતાના સમન્વય દ્વારા, JOJO TV ગુજરાતી ભાષી પ્રવાસીઓ અને પ્રાદેશિક ચાહકો માટે એક સહજ અને સરળ વ્યુઈંગ અનુભવ પ્રદાન કરે છે.
આ પ્રસંગે જોજો એપ (JOJO App) ના ફાઉન્ડર અને CEO ધ્રુવિન શાહે જણાવ્યું હતું કે, “અમારો ધ્યેય હંમેશા દરેક ઘર સુધી ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગુજરાતી કન્ટેન્ટ પહોંચાડવાનો રહ્યો છે. LG Channels પર ‘JOJO TV’ લોન્ચ કરવા માટે LG સાથે ભાગીદારી કરીને, અમે અમારી ફિલ્મો અને ઓરિજિનલ સિરીઝનું વિશાળ કલેક્શન સીઘી બિગ સ્ક્રીન પર એક અદભૂત અનુભવ સાથે લાવી રહ્યા છીએ. પ્રાદેશિક મનોરંજન ક્ષેત્રે નવીનતા લાવવા અને અમારા પ્રેક્ષકો જ્યાં પણ હોય ત્યાં સુધી પહોંચવાની અમારી સફરમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.”
એલજી ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા લિમિટેડના મીડિયા એન્ટરટેઈનમેન્ટ સોલ્યુશનના ડિરેક્ટર શ્રી બ્રાયન જંગે જણાવ્યું હતું કે, “LG ખાતે, અમે વિવિધ જોર્નર્સમાં અમારા કન્ટેન્ટ પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને ‘LG Channels’ ના અનુભવને સતત બહેતર બનાવી રહ્યા છીએ. Jojo TV ના લોન્ચ સાથે, અમે અમારા પ્લેટફોર્મ પર ગુજરાતી ફિલ્મો, ટીવી શો અને ઓરિજિનલ સિરીઝનું એક શ્રેષ્ઠ મિશ્રણ લાવી રહ્યા છીએ, જે દર્શકો માટે અમારી પ્રાદેશિક મનોરંજનની સુવિધાને વધુ મજબૂત બનાવશે.”
LG સ્માર્ટ ટીવી યુઝર્સ તેમના હોમ સ્ક્રીન પર માત્ર ‘એલજી ચેનલ્સ’ એપ ઓપન કરીને JOJO TV શોધી શકે છે. આ ચેનલ ઇલેક્ટ્રોનિક પ્રોગ્રામ ગાઇડ (EPG) માં સંપૂર્ણ રીતે ઇન્ટિગ્રેટેડ છે, જેનાથી દર્શકો માટે જોજો લિમિટેડની લેટેસ્ટ ગુજરાતી હિટ ફિલ્મો અને એવરગ્રીન ક્લાસિક્સ શોધવાનું એકદમ સરળ બની રહેશે.
આ સેવા હાલમાં LG સ્માર્ટ ટીવી યુઝર્સ માટે સંપૂર્ણપણે ફ્રી રહે તે રીતે તૈયાર કરવામાં આવી છે. એલજી ચેનલ્સના ઇન્ટરફેસ સાથે સીધી રીતે જોડાયેલ હોવાને કારણે, JOJO TV એક સંકલિત અનુભવ પ્રદાન કરે છે, જે તમામ યુઝર્સને અવિરત અને હાઈ-ડેફિનેશન (HD) વ્યુઈંગ પ્રવાસની ખાતરી આપે છે. ઝડપથી વિકસતા FAST ઇકોસિસ્ટમના ભાગરૂપે, JOJO TV હવે LG ની આ વિસ્તરતી સ્ટ્રીમિંગ સેવા પરના પસંદગીના પ્રસારકોની યાદીમાં સામેલ થયું છે, જે ડિજિટલ ક્ષેત્રે તેની હાજરીને વધુ મજબૂત બનાવે છે.
JOJO TV એ એક અગ્રણી પ્રાદેશિક કન્ટેન્ટ પ્રોવાઇડર છે, જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગુજરાતી મનોરંજન પીરસવામાં નિપુણતા ધરાવે છે. બ્લોકબસ્ટર સિનેમાથી લઈને રસપ્રદ ઓરિજિનલ સિરીઝ સુધી, JOJO TV નવીન FAST ચેનલ ટેકનોલોજી દ્વારા ડિજિટલ-ફર્સ્ટ પ્રેક્ષકો સુધી શ્રેષ્ઠ રિજનલ કલ્ચર પહોંચાડવા માટે સમર્પિત છે.
You may also like
-
સન મોબિલિટી (SUN Mobility) HEV બિઝનેસે પ્રવાસ 5.0 (Prawaas 5.0) માં ટાટા સ્ટારબસ EV પ્લેટફોર્મ સાથે વિશ્વનું સૌપ્રથમ મોડ્યુલર મલ્ટી-બેટરી સ્વેપબલ સોલ્યુશન પ્રદર્શિત કર્યું
-
જ્વેલરી વર્લ્ડ ફરી એકવાર અમદાવાદમાં: 10 થી 12 જુલાઈ 2026 દરમિયાન વાયએમસીએ ખાતે એક્ઝિબિશન યોજાશે
-
ગુજરાત એક્સપોર્ટ લીડરશિપ ફોરમ 2026 એ “ગુજરાત ટુ ગ્લોબલ 2047” માટે એક મજબૂત રોડમેપ તૈયાર કર્યો
-
અમદાવાદમાં ‘ધ યુનિવર્સ બાય લક્ષ્મી’નું ભવ્ય લોન્ચિંગ
-
IndiesemiC એ ભારતમાં સ્વદેશી સેમિકન્ડક્ટર પેકેજિંગ અને મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે Kaynes Semicon સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
