દુનિયાભરના 12 દેશના કલાકારોએ નૃત્ય અને સંગીતની પ્રસ્તુતિ સાથે પ્રેક્ષકોના મન મોહી લીધા
ગુજરાત ટુરિઝમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઈવોક એક્સપિરીયન્સ ના સહયોગથી અમદાવાદના ઐતિહાસિક મા ભદ્રકાલી મંદિર*ના પ્રાંગણમાં 2 ફેબ્રુઆરીના રોજ *નમસ્તે વર્લ્ડ ઈન્ડિયા – 2026 – આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક નૃત્ય અને સંગીત ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં ભારત સહિત 12 દેશના 250 થી વધુ કલાકારોએ તેમના દેશના પારંપરિક નૃત્ય અને સંગીતની પ્રસ્તુતિ કરી હતી.

આ પ્રસંગની પૂર્ણાહુતિ પર મેયર પ્રતિભાબેન જૈન દ્વારા વિદેશી કલાકારોને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ વિદેશી કલાકારોએ તેમના દેશની વિવિધ ભેટ આપીને મેયર પ્રતિભાબેન જૈન અને નમસ્તે વર્લ્ડ ઈન્ડિયા – 2026 ના ડાયરેક્ટર અંકુરભાઈ પઠાણ, રાજુભાઈ પટેલ અને રવિભાઈ બારોટનું અભિવાદન કર્યું હતું.
નમસ્તે વર્લ્ડ ઈન્ડિયા – 2026 ફેસ્ટિવલ અંતર્ગત આયોજીત પ્રોગ્રામમાં અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પોલેન્ડ, મેક્સિકો, ઈજીપ્ત, બલ્ગેરિયા, સાઉથ આફ્રિકા, ઈન્ડોનેશિયા, રોમાનિયા, તુર્કી, નેપાળ, કિર્ગીસ્તાન, સ્લોવેકિયા અને ભારતના 250 થી વધુ કલાકારોએ સાંસ્કૃતિક નૃત્ય અને સંગીતની આગવી પ્રસ્તુતિ સાથે મહાનુભાવો સહિત પ્રેક્ષકોના મન મોહી લીધા હતા.
You may also like
-
ગુજરાતની વિસરાતી જતી લોકકળા અને સંસ્કૃતિના જતન માટે ‘હાલરડા અને લગ્ન ગીતો’ની શિબિર યોજાઈ
-
રાધે ઇવેન્ટ્સ દ્વારા મંડળી, લાઇવ પર્ફોર્મન્સ અને વ્યાજબી પાસ દર સાથે ‘રાધે રાસ નવરાત્રી 2026’ની જાહેરાત; અમદાવાદમાં જામશે ગરબાનો રોમાંચ
-
ગુજરાતમાં લાયન્સની ૭૦ વર્ષની સેવાયાત્રાની ઉજવણીમાં ડૉ. નઈમ સિરાજુદ્દીન તિરમિઝીનું સન્માન
-
અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ‘જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬’ નું આયોજન
-
અમદાવાદમાં આ નવરાત્રી ‘સાંકડી શેરી ગરબા’ દ્વારા જીવંત થશે ગુજરાતની જૂની શેરીઓનો પરંપરાગત માહોલ
