ગુજરાત : બિચારાનો વરઘોડો નીકળે કે ના નીકળે..કોમેડી ભરપૂર નીકળશે. જી હા ! ‘બિચારો બેચલર’ ફિલ્મ રિલીઝ થઈ રહી છે 2 જાન્યુઆરી, 2026 ના રોજ. આ કોમેડી-ડ્રામા ફિલ્મ હાસ્યનો ઓવરડોઝ આપવા માટે તૈયાર છે. વીર સ્ટુડિયોઝની રાજુ રાડિયા પ્રોડક્શન્સના સહયોગ સાથેની આ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. એસ આર પટેલ અને રાજુ રાડિયા (જર્સી સિટી) દ્વારા પ્રોડ્યુસ કરાયેલ અને ગુજરાતી સિનેમાના પ્રખ્યાત ડિરેક્ટર વિપુલ શર્મા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં ડૉ. જયેશ પટેલ (જર્સી સિટી) અને નિખિલ રાયકુંડલીયા (જર્સી સિટી) કો- પ્રોડ્યુસર્સ છે. તુષાર સાધુની સાથે આ ફિલ્મમાં ૯ ટેલેન્ટેડ અભિનેત્રીઓ જોવા મળે છે.
‘બિચારો બેચલર’ માં તુષાર સાધુ સાથે પ્રશાંત બારોટ, જય પંડ્યા, જૈમિની ત્રિવેદી,સાહિલ પટેલ, અંશુ જોશી, હિરવ ત્રિવેદી, ભૂમિકા પટેલ, દીપેન રાવલ, કૃણાલ ભટ્ટ અને કૃણાલ સુથાર જોવા મળશે. આ સાથે જ અભિનેત્રીઓમાં ટ્વિંકલ પટેલ (કચ્છડિયા), રિદ્ધિ ડાંગર, શિવાની પંચોલી, માધવી પટેલ, તીર્થા , ક્રિના પાઠક, શિવાંગી નાયક, ખુશ્બુ ત્રિવેદી અને આંચલ શાહ એવા અનેક કલાકારો મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે.
ફિલ્મની વાર્તાની વાત કરીયે તો અભિનેતા તુષાર સાધુ આ ફિલ્મમાં 28 વર્ષના યુવાન અનુજનું પાત્ર ભજવે છે, જે પોતાના પરિવાર સાથે ‘પરફેક્ટ દુલ્હન’ શોધવાની હાસ્યસભર, લાગણીઓથી ઝળહળતી અને સંબંધોને સ્પર્શતી સફર પર નીકળે છે. હળવી-ફૂલઝડપ અંદાજમાં રજૂ થયેલી આ કહાની દર્શકોને મનોરંજનની સાથે ભાવનાત્મક જોડાણ પણ આપશે. જેની ઝલક ટીઝરમાં પણ જોઈ શકાય છે.
ફિલ્મના દિગ્દર્શક વિપુલ શર્મા કહે છે, ‘બિચારો બેચલર’ માત્ર કોમેડી ફિલ્મ નથી, પરંતુ દરેક ગુજરાતી પરિવારમાં આ પરિસ્થિતિમાંથી પસાર થાય જ છે,અને એ દરમ્યાન બનતી નાની-મોટી ઘટનાઓ, લાગણીઓ અને રોજિંદા સંબંધોને નાજુક રીતે સ્પર્શતી મીઠી સફર છે. આ ફિલ્મ દ્વારા અમે સમાજમાં જોવા મળતી રમૂજી પરિસ્થિતિઓ, પરિવારજનો વચ્ચેનો અખંડ પ્રેમ અને સંબંધોની સૌમ્યતા ને હળવી, સરળ અને હૃદયસ્પર્શી રીતે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.”
ફિલ્મ 2 જાન્યુઆરી 2026ના રોજ પ્રેક્ષકો સુધી પહોંચવા તૈયાર છે. ગુજરાતી દર્શકો માટે હાસ્ય, લાગણી અને શુદ્ધ મનોરંજનનું આકર્ષક સંયોજન બનતી આ ફિલ્મની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે.
Teaser Link- https://www.youtube.com/watch?v=GGCdttUttw8
You may also like
-
‘જીવ’ ફિલ્મને પૂજ્ય શ્રી મોરારિબાપુના આશીર્વાદ
-
કોમેડી- ડ્રામા ફિલ્મ ‘બિચારો બેચલર’નું પોસ્ટર લોન્ચ, 2 જાન્યુઆરી, 2026 ના રોજ ફિલ્મ થશે રિલીઝ
-
ગુજરાતી ફિલ્મ ‘જીવ’ નું ટ્રેલર લોન્ચ : માનવતા અને જીવદયા પર આધારિત હૃદયસ્પર્શી કહાનીની ઝલક
-
જીવદયાના મહામૂલા સંદેશ સાથે ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પ્રમોશન શરૂ, જૈન આચાર્ય મહાશ્રમણજીના આશીર્વાદ લીધા
-
આ હેલોવીનમાં સિનેપોલિસ અને ફેન્ટા મૂવી નાઈટ્સમાં એક ભયાનક વળાંક લાવે છે
