“ગીતા રબારી સાથે પ્રિ-નવરાત્રિની શરૂઆત – માવડીનાં ગરબા”

અમદાવાદ : નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે, ગરબા રસિકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  નવરાત્રિની ઉજવણીને નવા અંદાજમાં જીવંત બનાવવા માટે અમદાવાદમાં પ્રથમવાર ભવ્ય માવડીનાં ગરબાનું આયોજન આર. એમ. પટેલ ફાર્મ, એસ. જી. હાઈવે  ખાતે થવા જઈ રહ્યું છે. આ ગરબા પ્રીમિયમ લોકેશન અને પ્રીમિયમ ક્રાઉડ સાથે વિશાળ સ્પેસ, ટ્રેડિશનલ અને મોડર્ન સેટઅપ અને  રોયલ એમ્બિયન્સ ડેકોર જેવી ખાસિયતો સાથે અમદાવાદીઓને અનોખો અનુભવ આપશે. આ માવડીનાં ગરબાનું આયોજન 12 દિવસ માટે કરાયું છે. 20મી સપ્ટેમ્બર અને 21મી સપ્ટેમ્બર એ પ્રિ – નવરાત્રી સેલિબ્રેશન યોજાશે જેમાં, 20મી સપ્ટેમ્બરે ગુજરાતની કોયલ તરીકે જાણીતા સુપ્રસિદ્ધ સિંગર ગીતા રબારીના ગરબાના તાલે ખેલૈયાઓ ઝૂમશે.  12 દિવસ માટે આયોજિત થનાર આ નવરાત્રિનું ખાસ એનાઉન્સમેન્ટ આયોજકકર્તા જયદીપ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું અને મિત્તલ ગોરાણાએ પણ માહિતી આપી હતી. આ પ્રસંગે ગીતા રબારીની પણ વિશેષ ઉપસ્થિતિ રહી અને તેમણે મોર્ડર્ન – ટ્રેડિશનલ ગરબા સાથે આયોજિત થનાર આ નવરાત્રિ અંગે વાત કરી. ઉલ્લેખનીય છે કે, “માવડીનાં ગરબા”નવરાત્રિ સેલિબ્રેશનનું આયોજન એનચંટ એમજે ઇવેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાયું છે.

22 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર સુધી મુખ્ય ગરબા મહોત્સવ યોજાશે, જેમાં દરરોજ સાંજે 8:30થી રાત્રે 12:30 સુધી જૂદા- જૂદા સુપ્રસિદ્ધ સિંગર્સ પરફોર્મ કરશે અને ખેલૈયાઓ ગરબાની ધૂમ મચાવશે અને ત્યારબાદ રાત્રે 1:00થી વહેલી સવારે 4:00 સુધી ઢોલ-શેહનાઈના તાલે ખેલૈયાઓ ટ્રેડિશનલ ગરબાનો આનંદ માણશે.

“માવડીનાં ગરબા”ની ખાસ વાત એ છે કે અહીં ફક્ત ફોટો ક્લિક કરવાના ઝોન કે આકર્ષક સેટઅપ નહીં પરંતુ નવરાત્રિનો ખરો અર્થ અને પરંપરા લોકોને અનુભવી શકે તેવું ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે. માવડી નાં ગરબાનો હેતુ માત્ર મનોરંજન નહીં, પરંતુ નવરાત્રિની સંસ્કૃતિ અને ભાવનાને સાચા અર્થમાં જીવંત કરવાનું છે.

આયોજક જયદીપ મકવાણા એ જણાવ્યું હતું કે, “અમે આર. એમ. પટેલ ફાર્મ ખાતે ગરબા આયોજિત કર્યા છે અને અહીં ક્ષમતા 15થી 20 હજાર લોકોની છે અને અમે આ વર્ષે ઓછામાં ઓછા 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓ અને ગરબા પ્રેમીઓના ઉપસ્થિત થવાની અપેક્ષા રાખીએ છીએ. ‘માવડી નાં ગરબા’ની ખાસિયત એ છે કે અહીં લોકો ફક્ત ડાન્સ કે મનોરંજન માટે નહીં, પરંતુ નવરાત્રિની સંસ્કૃતિને હૃદયપૂર્વક અનુભવી શકે તેવું વાતાવરણ અમે તૈયાર કરી રહ્યા છીએ. આજના સમયમાં ગરબા ઇવેન્ટ્સ ફક્ત ફોટો ઝોન કે ગ્લિટર-ગ્લેમ સુધી સીમિત થઈ ગયા છે, પરંતુ અમે સાચા અર્થમાં પરંપરા, સંગીત અને ભક્તિને એકસાથે લાવી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે અહીં આવતા દરેકને નવરાત્રિનો સાચો આનંદ, માતાજીના આશીર્વાદ અને પરંપરાગત ગરબાનો અનોખો અનુભવ મળે.”

આ વર્ષે યોજાનાર “માવડીનાંગરબા”ખેલૈયાઓમાટેમાત્રસંગીતઅનેનૃત્યનોજઉત્સવનહીંપરંતુપરંપરા, સંસ્કૃતિ અને ભક્તિનો જીવંત મેળો સાબિત થશે. અમદાવાદીઓને રિયલ અને રોયલ નવરાત્રિનો અનુભવ એકસાથે કરાવવાના હેતુથી આ ભવ્ય આયોજન નિશ્ચિતપણે યાદગાર બનશે. આયોજકોના મતે, આ ગરબા માત્ર અમદાવાદ જ નહિ  પરંતુ સમગ્ર ગુજરાતના ખેલૈયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *