કલાપ્રેમીઓ અને પેઇન્ટિંગ લવર્સ માટે એક સુંદર મજાના પેઇન્ટિંગ એક્ઝિબિશન “ફ્લોરલ સિમ્ફની”નું આયોજન 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન આર્ટ ગેલેરી, અમદાવાદની ગુફા ખાતે કરવામાં આવ્યું છે. “ફ્લોરલ સિમ્ફની” એ સોલો પેઇન્ટિંગ એક્ઝિબિશન છે જે ભાવના શાહની આર્ટ પ્રદર્શિત કરે છે. આ તમામ પેઈન્ટિંગ્સ ભાવના શાહે ઓઇલ, એક્રેલિક, વૉટરકલર, ચારકોલ અને મિક્સ મીડિયા વગેરેથી તૈયાર કરી છે. ઉલ્લેખનીય છે કે ભાવના શાહે પોતાની પેઇન્ટિંગ સ્કિલની તાલીમ આર્વા ફાઈન આર્ટ ક્લાસના બાબુભાઇ પટેલ પાસેથી લીધી છે.આ પેઇન્ટિંગ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન 28 જાન્યુઆરી, 2025 ના રોજ માનનીય મુખ્ય અતિથિ અરવિંદ લિમિટેડના સીએમડી શ્રી સંજય લાલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આદરણીય મહાનુભાવો બાબુભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે.

કલાપ્રેમીઓ 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી, 2025 દરમિયાન સાંજે 4:00 થી 8:00 વાગ્યાની વચ્ચે ભાવના શાહની વાઇબ્રન્ટ ફ્લોરલ રચનાઓ નિહાળી શકે છે. આ એક્ઝિબિશન કલાત્મક અભિવ્યક્તિ દ્વારા પ્રકૃતિના નાજુક સૌંદર્ય અને ગતિશીલતાને કેપ્ચર કરવા માટે શ્રેષ્ઠ અનુભવનું વચન આપે છે.
You may also like
-
સરદારધામ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય હિન્દી નાટ્યપ્રસ્તૃતિ “સરદાર – ધ આર્કિટેક્ટ ઑફ યુનાઈટેડ ઈન્ડિયા” નું આયોજન
-
ટોક્યોમાં યોજાયેલી ‘AVACI-FESAAL વાર્ષિક કોંગ્રેસ ૨૦૨૬’માં SRAI એ સ્ક્રીનરાઈટર્સના અધિકારો અને રોયલ્ટીને મજબૂત કરવાની તકો પર ભાર મૂક્યો
-
અમદાવાદમાં જિજ્ઞેશ પટેલ લિખિત ત્રણ પ્રેરણાદાયી પુસ્તકોનું ભવ્ય વિમોચન કરાયું
-
આઇઆઇએ અમદાવાદ સેન્ટર દ્વારા ભવ્યતા સાથે ‘રંગ રાસ ’26’ ની ઉત્સાહભેર ઉજવણી
-
શેમારૂમીની ‘હજુ વાત ચાલે છે’ સાથે જામશે લગ્નની વાતોનો રંગ, જાન્હવી ગુરનાની અને રૌનક કામદાર મુખ્ય ભૂમિકામાં
