અમદાવાદ માં ‘ધ હીલિંગ સર્કલ’ ઈવેન્ટ દ્વારા હોલિસ્ટિક હીલિંગ નો ઉત્સાહપૂર્વક સ્વીકાર

અમદાવાદમાં આલ્ટર્નેટીવ  હેલ્થકેર તરફ એક મોટો બદલાવ જોવા મળ્યો છે. તાજેતરમાં સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે ‘સ્ટે કમ્પ્લીટ ફોર લાઈફ’ (StayComplete For Life) દ્વારા આયોજિત વેલનેસ પહેલ ‘ધ હીલિંગ સર્કલ’ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પરંપરાગત તબીબી સારવારની સાથે પૂરક સારવાર તરીકે પેરેલલ મેડિસિન અને હોલિસ્ટિક હીલિંગની વધતી જતી સ્વીકૃતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ઓડિસી મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ હેઠળ કાર્યરત પ્લેટફોર્મ ‘સ્ટે કમ્પ્લીટ ફોર લાઈફ’ દ્વારા આયોજિત, ‘ધ હીલિંગ સર્કલ’ એ એક એવા કાઉન્સેલિંગ અને ક્યોરિંગ કોમ્યુનિટી તરીકે કાર્ય કર્યું જ્યાં ઉપસ્થિત લોકોએ લાઈવ હીલિંગ સેશન્સ, નિષ્ણાતો સાથે સંવાદ અને સ્વાસ્થ્ય સંબંધિત વ્યવહારુ માર્ગદર્શનનો અનુભવ મેળવ્યો હતો.

આ કાર્યક્રમનું સંચાલન જાણીતા અભિનેત્રી, મોડેલ, એન્કર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એકતા જૈન દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ડિસ્કશન્સનું સફળ સંચાલન કર્યું હતું અને ઉપસ્થિત પ્રેક્ષકો તથા અગ્રણી વેલનેસ નિષ્ણાતો વચ્ચેના સંવાદને વધુ ગતિશીલ બનાવ્યો હતો.

આ કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત નિષ્ણાતોની એક પેનલ ઉપસ્થિત રહી હતી, જેમાં ગ્લોબલ હોલિસ્ટિક એક્યુપંક્ચરિસ્ટ સંતોષ પાંડે, ભારતના અગ્રણી કાયરોપ્રેક્ટર ડો. રજનીશ કાંત, ગ્લોબલ હોલિસ્ટિક હેલ્થ ગુરુ ડો. મિકી મહેતા, અને નેચરોપેથ તથા હેલ્થ કોચ ડો. અતુલ શાહનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમની સૌથી વધુ ચર્ચાયેલી ક્ષણોમાંની એક ડો. રજનીશ કાંત દ્વારા રજૂ કરવામાં આવેલું લાઈવ કાયરોપ્રેક્ટિક ડેમોન્સ્ટ્રેશન હતું. આ દરમિયાન, છેલ્લા દસ વર્ષથી ઘૂંટણના દુખાવાથી પીડાતી એક મહિલાને માત્ર એક જ સત્રમાં નોંધપાત્ર રાહત મળી હોવાનું જણાવાયું હતું, જેણે કાયરોપ્રેક્ટિક સારવારની અસરકારકતા તરફ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

સંતોષ પાંડેએ લાઈવ એક્યુપંક્ચર સત્રોનું આયોજન કર્યું હતું, જેના દ્વારા ઉપસ્થિત લોકોને આ થેરાપીનો પ્રત્યક્ષ અનુભવ લેવાની તક મળી હતી. ઘણા સહભાગીઓએ જણાવ્યું હતું કે તેમને દુખાવા અને શારીરિક અસ્વસ્થતામાં તાત્કાલિક રાહત મળી છે. આ ઉપરાંત, તેમણે નેચરોપેથી, પ્રિવેન્ટિવ હેલ્થકેર અને હોલિસ્ટિક વેલનેસના મહત્વ વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું.

જાણીતા વેલનેસ નિષ્ણાત ડો. મિકી મહેતાએ પ્રેક્ષકોને યોગ, ફિટનેસ, હીલિંગ અને હેપ્પીનેસ વિશે સંબોધિત કર્યા હતા, જેમાં તેમણે ભાવનાત્મક સુખાકારીને સ્વાસ્થ્યના એક અનિવાર્ય ભાગ તરીકે દર્શાવી હતી. બીજી તરફ, ડો. અતુલ શાહે માઈન્ડફૂલ  ફૂડ હેબિટ્સ અને લાઈફસ્ટાઈલમાં નાના પણ લાંબાગાળાના સકારાત્મક ફેરફારો કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહેવા અસમર્થ હોવાથી, ડો. અલી ઈરાનીએ એક શોર્ટ વિડિયો મેસેજ દ્વારા આ પહેલની સરાહના કરી હતી અને ઇન્ટિગ્રેટિવ હીલિંગ પદ્ધતિઓની પ્રસ્તુતતા પર ભાર મૂક્યો હતો.

વક્તાઓનું સન્માન હેમાંશુ મહેતા અને સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદના પ્રમુખ ચિરંજીવ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને અમલીકરણ ‘દ્વાપર પ્રમોટર્સ’ના હિમાંશુ ઝુનઝુનવાલા અને એકતા જૈન દ્વારા કરવામાં આવ્યું હતું.

સેશન્સ, લાઈવ ડેમોસ્ટ્રેશન્સ અને વિઝિબલ હીલિંગ આઉટકમ્સ સાથે, ‘ધ હીલિંગ સર્કલ’ એ અમદાવાદના વેલનેસ ક્ષેત્રે એક યાદગાર ક્ષણ અંકિત કરી છે. આ કાર્યક્રમ વૈકલ્પિક ઉપચાર પદ્ધતિઓ, પ્રિવેન્ટિવ કેર અને હેલ્થ તથા હીલિંગ પ્રત્યેના સંકલિત અભિગમમાં લોકોના વધતા જતા રસને પ્રતિબિંબિત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *