ગતરાત્રે અમદાવાદ ના ગોતા વિસ્તારમાં થોડાં સમય પહેલાં જ શરું થયેલ Bliss Dine Restaurant & Banquet ખાતે ટાફ પરિવાર દ્વારા એક દિવાળી પહેલા નો સ્નેહ મિલન સમારોહ Diwali Bliss યોજાઈ ગયો અને પ્રસંગ ખરેખર Blissful રહ્યો.
ટાફ ગ્રુપના એડમિન તન્મય શેઠ અને દર્શિની શેઠના સંકલન અને ટાફની ટીમના સહયોગથી યોજાયેલી આ ઇવેન્ટમાં આશરે 150 થી વધુ સભ્યોની હાજરી રહી. પ્રથમ વખત આટલી ભવ્ય રીતે આયોજિત ટાફની ઇવેન્ટે દરેકને આત્મીયતાનો અહેસાસ કરાવ્યો. કાર્યક્રમમાં, સ્વાદિષ્ટ ભોજન અને દિવાળીના ગિફ્ટ્સની ઉજવણી સાથે આખી જગ્યા પ્રકાશિત થઈ ગઈ હતી. કાર્યક્રમમાં જોડાયેલા સભ્યોની અભિવ્યક્તિ અને એકબીજાપ્રત્યેનો ઉષ્માભર્યો સંબંધ ટાફને માત્ર ગ્રુપ નહીં પરંતુ “એક પરિવાર” તરીકે પ્રગટ કરતા હતાં. કાર્યક્રમ ની શરૂઆત ફેશન શો, કરાઓકે ગીતો થી થઈ બાદમાં શ્રી યોગેશ જીવરાણી અને શ્રી સૂરજ બરાલીયા ની સ્ટેન્ડ અપ કોમેડીએ સૌને પેટ પકડીને હસાવ્યા તો કવિ ભાવેશ ભટ્ટે ય કવિતાઓનું રસપાન કરાવ્યું. ગુજરાતના “ફોક સ્ટાર” તરીકે જાણીતા ભાઈ ભાઈ શ્રી અરવિંદ વેગડા એ દેવાંશી ભાવસાર સાથે મળીને હિન્દી ગુજરાતી ગીતોની સૌને મોજ કરાવી તો કાર્યક્રમ ના અંતે સૌ મિત્રો ડિજે ના તાલે ઝૂમ્યાં પણ ખરાં.


ટાફ સભ્યો દ્વારા આયોજિત ઇવેન્ટમાં સ્પોન્સરશિપ, સ્થળ વ્યવસ્થા, ગિફ્ટ, મીઠાઈ, ગીફ્ટ હેમ્પર જેવા તમામ બાબતોમાં ઉત્સાહપૂર્વક સહયોગ અપાયો હતો જેમાં વેન્યુ અને ભોજન પાર્ટનર Bliss Dine Restaurant, બેનર્સ અને બોર્ડ માટેના સ્પોન્સર ક્રિએટિવ બ્રાન્ડ, ટાફના મિત્રો ના સહયોગથી મિઠાઈ તથા શ્રી મહેતા તરફથી નમકીન સહિત અન્ય સભ્યો તરફથી અલગ અલગ ગીફ્ટ્સ, બુક્સ અને હેમ્પર્સ આપવામાં આવ્યા હતા. સૌના સંયુક્ત પ્રયત્નોનું પરિણામ, એક એવી યાદગાર સાંજ જેમાં આનંદ, લાગણી અને એકતાનો ઝળહળતો સંગમ જોવા મળ્યો હતો.
આ દિવાળી સેલિબ્રેશનમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સાહિત્ય જગતના જાણીતા દિગ્દર્શક, કલાકારો અને સાહિત્યકારોની હાજરી રહી હતી. જેમાં આવનારી ગુજરાતી ફિલ્મ રહસ્યમની ટીમ જેમાં જાણીતા અભિનેત્રી અને ફિટનેસ કોચ સપના વ્યાસ, ઉત્સવ નાયક, મોહિત શર્મા, મકરંદ શુક્લ, ફિલ્મ ડિરેક્ટર આસિફ સિલાવત અને ફિલ્મના પ્રોડ્યુસર કરણસિંહ તોમર હાજર રહ્યા હતાં. એ સિવાય ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણાં જાણીતાં કલાકારો મોના થીબા, મૌલિક ચૌહાણ, સુનિલ વિસરાની, ભરત ઠક્કર, માનિન ત્રિવેદી, પાર્થ મધુકૃષ્ણ, હર્ષદીપ જાડેજા, ઋષભ થાનકી અને કિન્નલ નાયકની હાજરીએ પ્રસંગને ઔર દિપાવ્યો હતો. સાહિત્ય જગતમાંથી જાણીતા કવિ ભાવેશ ભટ્ટ અને પત્રકાર જગતમાંથી બીબીસી ન્યૂઝના તેજસ વૈદ્ય ની હાજરી ખાસ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન દામિની માહી અને ભૂમિકા વિરાનીએ કર્યું હતું.
You may also like
-
બોલીવુડના સ્ટાર્સ વચ્ચે ગુજરાતનો અવાજ : ફિલ્મફેર 2025માં અમદાવાદની પ્રિયા સરૈયાએ બેકસ્ટેજ એન્કર તરીકે આપ્યો પોતાનો જાદુઈ અવાજ
-
“JITO લેડીઝ વિંગ”ની નવી ટીમની ઇન્સ્ટોલેશન સેરેમની ભવ્ય રીતે યોજાઈ
-
ડિવાઈન ચાઈલ્ડ ઇન્ટરનેશનલ સ્કુલ, અમદાવાદ ખાતે યુથ માઈન્ડમાં ઇનોવેશન લાવવા માટે “સ્ટાર્ટઅપ યુ આઈડિયા હેકાથોન”નું આયોજન કરાયું
-
અમદાવાદના CG રોડ પાસે આવેલી ટ્રાવેલ્સ એજન્સી સામે ગંભીર આરોપો, ગુપ્ત રેકેટ, મની લોન્ડ્રિંગ અને વિદેશી ફંડિંગની સંડોવણીની ચર્ચા
-
રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટીનો 21મો સમારોહ યોજાયો
