અમદાવાદના CG રોડ પાસે આવેલી ટ્રાવેલ્સ એજન્સી સામે ગંભીર આરોપો,  ગુપ્ત રેકેટ, મની લોન્ડ્રિંગ અને વિદેશી ફંડિંગની સંડોવણીની ચર્ચા

અમદાવાદના શહેરના સી.જી. રોડ, મ્યુનિસિપલ માર્કેટની બાજુમાં  આવેલી એક જાણીતી ટ્રાવેલ્સ એજન્સી સામે છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર આરોપોની ચર્ચા એ  જોર પકડ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ટ્રાવેલ એજન્સી દ્વારા મહિલાઓને બોલાવી ખવડાવી-પીવડાવી કોઈ ગુપ્ત રેકેટ ચલાવવામાં આવતું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સુત્રોથી મળતી માહિતી અનુસાર, આ એજન્સીના મારફતે વિદેશથી શંકાસ્પદ ફંડિંગ થતું હોવાની અને મની લોન્ડ્રિંગ જેવી પ્રવૃત્તિઓ ચાલતી હોવાની વાત પણ માહિતી સામે આવી છે. એજન્સી સામે ભૂતકાળમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા પણ કાર્યવાહી થઈ ચૂકી હોવાની ચર્ચા શહેરના વેપારી વર્તુળોમાં ગરમાઈ રહી છે. જો કે, અમે આ બાબતે કોઈ પુષ્ટિ કરતાં નથી.

સૂત્રોના કહેવા મુજબ આ ટ્રાવેલ એજન્સીના કેટલાક મુખ્ય વ્યક્તિઓના બેંક એકાઉન્ટ્સ અને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અંગે પણ તપાસ ચાલી રહી છે, જો તપાસની દિશા વધુ ઊંડી જશે તો મોટું નાણાકીય કૌભાંડ બહાર આવવાની શક્યતા છે.

હાલ તંત્ર દ્વારા સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ સૂત્રો જણાવે છે કે તપાસ એજન્સીઓ જરૂરી માહિતી એકત્ર કરી રહી છે અને ટૂંક સમયમાં આ મામલે મોટું ખુલાસું થવાની આશા છે. જો આ તમામ આરોપો સાચા સાબિત થશે, તો આ કેસ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યસ્તરે ચર્ચાનો વિષય બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *