શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી ભારત પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય બોર્ડર અને ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોનું બોર્ડર પર જઈને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા તેમજ સંપૂર્ણ બોડી ચેકઅપના રિપોર્ટ સહિત તપાસ તેમજ જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવીને 22500 થી વધુ જવાનો માટે આરોગ્ય લક્ષી કાર્ય કરેલ છે. તેમજ સરહદ પર તેમને મદદરૂપ થવા ઓટોમેટીક ૪૦૦ સોલાર લાઇટ, સુરક્ષા કેબિન, ઈ- રિક્ષા, સાઇકલ, ટેન્ટ, એર કુલર, વોટર ડીસ્પેન્સર તેમજ અન્ય અનેક પ્રકારની જરૂરિયાતો પૂરી પાડે છે. સાથે જ રક્ષાબંધન, જન્માષ્ટમી, હોળી અને દિવાળી નિમિત્તે જવાનોને મીઠાઈ ખવડાવવી એક પરિવારની જેમ તેમની સાથે રહીને ભારતના પારંપરીક તહેવારો ની ઉજવણી કરે છે.
અમદાવાદના શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની પાવન રાત્રિ અગાઉ બીએસએફ જવાનો સાથે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમ રવિવાર, 5 ઑક્ટોબર 2025ના રોજ નડાબેટ બોર્ડર ખાતે યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે શિવમ ચેરીટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ડૉ. પ્રકાશ કુર્મી (MD મેડિસિન) તથા ટ્રસ્ટી શ્રી પરેશ પાઠક દ્વારા ખાસ આ કાર્યક્રમનું 2022 થી આયોજન કરે છે અને અને આ તેમનું પાંચમું વર્ષ હતું. આ કાર્યક્રમમાં કૂલ 1100થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
ગુજરાત ટુરિઝમ અને લલ્લુજી એન્ડ સન્સના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં દેશના રક્ષક બીએસએફ જવાનો સાથે શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી અને બીએસએફ જવાનો અને તેમની ફેમિલી ગરબે ઝૂમ્યા. ચાંદની રાતના આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોને દેશભક્તિ અને સાંસ્કૃતિક રંગોની અનોખી અનુભૂતિ મળી.

શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ડૉ. પ્રકાશ કુર્મી (MD મેડિસિન) તથા ટ્રસ્ટી શ્રી પરેશ પાઠકએ જણાવ્યું કે, “દેશની સરહદ પર સેવા આપતા જવાનો માટે આ સાંસ્કૃતિક સમારોહ અમારા નમ્ર આભાર અને સન્માનની લાગણી છે. દેશપ્રેમના આ પાવન પ્રસંગે અમને ગર્વ અનુભવાય છે. આપણા દેશના જવાનો તેમના કુટુંબીજનો થી દૂર રહીને શારીરિક-માનસિક અનેક પ્રકારની તકલીફો વેઠીને સતત દેશની રક્ષા કરે છે . જેથી તેઓનું મનોબળ અને કાર્યક્ષમતા વધે છે તેમજ સમગ્ર દેશની પ્રજા તેમની ચિંતા કરી તેઓને એક પરિવારના સભ્ય હોવાનું પ્રતીત કરાવે તે હેતુથી તેમજ ગુજરાતી સંસ્કૃતિની વિશિષ્ટ ઓળખ એવા નવરાત્રિના પર્વમાં સમગ્ર ગુજરાતના જુદે જુદે ખૂણેથી કાર્યકર્તા, જવાનો તેમજ તેમના પરિવારજનો પાકિસ્તાનની બોર્ડર પર સ્થિત નડાબેટ સીમા દર્શનના વિસ્તારમાં વિશિષ્ટ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.”
ગુજરાત ટુરિઝમના પ્રવાસન મંત્રી શ્રી માનનીય મુળુભાઈ બેરા તેમજ ગુજરાત ટુરિઝમના એમડી શ્રી પ્રભાવ જોશી તેમજ લલ્લુજી એન્ડ સન્સની સમગ્ર ટીમનો સહયોગ આ કાર્યમાં મળ્યો હતો. બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરના આઇજી શ્રી અભિષેક પાઠક, ડીઆઈજી મનજીતસિંહ અને આઠમી બટાલિયનના કમાન્ડર શ્રી મધુસુદન રાય તથા નડાબેટના કંપની કમાન્ડર શ્રી ગિરીશ માનસબલનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો .
આ કાર્યક્રમમાં શરદ પૂર્ણિમાની ઉજવણી સાથે દેશભક્તિના સંગીત, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને જવાનો સાથેના સંવાદે અનોખું વાતાવરણ સર્જ્યું હતું.
ઉલ્લેખનીય છે કે શિવમ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ ઉપરાંત શ્રી અમીભાઈ દેસાઈ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દીકરીઓ એ તેમજ મેડિકલમાં એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતા અમદાવાદના વિદ્યાર્થીઓએ કાર્યમાં સામેલ થઈ જવાનો સાથે વાર્તાલાપ કરી તેઓની કામગીરી અંગે સમજ મેળવી.
You may also like
-
‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં મેગા પસ્તી કલેક્શન ડ્રાઇવ
-
શ્રી વિસત મેલડી ધામ ખાતે 51 દીકરીઓ દ્વારા મહાઆરતી કરાઈ અને ભવ્ય લોકડાયરો પણ યોજાયો
-
જેતલપુર નજીક નાઝ ગામમાં ફ્રૂટ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું
-
પ્રજ્ઞાચક્ષુ લોકોને સરળતાથી પ્લેસમેન્ટ મળે તે માટે વી- કેર ગ્રુપની પહેલ
-
દહેગામ – નજુપુરા(ભા )પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું ગરમ સ્વેટરનું વિતરણ