અમદાવાદ, 21 ફેબ્રુઆરી, 2025– અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ સિસ્ટમ્સ એન્ડ પ્રેક્ટિસિસઃ ડિઝાઈનિંગ સસ્ટેઇનેબલ ફ્યુચર્સ’,માં વૈશ્વિક નિષ્ણાતો એક મંચ પર એકઠાંથયાં હતાં, જેમાં સમકાલીન પદ્ધતિઓમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવાના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.WITH (વિથ) ફેસ્ટિવલની ‘બોર્ડરલેસ – ગ્લોબલ ઈન્ડિજિનાઇઝ ફ્યુચર્સ’નીથીમ પર આધારિત ત્રીજી આવૃત્તિમાં સમકાલીન માધ્યમો દ્વારા સ્વદેશી ગાથાઓ રજૂ કરાઈ હતી, જે ક્વિટો (ઇક્વાડોર), મિયામી (યુએસએ) અને સાઓ પાઉલો (બ્રાઝિલ)માં સમાંતર ધોરણે યોજાઇ હતી, જેમાં અનંતે તેની ભારતીય આવૃત્તિનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમ વિશે વાત કરતા, અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. અનુનયા ચૌબેએ જણાવ્યું હતું કે, “અનંત ખાતે, અમે માનીએ છીએ કે સ્વદેશી જ્ઞાન ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે કાલાતીત શાણપણ ધરાવે છે. આ કાર્યક્રમોનું આયોજન કરવાથી આપણે વૈશ્વિક અવાજોને એકસાથે લાવી શકીએ છીએ, પરંપરા અને સમકાલીન નવીનતા વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપી શકીએ છીએ. આ કાર્યક્રમો યુવા મનને ટકાઉપણું, સંસ્કૃતિ અને ડિઝાઇનની ઊંડી સમજ પ્રદાન કરે છે, જે તેમને આધુનિક પ્રગતિને સ્વીકારતી વખતે પરંપરાઓમાં મૂળ રહેલા ઉકેલો શોધવા માટે પ્રેરણા આપે છે.”

અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો.અનુનયા ચૌબે અને અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ ડો.રાજેન્દ્ર સિંઘની અધ્યક્ષતા હેઠળની આ કોન્ફરન્સમાં પ્રોફેસર સોનાઝરિયા મિન્ઝ અને પ્રોફેસર ઋષિ નારાયણ સિંઘના મુખ્ય વક્તવ્યો અને વૈશ્વિક નિષ્ણાતોના સંશોધન પ્રેઝન્ટેશનની સાથે-સાથે મુખ્ય વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. આ સંમેલનેઅગ્રણી વિચારકો, નીતિ ઘડવૈયાઓ અને વિદ્વાનોને પર્યાવરણીય પડકારો, સામાજિક અસમાનતાઓ અને આર્થિક અસ્થિરતાનો સામનો કરવા સાતત્યપૂર્ણ ઉકેલો પર અર્થપૂર્ણ ચર્ચાઓમાં જોડાવા માટે એક મંચ પૂરો પાડ્યો હતો.
ભારતમાં WITH(વિથ)2025ના એક્સક્લુઝિવ આયોજક અનંતે બેદિવસના ફેસ્ટિવલ દરમિયાન વિવિધ પર્ફોમન્સ રજૂ કર્યાં હતાં. તેમાં સંગીત અને નાટ્ય પ્રસ્તુતિઓ, કાવ્ય પઠન અને સ્વદેશી જ્ઞાનને પ્રોત્સાહન આપવા અને તેના સંરક્ષણ માટે સમર્પિત કલાકારો દ્વારા વાર્તા કહેવાના સત્રોનો સમાવેશ થાય છે. પરંપરાગત કાશ્મીરી નાટક રજૂ કરતા કાશ્મીરી લોક કલાકારોથી માંડીને, મધ્યપ્રદેશના સ્કેટબોર્ડર-રેપર, મેઘાલયના રોક-ફ્યુઝન બેન્ડ સુધીની તેમની નોંધપાત્ર સફર રજૂ કરી રહ્યા છે, જેમાં ખાસી કથાઓ અને આસામના માજુલીના કલાકારોનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમની અનન્ય પ્રતિભાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, આ રજૂઆતોએ તેમની વિશિષ્ટતા સાથે પ્રેક્ષકોને આકર્ષિત કર્યા હતા.
આ બંને કાર્યક્રમોએ અનંતના વિદ્યાર્થીઓને શીખવાની તકો પૂરી પાડી હતી,કારણ કે આ કાર્યક્રમ રજૂ કરનારા કલાકારો અને નિષ્ણાતોએ વર્કશોપ, ચર્ચાઓ અને ઇન્ટરેક્ટિવ સેશન્સ દ્વારા તેમની સાથે સંવાદ કરી, અનંતની ડિઝાઇનએક્સ ફિલોસોફીને આગળ ધપાવી હતી અને અનંતની આગામી પેઢીના સમસ્યાનિવારકોને તૈયાર કરવાની અને સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતાને મજબૂત કરી હતી.
You may also like
-
વર્લ્ડ યુનિવર્સિટી ઓફ ડિઝાઇનમાં 2026ના એડમિશન માટે અરજી પ્રક્રિયા શરૂ
-
ચુંવાળ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો
-
ટીચ ફોર ઈન્ડિયાએ 2026ની ફેલોશિપ માટે અરજીઓ મગાવીઃ ભારતમાં ક્લાસરૂમ્સમાં ‘લીડ વિથ લવ’ માટે અજોડ તક
-
SMC સમિટ 2025: જ્યાં યુવા મન એક પરિવર્તનશીલ ચળવળને વેગ આપવા માટે એક થાય છે
-
ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા કનેક્ટને નવી દિશા : અમદાવાદમાં સીઆઈઆઈ (CII) અને આઈટીસી (ITC) ના નેતૃત્વ હેઠળ ઇન્ડસ્ટ્રી એકેડેમિયા મીટનું આયોજન કરાયું
