કોઈપણ ફિલ્મના કાસ્ટિંગ માટે વાર્તાનો સાર અને કેરેક્ટરનું મહત્વ સમજવું ખૂબ જ જરૂરી છે : કાસ્ટિંગ ડિરેક્ટર અવની સોની

•             કાશીની દીકરીની ભૂમિકા માટે 52 જેટલાં બાળ કલાકારોના ઓડિશન્સ લેવામાં આવ્યા

•             ફિલ્મની ટીમ એ સોનાગાચી, કમાટીપુરા વગેરે વિસ્તારોમાં જઈને તેમના હાવભાવને સમજ્યા

ગુજરાત : દરેક વ્યક્તિને ફિલ્મો જોવાનો શોખ હોય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ફિલ્મોમાં દેખાતી દરેક વ્યક્તિને કાસ્ટ કરવામાં આવે છે. આ એક લાંબી પ્રોસેસ છે. ફક્ત બોલીવુડમાં જ નહિ ગુજરાતી ફિલ્મોમાં પણ કાસ્ટિંગની પ્રોસેસ લાંબી જ હોય છે. ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. 3 જાન્યુઆરીએ રિલીઝ થઇ રહેલી ગુજરાતી ફિલ્મ “કાશી રાઘવ” એક ઇમોશનલી ઈન્ટેન્સ ફિલ્મ છે અને અન્ય ગુજરાતી ફિલ્મોથી ઘણી હટકે છે. ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકાઓમાં છે અને આ ફિલ્મ ધ્રુવ ગોસ્વામી દ્વારા લિખિત અને દિર્ગદર્શિત છે. ઉપરાંત, શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકારા પીહૂશ્રી ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે. તો આ અલગ જ પ્રકારની ફિલ્મ માટે આ જ કલાકારોને પસંદ કેમ કરવામાં આવ્યા તે અંગે કાસ્ટિંગ ડિરેક્ટર અવની સોનીએ કેટલીક મહત્વની બાબતો જણાવી.

તમને જણાવી દઈએ કે અવની સોની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટેલિવિઝન જગત બંનેમાં મજબૂત હાજરી સાથે પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટર છે. તેમણે 22 વર્ષની નાની ઉંમરે મનોરંજન ઉદ્યોગમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તેણે વિવિધ લોકપ્રિય ફિલ્મો અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં તેના કામ માટે પ્રતિષ્ઠા બનાવી છે. તેણીની ફિલ્મોગ્રાફીમાં લવ ની લવ સ્ટોરીઝ, બચુભાઈ, તંબુરો અને છૂટી જશે છક્કા સહીત અનેક નોંધપાત્ર ફિલ્મ્સનો સમાવેશ થાય છે. ભારતભરમાં 300 થી વધુ કલાકારો સાથે કામ કરવાના વિશાળ અનુભવ સાથે, તેમણે અસંખ્ય ગુજરાતી ફિલ્મો અને ભારતીય નોન-ફિક્શન ટીવી શો માટે ભૂમિકા ભજવી છે. 2010 માં, અવનીએ તેમની પોતાની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની, FATC – ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેઇનમેન્ટની સ્થાપના કરીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું, જે ત્યારથી ઇન્ડસ્ટ્રીમાં મુખ્ય ખેલાડી બની ગઈ છે. તેણીની કંપની દ્વારા, તેણી પ્રતિભાનું સંચાલન કરવાનું ચાલુ રાખે છે અને મનોરંજનના લેન્ડસ્કેપને આકાર આપવામાં યોગદાન આપે છે.

અવની સોની જણાવે છે કે, “કાશી રાઘવ ફિલ્મ ઘણી જ અલગ છે. ફિલ્મના ડિરેક્ટર ધ્રુવ ગોસ્વામી છે, તેમણે મને ફિલ્મની વાર્તાની થોડી ઝલક આપી. ફિલ્મમાં ગુજરાતી અને બાંગ્લા એમ બે ભાષાઓનો સંગમ છે તો મને જાણ હતી કે આ ફિલ્મનું કાસ્ટિંગ કરવું થોડું મુશ્કેલ રહેશે. પણ, મને ઘણી જ મજા આવી. અમે એવા પાત્રોની શોધમાં હતા કે જેઓ બંગાળી ભાષા પણ ખૂબ જ સરળતાથી બોલી શકે. તો આ ફિલ્મ માટે કાસ્ટિંગ કરવું ઘણું જ યાદગાર બની રહ્યું.”

“કાશી રાઘવ” ફિલ્મમાં દીક્ષા જોશી “પ્રોસ્ટિટ્યૂટ”ની ભૂમિકા નિભાવી રહી છે, જે ઘણો ચેલેંજિંગ રોલ છે અને તેમનું કેરેક્ટર પણ બંગાળી બતાવવામાં આવ્યું છે તો આ રોલ અંગે દીક્ષાની પસંદગી કરવા અંગે અવની સોની જણાવે છે કે, “કાશીના રોલ માટે અન્ય વિકલ્પો પણ હતા. પણ હંમેશા કોઈ પણ ફિલ્મ બનાવીએ ત્યારે ડિરેક્ટર- લેખકનું એક વિઝન હોય છે. તેઓ પાત્રની કલ્પના કરે છે અને તેમનું વિઝન પણ સ્પષ્ટ હોય છે. હું પણ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે સંપૂર્ણપણે માનું છું કે જે કલાકાર પોતાની કુશળતા દ્વારા પાત્રને ન્યાય આપી શકે તેની જ પસંદગી થવી જોઈએ. ફિલ્મના ડિરેક્ટર ધ્રુવે એક શોર્ટ ફિલ્મમાં દીક્ષાની એક ઝલક જોઈ હતી અને તેમણે કહ્યું કે આપણી ફિલ્મની “કાશી” પણ કાંઈક આવી જ હોવી જોઈએ અને મને પણ લાગ્યું કે  દીક્ષા “કાશી”ના રોલને યોગ્ય ન્યાય આપી શકશે. તે એક પ્રતિભાશાળી અદાકારા છે. તેણે ઘણી ભૂમિકાઓ ભજવી છે પણ”કાશી”ની ભૂમિકા તેમના માટે પડકારજનક રહી કારણકે તેઓ “પ્રોસ્ટિટ્યૂટ”ની ભૂમિકા નિભાવી રહી છે અને જયારે દર્શકો ફિલ્મ નિહાળશે ત્યારે આ ફિલ્મમાં દીક્ષાનું કામ તેમનું મન મોહી લેશે. હું માનું છું કે દીક્ષા એ પરફેક્ટ ચોઈસ છે.”

{“eId”:”251620619983696″,”CameraPosition”:2}

ફિલ્મનું કાસ્ટિંગ કરતાં પહેલાં ફિલ્મની સ્ક્રિપ્ટને સમજવી ખૂબ જરૂરી છે. ફિલ્મમાં જેટલાં પણ કેરેક્ટર હોય તેની ભૂમિકામાં કોણ એકદમ યોગ્ય રહેશે તે પણ જાણવું ખૂબ જરૂરી હોય છે. અવની સોની કોઈપણ ફિલ્મનું કાસ્ટિંગ કરતાં પહેલાં 2 વાર સ્ક્રિપ્ટ વાંચે છે કે જેથી તેઓ ફિલ્મને બરાબર સમજી શકે. તેઓ માને છે કે કેરેકટરની શું ડિમાન્ડ છે તે સમજવું જોઈએ અને તે અંગે વિચારવું કે કોણ કઈ ભૂમિકા યોગ્ય રીતે નિભાવશે તે બધી બાબતોનું કાસ્ટિંગ ડિરેક્ટરે ખાસ ધ્યાન રાખવું પડે છે કારણકે આખી ફિલ્મનો 51% જટલો આધાર તેના પર રહે છે. જો કાસ્ટિંગ યોગ્ય હોય તો જ તે ફિલ્મની વાર્તાને ન્યાય આપી શકે. સ્ક્રિપ્ટ સમજીને ફિલ્મને સફળ બનાવવા માટે ડિરેક્ટર સાથે ચર્ચા કરીને યોગ્ય કાસ્ટની પસંદગી કરવામાં આવે છે, તેવું અવની સોની માને છે.

“કાશી રાઘવ” ફિલ્મના કાસ્ટિંગના યાગદાર અનુભવ વિષે અવની સોની જણાવે છે કે, “બધા જ કેરેક્ટર્સનું કાસ્ટિંગ થઈ ગયા બાદ અને “કાશી”ની દીકરીની ભૂમિકા માટે એક બાળ કલાકારાની શોધમાં હતા અને તે માટે અમે ગુજરાત, મુંબઈ, બેંગ્લોર, દિલ્હી સહીત અનેક જગ્યાઓમાંથી 52 જેટલાં બાળ કલાકારોના ઓડિશન લીધા અને ફિલ્મ ફ્લોર પર જવાની હતી તેના 3 દિવસ અગાઉ જ અમે અમદાવાદ, ગુજરાતમાંથી જ બાળ કલાકારા પીહુશ્રી ગઢવીની પસંદગી કરી કારણકે આ પાત્ર ઘણું જ નિર્દોષ છે.”

“વાર્તાનો સાર અને કેરેક્ટરનું મહત્વ કોઈપણ કલાકારે સમજવું ખૂબ જ જરૂરી છે, તો જ તે પોતાના પાત્રને ન્યાય આપી શકે. દીક્ષા જોશી અને જયેશ મોરે બંને એ કાશી રાઘવ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી છે. દીક્ષા એ બંગાળી કેરેક્ટર માટે 3-4 મહિના બંગાળી ભાષા શીખી છે. કાશીના પાત્રમાં ઢળવા માટે તેમણે પોતાની જાણ રેડી દીધી છે તેમ ચોક્કસપણે કહી શકાય. રાઘવની ભૂમિકા માટે જયેશ મોરે એ પોતાના ડેઇલી શોપમાંથી સમય કાઢીને આ ફિલ્મની ટ્રેનિંગ માટે સંપૂર્ણ સમય આપ્યો અને તેમણે ટ્રક ચલાવવા માટે ખાસ ટ્રેનિંગ પણ લીધી. તેઓ એક વર્સેટાઈલ અભિનેતા છે. તેમની મહેનત આ ફિલ્મમાં ખૂબ જ સુંદર રીતે દેખાય છે. શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકારા પીહૂશ્રી ગઢવી સહીત બધા જ કલાકારોએ પોતાના પાત્રને સંપૂર્ણ રીતે ન્યાય આપ્યો છે. ફિલ્મમાં સોનાગાચી, કમાટીપુરા વગેરે વિસ્તારો બતાવવામાં આવ્યું છે. દીક્ષા એ, ફિલ્મની ડાયરેક્શન ટીમે ત્યાં જઈને ત્યાંના લોકોના હાવભાવ, બોલવાની ઢબ, બોડી લેન્ગવેજ, લાઇફસ્ટાઇલ બધું જોઈને સમજીને “કાશી”ના પાત્રમાં ઢાળ્યો છે.” – અવની સોનીએ ફિલ્મની કાસ્ટિંગ કરવા અંગેના સારાંશમાં જણાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *