બીપી ની પહેલ ‘જલ સુરક્ષા અભિયાન’: ગુજરાત અને મહારાષ્ટ્રમાં પીવાના શુદ્ધ પાણી માટે સમુદાયો અને ભાગીદારો એક મંચ પર આવ્યા

૨૨ ઓક્ટોબર, ૨૦૨૬ :- ગુજરાત અને મહારાષ્ટ્ર: બીપી ની પહેલ અને આઇએનઆરઈએમ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ‘જલ સુરક્ષા અભિયાન’ અંતર્ગત ગુજરાતના આણંદ અને જૂનાગઢ તેમજ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં ગામના પ્રતિનિધિઓ, વોટર ઓપરેટરો, સરકારી અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને વિકાસ ભાગીદારો એકઠા થયા હતા. આ વર્કશોપનો મુખ્ય હેતુ પાણીની ગુણવત્તા સંબંધિત સ્થાનિક પડકારો, વ્યવહારુ અનુભવોનું આદાન-પ્રદાન અને પીવાના શુદ્ધ પાણી માટે સતત જોડાયેલા રહેવા અભિયાનના પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરવાનો હતો.

ગુજરાતમાં ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ‘વર્લ્ડ વૉટર મોનીટરીંગ ડે’  નિમિત્તે આ વર્કશોપ યોજાયા હતા, જ્યારે મહારાષ્ટ્રમાં ૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ તેનું આયોજન થયું હતું. આણંદમાં ૧૦૦થી વધુ અને થાણેમાં ૮૦થી વધુ સહભાગીઓએ હાજરી આપી હતી, જ્યારે જૂનાગઢ જિલ્લાના વિવિધ ગામોમાંથી પણ લોકો ઉત્સાહભેર જોડાયા હતા.

બીપી ઈન્ડિયાના પીવાના શુદ્ધ પાણીના ફ્લેગશિપ પ્રોગ્રામના પ્રોજેક્ટ મેનેજર શ્રી દુષ્યંત શર્માએ આ કાર્યક્રમોમાં બીપી ની પહેલ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે bp નું દ્રઢપણે માનવું છે કે સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી એ તંદુરસ્ત અને ખુશહાલ ગામનો પાયો છે. ત્રણેય વર્કશોપમાં જલ સુરક્ષા અભિયાન અને પાણી ક્ષેત્રે બીપી ના કાર્યોનો પરિચય આપવામાં આવ્યો હતો અને સ્થાનિક સમસ્યાઓ તેમજ સરપંચો, વોટર ઓપરેટરો અને જલ સુરક્ષકોના અનુભવો સાથે તેને જોડવામાં આવ્યું હતું.

આણંદનો વર્કશોપ વાસ્મો (WASMO), આણંદ અને એન. એસ. પટેલ આર્ટ્સ કોલેજના સંયુક્ત સહયોગથી રવિશંકર મહારાજ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. જેમાં આઇએનઆરઈએમ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. સુંદરરાજન ક્રિષ્નન, ડિરેક્ટર ડૉ. રાજનારાયણ ઈન્દુ, એન. એસ. પટેલ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પ્રશાંત પટેલ, સોશિયલ વર્ક વિભાગના વડા શ્રી અમિત પટેલ, વાસ્મો-આણંદના ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર શ્રી વિરલ સુરેશભાઈ પટેલ, વાસ્મો-આણંદના સોશિયલ કોઓર્ડિનેટર શ્રી સંજયભાઈ દાનસંગભાઈ ટાંક અને આઈઆઈટી ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. પ્રહર્ષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આણંદના સરપંચો, વોટર ઓપરેટરો, એઆઇએસડબ્લ્યુ ના ઈન્ટર્ન્સ, અર્થશાસ્ત્ર અને સોશિયલ વર્કના વિદ્યાર્થીઓ અને આઇએનઆરઈએમ ના જળ ચેમ્પિયનો પણ જોડાયા હતા. આઇએનઆરઈએમ ફાઉન્ડેશનના પ્રોગ્રામ ઓફિસર શ્રી વિષ્ણુ જોશીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

જૂનાગઢનો વર્કશોપ વાસ્મો (WASMO) જૂનાગઢના સહયોગથી બામણસા ગામે યોજાયો હતો. જેમાં વાસ્મોના વોટર ક્વોલિટી આસિસ્ટન્ટ મેનેજર સુશ્રી સંગીતા બાબરીયા, અન્ય અધિકારીઓ, સરપંચો, વોટર ઓપરેટરો અને ગ્રામીણ જળ ચેમ્પિયનો હાજર રહ્યા હતા. આઇએનઆરઈએમ ફાઉન્ડેશનના પ્રોગ્રામ લીડ શ્રી મેરુસિંહ ડોડિયાએ આ વર્કશોપનું સંચાલન કર્યું હતું.

મહારાષ્ટ્રમાં આ વર્કશોપ કલ્યાણ પંચાયત સમિતિ (જિલ્લો: થાણે) ખાતે થાણે જિલ્લા પરિષદ અને વોટર એન્ડ સેનિટેશન સપોર્ટ ઓર્ગેનાઈઝેશન  ના સહયોગથી યોજાયો હતો. જેમાં થાણે જિલ્લા પરિષદના ડેપ્યુટી સીઈઓ અને જલ જીવન મિશનના પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી પંડિત રાઠોડ, આઇએનઆરઈએમ ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. સુંદરરાજન ક્રિષ્નન, કલ્યાણ પંચાયત સમિતિના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર શ્રી રઘુનાથ ગવારી, ગ્રામીણ પાણી પુરવઠા વિભાગના ડ્રાફ્ટસમેન શ્રી મહેશ વાળુંજ, ભૂગર્ભ જળ સર્વેક્ષણ અને વિકાસ એજન્સીના માઇક્રોબાયોલોજિસ્ટ સુશ્રી સુજાતા પાટીલ, આરોગ્ય સહાયક શ્રી રમેશ સાંબરે અને યુનિસેફ  ના સ્ટેટ વોશ કન્સલ્ટન્ટ શ્રી સંદીપ તેંદુલકર ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં WOTR, ACWADAM, UNICEF અને SATTVA ના પ્રતિનિધિઓ તેમજ જલ જીવન મિશન, સ્વચ્છ ભારત મિશન અને કલ્યાણ પંચાયત સમિતિના અધિકારીઓ પણ જોડાયા હતા. INREM ફાઉન્ડેશનના પ્રોગ્રામ લીડ સુશ્રી નેહા પવારે વર્કશોપનું નેતૃત્વ કર્યું હતું અને કન્સલ્ટન્ટ સુશ્રી નમ્રતા ગોડંબેએ સંચાલન કર્યું હતું. મધ્યપ્રદેશ અને ગુજરાતની INREM ટીમે પણ સહયોગ આપ્યો હતો.

આ ત્રણેય સ્થળોએ સરકારી અધિકારીઓએ પાણી સંબંધિત સ્થાનિક પ્રશ્નો પર ચર્ચા કરી હતી, જ્યારે સરપંચો અને જલ સુરક્ષકોએ પોતાના ગામના વાસ્તવિક અનુભવો રજૂ કર્યા હતા. વર્કશોપના અંતે જલ સુરક્ષા અભિયાનના ડિજિટલ પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશનનું લાઈવ ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવ્યું હતું અને bp ની આ પહેલ સાથે આગળ જોડાયેલા રહેવા સહભાગીઓને ઓનબોર્ડ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *