સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહેલી રાકેશ શાહ નિર્દેશિત ફિલ્મ “ચોર નં. ૧” માત્ર પેટ પકડીને હસાવતી કૉમેડી જ નથી, પણ આજના કોર્પોરેટ કલ્ચરમાં સામાન્ય કર્મચારીઓ જે દબાણ અને અસમાનતાનો સામનો કરે છે તેના પર એક હળવી કટાક્ષ પણ કરે છે. મેનેજરની ભૂલનો શિકાર બનેલા ત્રણ કર્મચારીઓ જ્યારે બદલો લેવા માટે અણઘડ ચોરીનો રસ્તો અપનાવે છે, ત્યારે પડદા પર સર્જાતો ગેરસમજોનો પ્લોટ દર્શકોને એક ક્ષણ માટે પણ કંટાળવા દેતો નથી. શ્રેય મારાડિયા, ઋષિ જાની અને પાર્થ મોદીનો નેચરલ અભિનય તથા અર્ચન ત્રિવેદીની પરિપક્વ એક્ટિંગે આ સામાન્ય વાર્તામાં પ્રાણ પૂરી દીધા છે. કપિલ સાહેત્યાના વેધક ડાયલોગ્સ, નાસિર ખાનની ઉત્કૃષ્ટ સિનેમેટોગ્રાફી અને અયાન મકવાણાનું સસ્પેન્સભર્યું બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મને થ્રિલર અને કૉમેડીનું એક ઉત્તમ મિશ્રણ બનાવે છે. ટૂંકમાં, અન્યાય સામે અનોખો વિરોધ નોંધાવતી આ ફિલ્મ દરેક નોકરીયાત વર્ગના દિલને સ્પર્શી જશે અને વીકએન્ડમાં સ્ટ્રેસ દૂર કરવા માટે એક બેસ્ટ ચોઈસ છે.

You may also like
-
આસ્થા અને ભક્તિનો અદ્ભુત સંગમ, ‘કિંગ ઓફ સાળંગપુર’ નું ભવ્ય પોસ્ટર અને ટીઝર રિલીઝ
-
EForU એન્ટરટેઇનમેન્ટ દ્વારા ગુજરાતી કૉમેડી-ડ્રામા ફિલ્મ “ચોર નં. 1” નું ટ્રેલર લોન્ચ
-
GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા ફિલ્મ નિર્માતા અભિષેક જૈનની નિમણૂક; અમદાવાદ ખાતે યોજાઈ પ્રથમ સમીક્ષા બેઠક
