- બે વર્ષનો આ ડિગ્રી પ્રોગ્રામ મેનેજમેન્ટ શિક્ષણને એડવાન્સ્ડ એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડે છે, જે વર્કિંગ પ્રોફેશનલ્સ અને એન્ટ્રેપ્રિનિયોર્સને ડેટા-ઇન્ટેન્સિવ લીડરશીપ રોલ્સ માટે તૈયાર કરે છે.
અમદાવાદ, ૧૪ ઓક્ટોબર: દેશનું લીડીંગ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) એ તેના બિઝનેસ એનાલિટિક્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં બે વર્ષના બ્લેન્ડેડ એમબીએ પ્રોગ્રામ (BPGP: BA & AI) ની બીજી બેચ માટે પ્રવેશની જાહેરાત કરી છે. વર્કિંગ પ્રોફેશનલ્સ અને સાહસિકો માટે તૈયાર કરાયેલો આ પ્રોગ્રામ એવા બિઝનેસ લીડર્સની વધતી જતી જરૂરિયાતને પૂરી કરે છે જેઓ જટિલ ડેટાને સમજી શકે, નવી ટેકનોલોજીનું મૂલ્યાંકન કરી શકે અને વ્યૂહાત્મક તેમજ ઓપરેશનલ નિર્ણયોમાં એનાલિટિકલ વિચારનો ઉપયોગ કરી શકે.
આ જાહેરાત આઈઆઈએમ અમદાવાદ કેમ્પસ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આઈઆઈએમએના ડિરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કર; પ્રોફેસર દીપ્તેશ ઘોષ, ડીન (પ્રોગ્રામ્સ), આઈઆઈએમએ; પ્રોફેસર અનિંદ્ય એસ. ચક્રવર્તી, ચેરપર્સન, BPGP: BA & AI, આઈઆઈએમએ; અને પ્રોફેસર અંકુર સિંહા, ચેરપર્સન, કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ એઆઈ, આઈઆઈએમએની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આઈઆઈએમએના પીજીપી ૧૯૭૫ બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થી, બિઝનેસ લીડર, માનવતાવાદી અને ગ્રેમી-એવોર્ડ વિજેતા સંગીતકાર શ્રીમતી ચંદ્રિકા ટંડન, જેમણે એક ઉદાર અનુદાન સાથે આઈઆઈએમએ ખાતે ‘કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ એઆઈ’ની સ્થાપના કરી છે, તેઓ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. આ પ્રોગ્રામ એકેડેમિક ગુણવત્તા, સંશોધન અભિગમ અને વ્યવહારિક ઉપયોગિતાને જાળવી રાખીને બદલાતી બિઝનેસ જરૂરિયાતો અનુસાર મેનેજમેન્ટ શિક્ષણને આગળ ધપાવવાની આઈઆઈએમએની કટિબદ્ધતાને ફરીથી દોહરાવે છે.
BPGP: BA & AI ની બીજી બેચની જાહેરાત પર વાત કરતા આઈઆઈએમએના ડિરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કરે જણાવ્યું હતું કે, “અમે આઈઆઈએમ અમદાવાદમાં જે સૌથી મહત્વપૂર્ણ બાબતો શીખવીએ છીએ તેમાંની એક છે કે કોઈ પણ નિર્ણય પર પહોંચતા પહેલા સમસ્યાની બારીકાઈથી તપાસ કરવી. આજે મેનેજર્સ પાસે વધુને વધુ અત્યાધુનિક એનાલિટિકલ ટૂલ્સની સુવિધા છે, પરંતુ તેમણે આ ટૂલ્સથી મળતા જવાબો પાછળની ધારણાઓ અને તેની મર્યાદાઓને પણ સમજવી જરૂરી છે. આ પ્રોગ્રામની બીજી બેચ દ્વારા, અમે ભાવિ બિઝનેસ લીડર્સમાં ટેકનિકલ ક્ષમતા, સ્વતંત્ર વિચારસરણી અને મેનેજર તરીકેની જવાબદારીના આ સમન્વયને વધુ મજબૂત કરવા માંગીએ છીએ.”
એઆઈ અને આ પ્રોગ્રામના મહત્વ વિશે ઉમેરતા શ્રીમતી ચંદ્રિકા ટંડને જણાવ્યું હતું કે, “આપણી પાસે પાવરફૂલ ટૂલ્સ છે, પરંતુ માત્ર ટૂલ્સ જ આપણને નહીં બતાવે કે કઈ સમસ્યાઓ પર ખરેખર ધ્યાન આપવાની જરૂર છે. જ્યારે અમે કૃષ્ણામૂર્તિ ટંડન સ્કૂલ ઓફ એઆઈની કલ્પના કરી હતી, ત્યારે અમે ઇચ્છતા હતા કે મુખ્ય ભાર લોકો, સંસ્થાઓ અને હેતુ પર રહે. મને આશા છે કે આ પ્રોગ્રામ મેનેજર્સને ક્રિટીકલી વિચારવા અને એવા ઉકેલો શોધવા માટે પ્રોત્સાહિત કરશે જે અર્થતંત્ર અને સમાજ બંને માટે ઉપયોગી નિવડે. આ પ્રોગ્રામ આઈઆઈએમએને મેનેજમેન્ટ ક્ષેત્રે આગળ રાખીને ભવિષ્યની સોચ ધરાવતા અને સુસંગત મેનેજર્સ, લીડર્સ તેમજ સંસ્થાપકો તૈયાર કરવામાં મદદ કરશે.”
પ્રોગ્રામ વિશે વાત કરતા BPGP: BA & AI, આઈઆઈએમએના ચેરપર્સન પ્રોફેસર અનિંદ્ય એસ. ચક્રવર્તીએ કહ્યું, “અમે આ વિષયવસ્તુને એવી રીતે ડિઝાઇન કરી છે કે જેમાં મેથેમેટિકલ મોડેલિંગ, પ્રોગ્રામિંગ અને મશીન લર્નિંગને ફાઇનાન્સ અને સ્ટ્રેટેજી જેવા કોર મેનેજમેન્ટ વિષયો સાથે સાંકળવામાં આવ્યા છે. કેસ ડિસ્કશન, કેપસ્ટોન એસાઇન્ટમેન્ટ્સ અને એક્શન-લર્નિંગ પ્રોજેક્ટ્સ દ્વારા, સહભાગીઓ એનાલિટિકલ ભલામણોની ઝીણવટપૂર્વક તપાસ કરતા, તેના વ્યવહારિક અસરોને સમજતા અને જટિલ બિઝનેસ નિર્ણયોમાં આ બાબતોનો ઉપયોગ કરતા શીખશે.”
ભારતીય કંપનીઓ તૈયારીઓમાં રહેલી ખામીઓ છતાં એઆઈનો ઉપયોગ ઝડપથી વધારી રહી છે. બિઝનેસ ક્ષેત્રે એવા મેનેજર્સની જરૂર છે જે પુરાવા ચકાસી શકે, તકો અને જોખમોનું મૂલ્યાંકન કરી શકે અને રોકાણને ઉપયોગી બનાવી શકે. આઈઆઈએમએનો બ્લેન્ડેડ એમબીએ ઇન બિઝનેસ એનાલિટિક્સ એન્ડ એઆઈ ફાઇનાન્સ, માર્કેટિંગ, ઓપરેશન્સ, સપ્લાય ચેઇન, લોજિસ્ટિક્સ, લીગલ, આઈટી અને એચઆર જેવા વિવિધ ક્ષેત્રોમાં આ જરૂરિયાત પૂરી કરે છે.
બે વર્ષમાં છ ટર્મ ધરાવતો આ પ્રોગ્રામ વર્કિંગ પ્રોફેશનલ્સને અનુકૂળ રહે તે રીતે લાઈવ ડાયરેક્ટ-ટુ-ડિવાઇસ ક્લાસિસ અને ત્રણ ઓન-કેમ્પસ મોડ્યુલ્સને જોડે છે. તેમાં મેનેજમેન્ટ, સ્ટેટિસ્ટિક્સ, એનાલિટિકલ મોડેલિંગ, મશીન લર્નિંગ અને એડવાન્સ્ડ એઆઈને કેસ સ્ટડીઝ, સિમ્યુલેશન્સ, કેપસ્ટોન અને એક્શન-લર્નિંગ પ્રોજેક્ટ્સ દ્વારા શીખવવામાં આવે છે. તેમાં પ્રેડિક્ટિવ અને પ્રિસ્ક્રિપ્ટિવ એનાલિટિક્સ, પ્રોડક્ટ મેનેજમેન્ટ, ફાઇનાન્સ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ, હ્યુમન-એઆઈ કોલેબોરેશન એન્ડ ચેન્જ મેનેજમેન્ટ, એઆઈ એથિક્સ, પોલિસી એન્ડ રેગ્યુલેશન, સપ્લાય ચેઇન ડિજિટાઇઝેશન, જનરેટિવ એઆઈ અને એજન્ટિક એઆઈ જેવા ઘણા વિષયોમાંથી પસંદગી કરવાની તક મળે છે. આઈઆઈએમએની કેસ સ્ટડી પદ્ધતિ વેપારી, સંસ્થાકીય અને નૈતિક પ્રશ્નો સાથે એનાલિટિકલ શિક્ષણને જોડે છે.
આ પ્રોગ્રામ દરમિયાન સહભાગીઓને વિક્રમ સારાભાઈ લાઇબ્રેરી, કોમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટાબેઝના વિશાળ કલેક્શન સહિત આઈઆઈએમએના એકેડેમિક અને સંશોધન સંસાધનોનો ઓનલાઈન એક્સેસ મળશે. બિઝનેસ એનાલિટિક્સ એન્ડ એઆઈમાં બ્લેન્ડેડ એમબીએ પ્રોગ્રામ પ્રથમ વર્ષ પછી બહાર નીકળવાનો વિકલ્પ પણ આપે છે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બિઝનેસ એનાલિટિક્સ એન્ડ એઆઈ એનાયત કરવામાં આવશે. બે વર્ષનો એમબીએ પૂર્ણ કરનારા સહભાગીઓ આઈઆઈએમએના ગ્લોબલ એલ્યુમનાઈ નેટવર્કનો ભાગ બનશે.
અરજી કરનાર પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા ૫૦% ગુણ અથવા સમકક્ષ CGPA સાથે બેચલર્સ ડિગ્રી, CA, CS, ICWA, CMA અથવા તેના સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે. વર્કિંગ પ્રોફેશનલ્સ અને સાહસિકો પાસે ૩૧ માર્ચ, ૨૦૨૭ સુધીમાં ત્રણ વર્ષની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી (10+2+3+3) પછી ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અથવા ચાર વર્ષની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી (10+2+4+2) પછી બે વર્ષનો પૂર્ણ સમયનો કામનો અનુભવ હોવો જોઈએ.
ઉમેદવારોએ છેલ્લા પાંચ વર્ષમાં મેળવેલ માન્ય CAT, GMAT અથવા GRE સ્કોર જમા કરાવવાનો રહેશે, જેમાં ટેસ્ટ તારીખ ૧ જાન્યુઆરી, ૨૦૨૨ પહેલાની ન હોવી જોઈએ. GMAT ક્લાસિક અને GMAT ફોકસ એડિશન બંનેના સ્કોર માન્ય રાખવામાં આવશે. વિકલ્પ તરીકે, અરજદારો સંસ્થાની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે BPGP: BA & AI માટેની રાઉન્ડ ૧ આઈઆઈએમએ એડમિશન ટેસ્ટ આપી શકે છે.
પ્રોગ્રામ માટેની લિંક: https://www.iima.ac.in/academics/MBA-BPGP-BA-AI](https://www.iima.ac.in/academics/MBA-BPGP-BA-AI
આઈઆઈએમ અમદાવાદ વિશે:
ભારતીય પ્રબંધ સંસ્થા અમદાવાદ (આઈઆઈએમએ) એક અગ્રણી વૈશ્વિક પ્રબંધ સંસ્થા છે, જે પ્રબંધન શિક્ષણના ક્ષેત્રમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવામાં અગ્રેસર છે. તેના અસ્તિત્વના 6થી વધુ દાયકાઓ દરમિયાન, સંસ્થાને તેની વિશિષ્ટ શિક્ષણ પદ્ધતિ, ઉચ્ચ ગુણવત્તાવાળા સંશોધન, ભાવિ નેતાઓના ઘડતર, ઉદ્યોગ, સરકાર અને સામાજિક ઉદ્યોગોને સહાયતા તેમજ સમાજ પર પ્રગતિશીલ અસર સર્જવા બદલ શિક્ષણ, વ્યવહાર અને નીતિ-નિર્માણના ક્ષેત્રોમાં તેના ઉત્કૃષ્ટ યોગદાન માટે વ્યાપક માન્યતા મળી છે.
આઈઆઈએમએની સ્થાપના વર્ષ 1961માં સરકાર, ઉદ્યોગજગત અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક ક્ષેત્રની એક નવીન પહેલ તરીકે કરવામાં આવી હતી. ત્યારથી સંસ્થા સતત પોતાની વૈશ્વિક ઉપસ્થિતિને મજબૂત બનાવી રહી છે અને આજે તેની 80થી વધુ અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે ભાગીદારી છે તેમજ દુબઈમાં અદ્યતન કેમ્પસ પણ આવેલું છે. વર્ષ 2025માં આઈઆઈએમએ દુબઈ શાખા કેમ્પસની સ્થાપના સાથે, આઈઆઈએમએ દેશનું પ્રથમ આઈઆઈએમ બન્યું, જેનું આંતરરાષ્ટ્રીય કેમ્પસ છે. તેના પ્રતિષ્ઠિત ફેકલ્ટી સભ્યો અને 47,000થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ, જે જીવનના વિવિધ ક્ષેત્રોમાં પ્રભાવશાળી પદો પર કાર્યરત છે, સંસ્થાની વૈશ્વિક પ્રતિષ્ઠામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. વર્ષો દરમિયાન, આઈઆઈએમએના શૈક્ષણિક રીતે શ્રેષ્ઠ, બજારકેન્દ્રિત અને સામાજિક રીતે પ્રભાવશાળી કાર્યક્રમોએ વૈશ્વિક સ્તરે ઊંચી પ્રતિષ્ઠા અને પ્રશંસા મેળવી છે. ઈક્વિસ તરફથી આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવનારી તે પ્રથમ ભારતીય સંસ્થા બની હતી. ભારત સરકારના રાષ્ટ્રીય સંસ્થાગત રેન્કિંગ રૂપરેખા (એનઆઈઆરએફ), ભારત રેન્કિંગ્સ 2025માં પણ સંસ્થાને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે, સંસ્થાને ફાઇનાન્શિયલ ટાઇમ્સ (એફટી) કાર્યકારી શિક્ષા રેન્કિંગ્સ (મુક્ત) 2026માં વિશ્વમાં 23મું અને એશિયામાં 1લું સ્થાન પ્રાપ્ત થયું છે. તેનો પ્રતિષ્ઠિત મુખ્ય 2 વર્ષીય પ્રબંધનમાં સ્નાતકોત્તર પાઠ્યક્રમ (પીજીપી) પ્રબંધનમાં એફટી માસ્ટર્સ રેન્કિંગ 2026માં વૈશ્વિક સ્તરે 27મા ક્રમે રહ્યો છે, જ્યારે પૂર્ણકાલીન 1 વર્ષીય કાર્યકારી પ્રબંધન સ્નાતકોત્તર પાઠ્યક્રમ (એમબીએ-પીજીપીએક્સ) એ એફટી ગ્લોબલ એમબીએ રેન્કિંગ્સ 2026માં 27મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આઈઆઈએમએ પરામર્શ સેવાઓ, વિચારપૂર્વક તૈયાર કરવામાં આવેલા બ્લેન્ડેડ એમબીએ ડિગ્રી કાર્યક્રમો તેમજ વિવિધ પ્રકારના ભાગીદારો માટે અનુકૂલિત, બ્લેન્ડેડ અને ઓપન એનરોલમેન્ટ સ્વરૂપોમાં 200થી વધુ પસંદગીના કાર્યકારી શિક્ષણ પાઠ્યક્રમો પણ પ્રદાન કરે છે. આ વિદ્યાર્થીઓમાં વ્યાવસાયિક અગ્રણીઓ, નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ ક્ષેત્રના નિષ્ણાતો, શિક્ષણવિદો, સરકારી અધિકારીઓ, સશસ્ત્ર સેના દળોના કર્મચારીઓ, કૃષિ-વ્યવસાય ક્ષેત્રના નિષ્ણાતો તેમજ અન્ય વિશિષ્ટ ક્ષેત્રોના નિષ્ણાતો અને ઉદ્યોગસાહસિકોનો સમાવેશ થાય છે.
You may also like
-
સીએ નરેશ કેલા દ્વારા ફ્રેન્કફર્ટ બુક ફેર ૨૦૨૬ પહેલાં ‘ઇન્ડિયા: અ નેશન રાઇઝિંગ’ પુસ્તકનું વિમોચન
-
‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક સંપન્ન
-
અમદાવાદમાં ‘દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સ 2026’ અને ‘મેવેરિક ઈફેક્ટ AI ચેલેન્જ 2026’ નું આયોજન કરાયું
-
મીડિયા ક્ષેત્રે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક : KSV દ્વારા સંચાલિત પત્રકારત્વ અભ્યાસક્રમમાં પ્રવેશ શરૂ, 30 જુલાઈ સુધી મળશે તક
-
રાષ્ટ્ર નિર્માણના ૭૮ વર્ષ – ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સનો વૈશ્વિક ગૌરવ : સી.એ. રિંકેશ કે. શાહ
