અમદાવાદ, સપ્ટેમ્બર 2026: અમદાવાદના ગરબાના ધબકારને વધુ ભવ્યતા, વધુ વિશાળતા અને એકદમ નવા અંદાજ સાથે ઉજવવા માટે “રાતલડી – ધ મંડળી ગરબા” પોતાના ત્રીજા વર્ષમાં એક નવા સ્વરૂપ સાથે પરત ફરી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી અમદાવાદના ગરબા રસિકોનો મળેલો અદભૂત પ્રેમ અને પ્રતિસાદ રાતલડી માટે સૌથી મોટી પ્રેરણા બન્યો છે. આ જ પ્રેમના પ્રતિસાદરૂપે આ વર્ષે રાતલડીને વધુ વિશાળ અને ભવ્ય બનાવવામાં આવી છે અને તેને નવા નામ સાથે રજૂ કરવામાં આવી રહી છે — “રાતલડી – સિટી ઓફ ડ્રીમ્સ”. આ વર્ષની રાતલડીનું આયોજન માસ્ટર ફાર્મ, વૈષ્ણોદેવી, લીલાપુર, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. આ અંગે જેમાં ઝાલા ઇવેન્ટ્સના ફાઉન્ડર જયવીરસિંહ ઝાલા એ માહિતી આપી હતી.
ઝાલા ઇવેન્ટ્સના સ્થાપક જયવીરસિંહ ઝાલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “છેલ્લા બે વર્ષમાં રાતલડીને અમદાવાદના ગરબા રસિકોએ જે પ્રેમ આપ્યો છે, એ અમારા માટે સૌથી મોટી પ્રેરણા છે. આ વર્ષે અમે માત્ર વેન્યુ મોટું કરવાનું વિચાર્યું નથી, પરંતુ રાતલડીનો આખો અનુભવ જ એક નવા સ્તર પર લઈ જવાનો પ્રયાસ કર્યો છે. નવું વેન્યુ, 2,50,000 ચોરસ ફૂટનું વિશાળ પ્લેઇંગ એરિયા, 20થી 25 વીઘાનું પાર્કિંગ અને ભવ્ય ડેકોરેશન તો છે જ, પરંતુ સૌથી ખાસ અમારો નવો મ્યુઝિકલ કોન્સેપ્ટ છે. “મંડળી સાથે વાયોલિન, મંજીરા અને અન્ય લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું જોડાણ કરીને ગરબાના સંગીતમાં એક નવો અનુભવ આપવાનો અમારો પ્રયાસ છે. જ્યારે મંડળીના તાલ સાથે આ તમામ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એકસાથે વાગશે, ત્યારે ગરબા રસિકોને એક અલગ જ પ્રકારની એનર્જીનો અનુભવ થશે.” “અમારો હેતુ એક જ છે — જે ચાહકો રાતલડીને પ્રેમ આપે છે, તેઓ જ્યારે આ વર્ષે અહીં આવે ત્યારે તેમને એવું લાગે કે તેઓ ખરેખર એક અલગ જ દુનિયામાં આવ્યા છે. એટલે જ આ વખતે અમે તેને ‘રાતલડી – સિટી ઓફ ડ્રીમ્સ’ તરીકે રજૂ કરી રહ્યા છીએ.”
આ વર્ષની સૌથી મોટી ખાસિયત એ નવું વેન્યુ છે, જે રાતલડીની ટીમે જાતે વિકસાવ્યું છે. રાતલડીની ટીમ દ્વારા સમગ્ર જગ્યા પોતાની રીતે વિકસાવવામાં આવી છે, જેમાં વર્ષોથી પડતર રહેલી જગ્યાને સંપૂર્ણપણે સાફ કરીને, જમીન તૈયાર કરીને અને ખાસ ગરબા માટે યોગ્ય ઘાસનું મેદાન વિકસાવવામાં આવ્યું છે. આ વર્ષે અંદાજે 2,50,000 ચોરસ ફૂટનું માત્ર ગરબા રમવા માટેનું વિશાળ પ્લેઇંગ એરિયા તૈયાર કરવામાં આવ્યું છે. આટલા વિશાળ પ્લેઇંગ એરિયાને કારણે ગરબા રસિકોને વધુ ખુલ્લી અને આરામદાયક જગ્યામાં ગરબાની રમઝટ માણવાનો અનુભવ મળશે. સ્થળની વિશાળતા સાથે વાહન પાર્કિંગને પણ ખાસ પ્રાથમિકતા આપવામાં આવી છે. ગરબા રસિકોને પાર્કિંગ અને વાહનવ્યવહારની સમસ્યા ન સર્જાય તે માટે અંદાજે 20થી 25 વીઘા જેટલી વિશાળ જગ્યા પાર્કિંગ માટે રાખવામાં આવી છે.
“રાતલડી – ધ મંડળી ગરબા”ના ત્રીજા વર્ષમાં ચાહકોના પ્રેમનો જવાબ આપતા, છેલ્લા બે વર્ષમાં ચાહકોએ રાતલડીને જે પ્રેમ અને વિશ્વાસ આપ્યો છે, તેના કારણે ટીમનો ઉત્સાહ અનેકગણો વધ્યો છે. આ પ્રેમને ધ્યાનમાં રાખીને જ આ વખતે રાતલડીને માત્ર એક પગલું નહીં, પરંતુ અનેક પગલાં આગળ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવું સ્થળ, વિશાળ ઘાસનું મેદાન, વિશાળ પાર્કિંગ, ભવ્ય શણગાર અને સૌથી મહત્વનું — સંગીતમાં એક નવો પ્રયોગ આ બધું મળીને આ વર્ષની રાતલડીને અગાઉના વર્ષોથી એકદમ અલગ બનાવશે.
અમદાવાદમાં પહેલીવાર મંડળી સાથે લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું અનોખું કોમ્બિનેશન જોવા મળશે, જે આ વર્ષની રાતલડીની સૌથી ખાસ અને અલગ ઓળખ બનશે. મંડળી રાતલડીની ઓળખ છે જ, પરંતુ આ વખતે તેની સાથે વાયોલિન, મંજીરા અને અન્ય લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું અનોખું જોડાણ કરવામાં આવ્યું છે. પરંપરાગત મંડળીના તાલ સાથે જ્યારે વાયોલિનના સૂરો, મંજીરાનો રણકાર અને અન્ય લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એકસાથે વાગશે, ત્યારે ગરબાના માહોલમાં એક નવી જ ઊર્જા જોવા મળશે. આ નવો વિચાર રાતલડીના સંગીતને એક અલગ જ પરિમાણ આપશે. ખાસ વાત એ છે કે અહીં માત્ર મંડળીનું પ્રદર્શન નહીં, પરંતુ મંડળી અને આ લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું લાઈવ કોમ્બિનેશન સમગ્ર માહોલને વધુ જીવંત બનાવશે. મંડળી + ઢોલ + શરણાઈ + વાયોલિન + મંજીરા + લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું આ અનોખું સંગીતમય કોમ્બિનેશન આ વર્ષની રાતલડીમાં ખાસ જોવાલાયક રહેશે અને ગરબા રસિકોના ઉત્સાહમાં વધુ વધારો કરશે.
“રાતલડી – સિટી ઓફ ડ્રીમ્સ” એક આખી દુનિયાનો અનુભવ કરાવશે. આ વર્ષે રાતલડીને માત્ર ગરબાના ઈવેન્ટ તરીકે નહીં, પરંતુ એક સંપૂર્ણ અનુભવ તરીકે તૈયાર કરવામાં આવી રહી છે. વિશાળ વેન્યુને અનુરૂપ ભવ્ય અને વિશાળ ડેકોરેશન કરવામાં આવી રહ્યો છે. રાતલડીની ટીમ દ્વારા એવું આયોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે કે જ્યાં ગરબા રમવા આવનાર દરેક વ્યક્તિને માત્ર ગરબાનો નહીં પરંતુ એક અલગ જ દુનિયામાં પ્રવેશવાનો અનુભવ થાય. એટલા માટે જ આ વર્ષે રાતલડીને નવું નામ આપવામાં આવ્યું છે — “રાતલડી – સિટી ઓફ ડ્રીમ્સ”, એક એવી જગ્યા જ્યાં સંગીત હશે, ગરબો હશે, ઊર્જા હશે, મિત્રતા હશે અને હજારો લોકો માટે જીવનભરની યાદો બનશે.
આ વર્ષે પણ રાતલડીમાં ખાસ પ્રી-નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી પ્રી-નવરાત્રીથી જ રાતલડીનો ઉત્સવ શરૂ થશે. પ્રી-નવરાત્રી માટે રેડ આઉટફિટ ફરજિયાત રાખવામાં આવ્યો છે. એક જ રંગમાં સજ્જ હજારો ગરબા રસિકો સાથે સમગ્ર વેન્યુલાલ રંગમાં રંગાઈ જશે અને એક અલગ જ વિઝ્યુઅલ અનુભવ સર્જાશે. પૂર્વ-નવરાત્રી સાથે નવરાત્રીના 9 દિવસ મળી કુલ 10 દિવસનો ઉત્સવ આ વર્ષે રાતલડીના ચાહકોને માણવા મળશે. 11 ઓક્ટોબર 2026થી 19 ઓક્ટોબર 2026 સુધી 9 દિવસની નવરાત્રી, અને તેની સાથે ખાસ પ્રી-નવરાત્રી — એટલે રાતલડીમાં કુલ 10 દિવસનો ગરબાનો ઉત્સવ.
આ સમગ્ર ભવ્ય આયોજન પાછળ એક અલગ વિઝન છે, જેમાં ઝાલા ઇવેન્ટ્સના સ્થાપક જયવીરસિંહ ઝાલાની આગવી વિચારસરણી અને વિઝન મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. રાતલડીને દર વર્ષે કંઈક નવું, કંઈક અલગ અને અગાઉ કરતાં વધુ ભવ્ય બનાવવાના તેમના પ્રયાસોના ભાગરૂપે આ વર્ષે વેન્યુ ડેવલપમેન્ટથી લઈને વિશાળ પ્લેઇંગ એરિયા, વિશાળ પાર્કિંગ, ભવ્ય ડેકોરેશન અને સૌથી મહત્વનું — મંડળી સાથે વાયોલિન, મંજીરા તથા અન્ય લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટ્સના અનોખા સંગીતમય કોન્સેપ્ટ સુધી અનેક નવા પ્રયોગો કરવામાં આવ્યા છે. જયવીરસિંહ ઝાલાની વિચારસરણી માત્ર એક મોટી ઇવેન્ટ બનાવવાની નથી, પરંતુ દર વર્ષે રાતલડીમાં આવનાર ચાહકોને “આ વર્ષે શું નવું હશે?” એવી ઉત્સુકતા રહે તે રીતે સતત કંઈક નવું રજૂ કરવાની છે. છેલ્લા બે વર્ષમાં ચાહકો તરફથી મળેલા પ્રેમ અને વિશ્વાસે આ વર્ષે વધુ મોટું વિચારવાની પ્રેરણા આપી છે અને એ જ વિચારનું પરિણામ છે — “રાતલડી – સિટી ઓફ ડ્રીમ્સ.”
આ આયોજન સંગીત, સંસ્કૃતિ, પરંપરા અને આધુનિક ભવ્યતાનો સંગમ છે. રાતલડીની મૂળ ઓળખ ગુજરાતી ગરબા અને તેની પરંપરા સાથે જોડાયેલી છે. આ પરંપરાને જાળવી રાખીને તેમાં લાઈવ મ્યુઝિકનો નવો પ્રયોગ ઉમેરવામાં આવ્યો છે. મંડળીના તાલ, ઢોલની ધમાકેદાર રમઝટ, શરણાઈના સૂરો અને હવે તેની સાથે વાયોલિન, મંજીરા તથા અન્ય લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું જોડાણ — આ બધું મળીને આ વર્ષની રાતલડીને સંગીતમય રીતે પણ વિશેષ બનાવશે. સાથે જ વેન્યુ ડેવલપમેન્ટ, વિશાળ લૉન, પાર્કિંગ, ડેકોરેશન, ટ્રાફિક મેનેજમેન્ટ અને ગરબા રસિકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સમગ્ર આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે રાતલડીનો અનુભવ માત્ર “ગરબો રમવાનો” નહીં, પરંતુ “ગરબાની દુનિયામાં જીવવાનો” રહેશે.
રાતલડી – સિટી ઓફ ડ્રીમ્સ 2026નું સ્થળ માસ્ટર ફાર્મ, વૈષ્ણોદેવી, લીલાપુર, અમદાવાદ ખાતે રહેશે, જ્યાં 10 દિવસનો ગરબા ઉત્સવ, 2,50,000 ચોરસ ફૂટનું ખાસ પ્લેઇંગ એરિયા, 20–25 વીઘા પાર્કિંગ જગ્યા, ભવ્ય નવું વેન્યુ અને ડેકોરેશન, મંડળી સાથે જીવંત વાયોલિન, મંજીરા અને સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ્સનું અનોખું જોડાણ, અને લાલ પહેરવેશની થીમ સાથે પ્રી-નવરાત્રી માણવા મળશે. રાતલડી – સિટી ઓફ ડ્રીમ્સમાં આ વખતે માત્ર રાતલડી નહીં, એક આખી દુનિયા તૈયાર છે.
You may also like
-
અમદાવાદમાં IAF EDI+IONS ની બીજી એડિશનનું આયોજન : શહેરના આર્ટ, ડિઝાઇન અને આર્કિટેક્ચરના સમૃદ્ધ વારસાની ઉજવણી
-
વીકએન્ડ માટે પરફેક્ટ પિક્ચર: પરિવાર સાથે મનોરંજન માણવા માટે અચૂક જુઓ ‘ચટણી’
-
ઈન્ડિયા આર્ટ ફેર (IAF) EDI+IONS ની બીજી એડિશન અમદાવાદમાં લોન્ચ થઈ રહી છે, જે શહેરના આર્ટ, ડિઝાઇન અને સ્થાપત્ય (આર્કિટેક્ચર)ના સમૃદ્ધ વારસાની ઉજવણી કરે છે
-
ઓડૂ IN ના MD મંતવ્ય ગજ્જરનું કીનોટ વક્તવ્ય: “MSME ક્ષેત્ર માટે બિઝનેસ વિકસાવવાની આ શ્રેષ્ઠ તક”
-
જય સોમનાથ શાળા, મણિનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ૩૦ વર્ષ બાદ રિયુનિયન
