- ૧૬ સપ્ટેમ્બરથી ગાંધીનગરમાં ધમધમાટ શૂટિંગ શરૂ થશે
અમદાવાદ: કેતુદાદા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહેલી આગામી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘રફુચક્કર’નું ભવ્ય મુહૂર્ત આજે અમદાવાદ સ્થિત હોટેલ સિલ્વર ક્લાઉડ ખાતે ધાર્મિક વિધિ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ વચ્ચે સંપન્ન થયું છે. આ પ્રસંગે ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટ, ટેકનિકલ ટીમ તેમજ ગુજરાતી સિનેમાના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ટીમને નવી સફર માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કેતન ઠક્કર નિર્મિત આ ફિલ્મનું લેખન અને નિર્દેશન રાકેશ શાહ કરી રહ્યા છે, જ્યારે રવિ સોલંકી સહ-નિર્માતા તરીકે જોડાયેલા છે. ફિલ્મની વાર્તા સંપૂર્ણપણે હાસ્ય અને પારિવારિક મનોરંજનથી ભરપૂર છે, જે દર્શકોને થિયેટરમાં ખડખડાટ હસાવશે. મુહૂર્તની પૂજાવિધિ પૂર્ણ થયા બાદ નિર્માતા અને નિર્દેશકે ફિલ્મ અંગે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ફિલ્મ દરેક વર્ગના દર્શકોને પસંદ પડે તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે.
આ ફિલ્મમાં ઋષિ જાની, પૂજા દોશી, હેમાંગ શાહ, અર્ચન ત્રિવેદી, માનીન ત્રિવેદી, નિમિતા વાઘાસિયા, ગૌરાંગ જેડી, હેતલ બારોટ, નરેશ પ્રજાપતિ, કિન્નર બારોટ અને શ્રેય મારાડિયા જેવા જાણીતા અને અગ્રણી કલાકારો મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. મુહૂર્ત પ્રસંગ સંપન્ન થયા બાદ હવે આગામી ૧૬ સપ્ટેમ્બરથી ગાંધીનગર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં ફિલ્મનું પ્રથમ શૂટિંગ શિડ્યુલ શરૂ કરવામાં આવશે.
You may also like
-
મુંબઈના જાણીતા પ્રોડક્શન હાઉસ ‘સીન ટુ સીન સ્ટુડિયોઝ’ની પ્રથમ ગુજરાતી ફિલ્મ “બેચલર ડેડી” નું ટાઇટલ અનાવરણ
-
ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ દ્વારા સાળંગપુરની દિવ્ય ગાથા મોટા પડદે લાવવા સજ્જ
-
જન્માષ્ટમીના પાવન પર્વે ‘અઘોરી મ્યુઝિક’ની ખાસ ભેટ: ભક્તિ અને આધુનિક હિપ-હોપના સમન્વય સાથે લોન્ચ કર્યું નવું ધમાકેદાર ગીત “સાથે કૃષ્ણ, તો શેનો પ્રશ્ન?”
-
આ ક્રિસમસ પર રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘હું અને આનંદ’: ઓફિશિયલ ટીઝર આઉટ, મોનલ ગજ્જર હવે નિર્માતા તરીકે ‘મોનલ ગજ્જર ફિલ્મ્સ’ સાથે કરશે નવી શરૂઆત
-
ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના સિનેમાઘરોમાં થશે રિલીઝ
