અમદાવાદ, જૂન ૨૦૨૬: ભારતના સૌથી પ્રીમિયમ જ્વેલરી પ્રદર્શનોમાંનું એક એવું ‘જ્વેલરી વર્લ્ડ’ ફરી એકવાર અમદાવાદના આંગણે આવી રહ્યું છે. આગામી 10 થી 12 જુલાઈ ૨૦૨૬ દરમિયાન એસ.જી. હાઈવે પર આવેલા વાયએમસીએ (YMCA) ખાતે આ ભવ્ય એક્ઝિબિશન યોજાશે. આ ખાસ આયોજનમાં દેશભરના ૪૦ જેટલા શ્રેષ્ઠ અને નામાંકિત ઝવેરીઓ તેમની અદભુત કારીગરી અને લક્ઝરી કલેક્શન સાથે એક મંચ પર એકત્રિત થશે.
આ એક્ઝિબિશન અંગે વાત કરતા ઇન્સિગ્નિયા એક્ઝિબિશન્સ એન્ડ ઇવેન્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર્સ અને જ્વેલરી વર્લ્ડના ફાઉન્ડર્સ સોનિયા ચાવલા અને શાન ચાવલાએ જણાવ્યું હતું કે, “અમારા માટે અમદાવાદ હંમેશાં એક પ્રબળ અને મહત્વનું બજાર રહ્યું છે, કારણ કે અહીંના ગ્રાહકો ઝીણવટભરી કારીગરી અને પ્રીમિયમ જ્વેલરીના સાચા કદરદાન છે. ભારતના સર્વોત્તમ ઝવેરીઓને એક જ પ્લેટફોર્મ પર લાવીને, આગામી લગ્નની સિઝન માટેની નવવધૂઓ, લગ્નવાળા પરિવારો અને દાગીનાના શોખીનોને ખરીદીનો એક અદ્ભુત અને અવિસ્મરણીય અનુભવ આપતા અમને અત્યંત આનંદ થાય છે.”
જ્વેલર્સ એસોસિએશન અમદાવાદ (JAA) ના સહયોગથી યોજાઈ રહેલું આ પ્રદર્શન, ઘરેણાંના શોખીનો, થનારી નવવધૂઓ, લગ્ન કરનાર પરિવારો અને લક્ઝરી બાયર્સ માટે ઉત્કૃષ્ટ કારીગરી, સદાબહાર ડિઝાઇન્સ અને લેટેસ્ટ જ્વેલરી કલેક્શનને નજીકથી નિહાળવાની એક સુવર્ણ તક છે.
આ વર્ષે અમદાવાદની આ એડિશનમાં મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ, પચ્ચીગર જ્વેલર્સ, સુવર્ણમ જ્વેલ્સ, હરિત ઝવેરી જ્વેલર્સ, ગેહના જ્વેલર્સ, વિનાયકા જ્વેલર્સ, તાતીવાલાઝ ગેહના, કેલ્વી જ્વેલ્સ, શ્યામા જ્વેલ્સ, રામ ધનુ પોલકી, ક્રિષ્ણા જ્વેલર્સ, ઓરિના જ્વેલ્સ, ઝેવા અને ઇમારા જ્વેલ્સ જેવા દેશના ખ્યાતનામ જ્વેલરી હાઉસીસ ભાગ લઈ રહ્યા છે, જેની સાથે દેશભરના અન્ય ઘણા પ્રતિષ્ઠિત ઝવેરીઓ પણ આ પ્રદર્શનની શોભા વધારશે.

અહીં મુલાકાતીઓ દરેક પ્રસંગ અને સ્ટાઈલને અનુરૂપ ખાસ તૈયાર કરાયેલું અદભુત કલેક્શન જોઈ શકશે, જેમાં આકર્ષક બ્રાઇડલ જ્વેલરી, ઝળહળતા હીરાના દાગીના, સદાબહાર સોનાના ઘરેણાં, બારીક નકશીકામ ધરાવતી પોલકી અને જડાવ જ્વેલરી, પરંપરાગત ટેમ્પલ જ્વેલરી, આધુનિક ડિઝાઇનર જ્વેલરી, કિંમતી રત્નોનું કલેક્શન તેમજ તહેવારો અને લગ્ન પ્રસંગો માટેના ખાસ એક્સક્લુઝિવ ઘરેણાંનો સમાવેશ થાય છે.
ભારતના અગ્રણી B2C જ્વેલરી પ્રદર્શનોમાં સ્થાન ધરાવતું ‘જ્વેલરી વર્લ્ડ’ ગ્રાહકોને એક જ જગ્યાએ અગ્રણી ઝવેરીઓના કલેક્શનની સરખામણી કરવાની ઉત્તમ તક આપે છે. આ ઉપરાંત, પ્રદર્શનમાં આવનાર મુલાકાતીઓ ખાસ એક્ઝિબિશન ઓફર્સ અને નવા લોન્ચ થનારા પ્રોડક્ટ્સનો લાભ પણ મેળવી શકશે. હજારો સમૃદ્ધ ગ્રાહકોની અપેક્ષિત મુલાકાત સાથે, જ્વેલરી વર્લ્ડ લક્ઝરી જ્વેલરીની ખરીદી, તહેવારોની ખરીદી અને વેડિંગ કલેક્શન માટેનું સૌથી મનપસંદ સ્થળ બની રહ્યું છે.
‘જ્વેલરી વર્લ્ડ – અમદાવાદ 2026’ એસ.જી. હાઈવે પર આવેલા વાયએમસીએ ખાતે 10 થી 12 જુલાઈ 2026 દરમિયાન યોજાશે, જે દેશભરના ૪૦ અગ્રણી ઝવેરીઓ, એક્સક્લુઝિવ બ્રાઇડલ અને વેડિંગ કલેક્શન, હીરા, સોના, પોલકી અને જડાવના અદભુત ઘરેણાં તેમજ નવીનતમ લોન્ચ અને ડિઝાઇનર ક્રિએશન્સ સાથે લક્ઝરી શોપિંગનો અદ્ભુત અનુભવ કરાવશે.
મુલાકાતીઓને ભારતના શ્રેષ્ઠ ઝવેરીઓ સાથે સીધા સંપર્કમાં આવવાની આ અનોખી તક મળશે, તેથી તમામ રસ ધરાવતા મુલાકાતીઓને આ ખાસ પ્રદર્શનમાં હાજરી આપવા આમંત્રણ છે. આ પ્રદર્શનમાં પ્રવેશ તમામ માટે ખુલ્લો છે અને ત્રણેય દિવસ દરમિયાન મુલાકાતનો સમય સવારે ૧૧:૦૦ વાગ્યાથી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધીનો રહેશે. ભીડથી બચવા અને સરળ ખરીદીના અનુભવ માટે વહેલા આવવાની સલાહ આપવામાં આવે છે. વધુ માહિતી અથવા રજીસ્ટ્રેશન વિગતો માટે, મુલાકાતીઓ ઓનલાઈન જ્વેલરી વર્લ્ડના ઓફિશિયલ અપડેટ્સ ફોલો કરી શકે છે અથવા આયોજકોનો સીધો સંપર્ક કરી શકે છે.
ઇન્સિગ્નિયા એક્ઝિબિશન્સ એન્ડ ઇવેન્ટ્સ દ્વારા આયોજિત ‘જ્વેલરી વર્લ્ડ’ એ ભારતનું અગ્રણી પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશન પ્લેટફોર્મ છે. તે દેશના પ્રમુખ શહેરોમાં લક્ઝરી પ્રદર્શનો યોજીને દેશના નામાંકિત ઝવેરીઓને ઉચ્ચ ગુણવત્તાના આગ્રહી એવા ગ્રાહકો સાથે જોડે છે.
You may also like
-
સન મોબિલિટી (SUN Mobility) HEV બિઝનેસે પ્રવાસ 5.0 (Prawaas 5.0) માં ટાટા સ્ટારબસ EV પ્લેટફોર્મ સાથે વિશ્વનું સૌપ્રથમ મોડ્યુલર મલ્ટી-બેટરી સ્વેપબલ સોલ્યુશન પ્રદર્શિત કર્યું
-
ગુજરાત એક્સપોર્ટ લીડરશિપ ફોરમ 2026 એ “ગુજરાત ટુ ગ્લોબલ 2047” માટે એક મજબૂત રોડમેપ તૈયાર કર્યો
-
અમદાવાદમાં ‘ધ યુનિવર્સ બાય લક્ષ્મી’નું ભવ્ય લોન્ચિંગ
-
JOJO અને એલજી ઇલેક્ટ્રોનિક્સ વચ્ચે ભાગીદારી: એલજી ચેનલ્સ પર પ્રીમિયમ ગુજરાતી FAST ચેનલ ‘JOJO TV’ લોન્ચ કરવામાં આવી
-
IndiesemiC એ ભારતમાં સ્વદેશી સેમિકન્ડક્ટર પેકેજિંગ અને મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે Kaynes Semicon સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
