અમદાવાદ : ગુજરાતની સેવાકીય સંસ્થાઓમાં અગ્રેસર ‘વી હેલ્પ – પ્રોજેકટ ઉર્જા’ દ્વારા વુમન એમ્પાવર્મેન્ટ, લીડરશીપ અને પ્રેરણાદાયી મહિલાઓના સન્માન માટેના પ્રતિષ્ઠિત ‘ઊર્જા એવોર્ડ્સ 2026’ ની ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે આ એવોર્ડ સમારોહ તેની 8મી એડિશનમાં પ્રવેશ કરી રહ્યો છે, જેની થીમ “ધ પાવર ઓફ ઇન્સ્પિરેશન”રાખવામાં આવી છે.
આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગ્રામશ્રી અને ક્રાફ્ટરૂટ્સના સ્થાપક એવા અનાર પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. તેઓ મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ કારીગરોના ઉત્થાન માટેના તેમના અવિરત સમર્થન માટે જાણીતા છે. આ સાંજે આપણે એવી તમામ મહિલાઓની શક્તિ, નેતૃત્વ અને પ્રેરણાની ઉજવણી કરીશું જેમણે સમાજમાં સકારાત્મક પરિવર્તન આણ્યું છે. આ કાર્યક્રમ આગામી 6 માર્ચ, 2026 ના રોજ સાંજે 5 વાગ્યાથી અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત એ.એમ.એ.ખાતે યોજાશે.
વી હેલ્પ – પ્રોજેકટ ઉર્જા ના ફાઉન્ડર શ્રી સચિન શાહ એ જણાવ્યું હતું કે, “અગાઉની 7 એડિશન્સમાં અમે અનેક વિજેતાઓને સન્માનિત કર્યા છે જેમણે આજે સમાજમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે. 8મી એડિશનમાં અમે ગુજરાતના ખૂણે-ખૂણેથી એવી નારી શક્તિને શોધવા માંગીએ છીએ જેમનામાં દુનિયાને પ્રેરણા આપવાની શક્તિ છે.”
વી હેલ્પ – પ્રોજેક્ટ ઉર્જા છેલ્લા સાત વર્ષોથી સમાજમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહિલાઓને એક મંચ પૂરું પાડી રહ્યું છે. અગાઉની આવૃત્તિઓની ભવ્ય સફળતા બાદ, આ વર્ષે પણ કલા, શિક્ષણ, રમતગમત, સામાજિક સેવા, ઉદ્યોગ અને સાહસિકતા જેવા ક્ષેત્રોમાં અપ્રતિમ કામગીરી કરનાર મહિલાઓને ‘ઊર્જા એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવશે.
ઊર્જા એવોર્ડ્સ માત્ર એક પુરસ્કાર નથી, પરંતુ એ મહિલાઓઓની અતૂટ ભાવના અને સંઘર્ષની ઉજવણી છે જેમણે પોતાની મહેનતથી સમાજમાં પરિવર્તન આણ્યું છે. 8 મી એડિશન વધુ ભવ્ય અને પ્રેરણાદાયી બની રહેશે.
વધુ વિગત માટે સંપર્ક: V Help Line: 8758753600
You may also like
-
અમદાવાદના કઠવાડા ખાતે 20 થી 22 એપ્રિલ દરમિયાન ભવ્ય ‘ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભ’ યોજાશે
-
અમદાવાદ ખાતે ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’નો ભવ્ય સમારોહ યોજાયો; પત્રકારત્વના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાઓનું સન્માન કરાયું
-
‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ 2026’ (GMA) માં સનહાર્ટ સિરામિકના ગોવિંદ વરમોરાનું સન્માન કરાયું
-
મનુષ્યે પોતાનો ખાલી સમય ધાર્મિક કાર્યોમાં વિતાવવો જોઈએ અને સતકર્મ કરવા જોઈએ : ડૉ. પંડિત કાશીનાથ મિશ્રા
-
હિન્દી શો ‘અમર યોદ્ધા’ એ ‘ટ્રુ વર્ટિકલ એવોર્ડ્સ’માં ‘બેસ્ટ VFX’નો એવોર્ડ મેળવ્યો
