મફતલાલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સક્ષમતા પ્રત્યે તેની કટિબદ્ધતાને મજબૂત બનાવતાં તેના નડિયાદ પ્લાન્ટમાં 4 મેગાવૉટ સોલાર પાવર પ્રોજેક્ટનો આરંભ કરાયો

~આ પહેલ સંચાલન કાર્યક્ષમતા, સ્વચ્છ ઊર્જા અપનાવવી અને જવાબદાર ઉત્પાદન પ્રત્યે કંપનીની લાંબા ગાળાની કટિબદ્ધતાને મજબૂત બનાવે છે  ~

નેશનલ, ડિસેમ્બર, 2025: ભારતની સૌથી જૂની અને સૌથી સન્માનિય ટેક્સટાઈલ સંસ્થામાંથી એક અને અરવિંદ મફતલાલ ગ્રુપની ફ્લેગશિપ મફતલાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એમઆઈએલ) દ્વારા તેના નડિયાદ ઉત્પાદન એકમમાં અત્યાધુનિક 4 મેગાવૉટ સોલાર પાવર પ્રોજેક્ટનો અમલ કરવા માટે કોસોલ એનર્જી (Kosol Energie) સાથે ભાગીદારી કરી છે. આ પહેલ સ્વચ્છ ઊર્જામાં કંપનીના લાંબા ગાળાના રૂપાંતરમાં મહત્વપૂર્ણ પગલું હોઈ ભાવિ- સુસજ્જ, જવાબદાર અને ઊર્જા કાર્યક્ષમ ઉત્પાદન પ્રત્યે તેની કટિબદ્ધતા પર ફરી એક વાર ભાર આપે છે.

એક સદીથી મફતલાલ ઇન્ડસ્ટ્રીઝે ઈએસજી વિધિસર કાર્યરેખા બને તે પહેલાં જ, ટકાઉ વિચારસરણીને તેના વ્યવસાયના કેન્દ્રમાં વણી લીધી છે. આ જવાબદારીનો વારસો હવે આ સોલાર પ્રોજેક્ટના અમલ સાથે નવા તબક્કામાં પ્રવેશ્યો છે, જે ભારતીય ટેક્સટાઈલ્સ માટે સ્થિતિસ્થાપક, ઊર્જા સંરક્ષિત અને પર્યાવરણીય સતર્ક ભવિષ્ય નિર્માણ કરવા પ્રત્યે ગ્રુપની કટિબદ્ધતાનો શક્તિશાળી દાખલો છે.

આયોજિત ગ્રાઉન્ડ- માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ વાર્ષિક આશરે 6.5 મિલિયન યુનિટ્સ સ્વચ્છ ઊર્જા પૂરી પાડવામાં આવશે તેવો અંદાજ છે. આને કારણે પારંપરિક ગ્રિડની વીજળી પર નિર્ભરતા પૂરતી થશે, ઊર્જા કાર્યક્ષમતા વધશે અને મફતલાલનાં ડિકાર્બનાઈઝેશનનાં લક્ષ્યોમાં અર્થપૂર્ણ યોગદાન મળશે.  નવીનીકરણક્ષમ ઊર્જાને ઉચ્ચ સ્તરે જોડીને કંપનીએ તેની એ માન્યતા પર ભાર આપ્યો છે કે સક્ષમતા જવાબદારી નથી, પરંતુ સ્પર્ધાત્મકતા અને લાંબા ગાળાના મૂલ્ય સર્જન માટેનું એક અનિવાર્ય ચાલક બળ (essential driver) છે.

આ લોન્ચ પર બોલતાં મફતલાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પ્રિયવ્રત મફતલાલે જણાવ્યું હતું કે, “મફતલાલ ઈન્ડસ્ટ્રીઝમાં સક્ષમતા ક્યારેય નવી દિશા નહોતી, પરંતુ તે હંમેશાં અમારા ડીએનએનો હિસ્સો રહી છે. એક સદીથી વધુ સમયથી, અમારું માનવું છે કે જવાબદાર પ્રગતિ જ એકમાત્ર એવી પ્રગતિ છે જે ટકી રહે છે. આ સૌર ઊર્જાની પહેલ અમારા આ વિશ્વાસને મજબૂત કરે છે અને અમે ભવિષ્ય માટે અમારા વ્યવસાયને કેવી રીતે તૈયાર કરીએ છીએ તેમાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. સ્વચ્છ ઊર્જા, કાર્યક્ષમ ઉત્પાદન અને લાંબા ગાળાનું મૂલ્ય સર્જન એ એવા લક્ષ્યો નથી કે જેનો અમે ક્યારેક પીછો કરીએ; તે એવા સિદ્ધાંતો છે જેને અમે દરરોજ જીવીએ છીએ. આ પ્રોજેક્ટ અમારા ઉદ્યોગ અને ભારત માટે વધુ સ્થિતિસ્થાપક (resilient) ભવિષ્ય નિર્માણ કરવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”

કોસોલ એનર્જી પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કલ્પેશ કાલથિયાએ જણાવ્યું હતું કે, અમને મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ સાથે ભાગીદારી કરવાનો ગર્વ છે, જે એક એવી સંસ્થા છે જે એક સદીથી પણ વધુ સમયથી ભારતીય ઔદ્યોગિક શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરે છે. 4 મેગાવૉટ સોલાર પ્રોજેક્ટ એનર્જી ઈન્સ્ટોલેશનથી વિશેષ છે. તે સ્વચ્છ અને વધુ જવાબદાર ઉત્પાદન ભવિષ્ય તરફ અમારો સમાન ધ્યેય પ્રદર્શિત કરે છે. કોસોલ એનર્જીમાં અમારો ધ્યેય ઉદ્યોગોને વિશ્વસનીય, ઉચ્ચ કામગીરીના સોલાર સમાધાન સાથે સશક્ત બનાવે છે અને જોડાણ અમારી ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ક્ષમતાઓમાં વધતા જતા વિશ્વાસનો દાખલો છે.

પેઢી દર પેઢીના કર્મચારીઓનું ઘર અને કંપનીના સૌથી મોટા ઉત્પાદન કેન્દ્રોમાંનું એક, નડિયાદ એકમ

મફતલાલની વિકાસ યાત્રામાં લાંબા સમયથી કેન્દ્ર સ્થાને રહી છે. વર્ષોથી, કંપનીએ જવાબદાર પાણીનો ઉપયોગ, સુધારિત કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છ ઉત્પાદન પ્રક્રિયાઓ સહિત અનેક સક્ષમતાના વ્યવહારોમાં પ્રગતિ પણ કરી છે. આ નવો સોલાર પ્રોજેક્ટ ઊર્જા સ્થિરતા પૂરી પાડીને, ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરીને અને એકમના પર્યાવરણીય ફૂટપ્રિંટ પૂરી પાડીને આ વારસાને આગળ વધારે છે. આ સિદ્ધિ સાથે, મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ એક એવા વારસાગત બ્રાન્ડ તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે જે હેતુપૂર્વક વિકાસ કરવાનું ચાલુ રાખે છે, નવીનતાને જવાબદારી સાથે અને વૃદ્ધિને નાવીન્યતા સાથે જોડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *