ઇન્ડસ યુનિવર્સિટીનો 10મો દીક્ષાંત સમારોહ યોજાયો

•              યુનિવર્સીટીના વિવિધ કોર્ષોના કુલ ૧૨૪૮ વિદ્યાર્થીઓને યુ.જી , ૩૨૭ વિદ્યાર્થીઓને પી.જી તથા ૮ વિદ્યાર્થીઓને પીએચ.ડીની ડીગ્રી વિતરણ કરવામાં આવી

•              ૧૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા ૬ વિદ્યાર્થીઓને મેમોરીયલ એવોર્ડસ નું વિતરણ કરવામાં આવ્યું

અમદાવાદ: ઇન્ડસ યુનિવર્સિટીનો  ૧૦મો  દીક્ષાંત સમારોહ  રાંચરડા  કેમ્પસ ખાતે યોજાયો યુનિવર્સિટી મુજબ આ વર્ષે  વિવિધ કોર્ષોના કુલ ૧૨૪૮ વિદ્યાર્થીઓને યુ.જી , ૩૨૭ વિદ્યાર્થીઓને પી.જી તથા ૮ વિદ્યાર્થીઓને પીએચ.ડીની ડીગ્રી વિતરણ કરવામાં આવી .તો સાથે સાથે વિવિધ કોર્ષોના ૧૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા ૬ વિદ્યાર્થીઓને મેમોરીયલ એવોર્ડસ નું વિતરણ પણ  કરવામાં આવ્યું.

૫ ડિસેમ્બર સાંજે ૬ વાગ્યે દીક્ષાંત શોભાયાત્રાથી કાર્યક્રમનો શુભારંભ થયો. મુખ્ય અતિથિ તરીકે અદાણી ગ્રુપના વાઈસ પ્રેસિડેન્ટ (ડિજિટલ એન્ડ સ્ટ્રેટેજી), શ્રી બી. એસ. રાવ, ઉપસ્થિત રહ્યાં હતા, જ્યારે ગેસ્ટ ઓફ ઓનર તરીકે સૂચિ ઇન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર અને ચેરમેન  શ્રી અશોક મહેતા એ હાજરી આપી.

૬ ડિસેમ્બરના રોજ કેમ્પસમાં ઇન્ડસ એડવાન્સ ગ્રીન નેનોટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ (iAGNi) નો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી અને પદ્મભૂષણ તથા પ્રખ્યાત હ્રદય રોગ નિષ્ણાત ડૉ. તેજસ પટેલ અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડૉ. કે. એસ. નાગેશ, JSS ડેન્ટલ કોલેજ, મૈસુર હાજર રહેશે.

કદંબા સોસાયટીના ચેરમેન ડૉ. અનંતકુમાર હેગડે અને યુનિવર્સિટી ઓફ મિસૂરીના નેનોવિજ્ઞાન વિશેષજ્ઞ તથા કેન્સર સ્પેશીયાલીસ્ટ ડૉ.કટ્ટેશ વી. કટ્ટી સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે. યુનિવર્સિટી મુજબ iAGNi ગ્રીન નેનોટેક્નોલોજી સંશોધનને નવી દિશા આપશે અને કેન્સર ઉપરાંત અનેક રોજોના ઉપચાર માટે આ નવી ટેક્નોલોજી ખૂબ જ મદદગાર બની રહેશે.

દીક્ષાંત સમારોહ કાર્યક્રમમાં વાર્ષિક અહેવાલ, માનદ ડોક્ટરેટ, સ્કોલાસ્ટિક મેડલ્સ અને વિવિધ ડિગ્રીનું વિતરણ વગેરે કરવામાં આવ્યું. આ દીક્ષાંત સમારોહમાં ઇન્ડસ યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ સેક્રેટરીએટ ડો.નાગેશ ભંડારી તથા શ્રીમતી ડો. રીતુ ભંડારી,રાધિકા ભંડારી, બોર્ડ ઓફ મેનેજમેન્ટ,બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્યો સહીત વિવિધક્ષેત્રના અનેક   મહાનુભાવો  પણ ઉપસ્થિત રહ્યાં.

ઇન્ડસ યુનિવર્સીટીની યુ-ટ્યુબ ચેનલ પરથી આ ભવ્ય સમારોહનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *