
બિન નફો કરતી શૈક્ષણિક સમાનતા માટે પ્રયત્નશીલ સંસ્થા ટીચ ફોર ઈન્ડિયાએ આજે તેન 2026 ફેલોશિપ પ્રોગ્રામ માટે અરજીઓ શરૂ કર્યાની ઘોષણા કરી છે. ફેલોઝને બાળકોના જીવનમાં પરિવર્તન લાવવા અને અનુકંપા અને સમર્પિતતા સાથે ભાવિ આગેવાનોને કેળવવા માટે તક મળશે. 2026 ટીચ ફોર ઈન્ડિયા કોહર્ટ માટે અરજીઓ 1લી જુલાઈ, 2025થી ખૂલશે.
ટીચ ફોર ઈન્ડિયા ફેલોશિપ પરિવર્તનકારી બે વર્ષનો, ફુલ- ટાઈમ પેઈડ પ્રોગ્રામ છે. તે ભારતમાં 500 યુનિવર્સિટીઓ અને કોલેજો અને 300 કંપનીઓમાંથી ફેલોઝને આકર્ષકતા વિવિધ પાર્શ્વભૂના અપવાદાત્મક નાગરિકોને એકત્ર લાવે છે. પસંદગીની પ્રક્રિયા સઘન છે અને રાષ્ટ્રના અમુક હોશિયાર અને આશાસ્પદ યુવા આગેવાનોને આકર્ષે છે.
પસંદગી કરાયેલા ફેલોઝ કિફાયતી ખાનગી શાળાઓ અથવા અંગ્રેજી માધ્યમની સરકારી શાળામાં ફુલ- ટાઈમ શિક્ષકો તરીકે કામ કરવા માટે કટિબદ્ધ છે. અહીં તેઓ ભારતની અસમાનતાઓની ગૂંચ દૂર કરવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા સાથે શૈક્ષણિક ગેરલાભનાં મૂળ કારણોને પહોંચી વળે છે. ક્લાસરૂમની પાર ફેલોશિપ સહાનુભૂતિ, સક્રિય રીતે શ્રવણ કરવું અને સંબંધ નિર્માણ સહિત મહત્ત્વપૂર્ણ આગેવાની કુશળતા કેળવીને નોંધપાત્ર વ્યાવસાયિક વૃદ્ધિને ગતિ આપે છે.
હાલમાં અમારો સમુદાય 1000 ફેલોઝનો છે, જે સર્વ સમાન ધ્યેય સાથે શિક્ષણ થકી વધુ અનુકંપાશીલ અને સમાન ભારત નિર્માણ કરવા એકત્ર આવે છે. ટીચ ફોર ઈન્ડિયા ફેલોશિપને મોજૂદ શૈક્ષણિક ક્ષિતિજમાં નોંધપાત્ર પરિવર્તન પ્રેરિત કરવા માટે અસમાંતર તક અલગ તારવે છે.
You may also like
-
આઈઆઈએમ અમદાવાદે ભારતનો પ્રથમ બે વર્ષનો બ્લેન્ડેડ MBA પ્રોગ્રામ ઇન બિઝનેસ એનાલિટિક્સ &AI લોન્ચ કર્યો
-
વર્લ્ડ યુનિવર્સિટી ઓફ ડિઝાઇનમાં 2026ના એડમિશન માટે અરજી પ્રક્રિયા શરૂ
-
ચુંવાળ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો
-
SMC સમિટ 2025: જ્યાં યુવા મન એક પરિવર્તનશીલ ચળવળને વેગ આપવા માટે એક થાય છે
-
ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા કનેક્ટને નવી દિશા : અમદાવાદમાં સીઆઈઆઈ (CII) અને આઈટીસી (ITC) ના નેતૃત્વ હેઠળ ઇન્ડસ્ટ્રી એકેડેમિયા મીટનું આયોજન કરાયું
